Book Title: Shantiniketan
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
Catalog link: https://jainqq.org/explore/249301/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શાંતિનિકેતન [૨] લાંબા વખતની શાંતિનિકેતન જવાની તીવ્ર ઈચ્છા અને પ્રત્યક્ષ પરિચિત શ્રી ક્ષિતિહતસેન અને પત્ર દ્વારા અને સાહિત્યકૃતિ દ્વારા પરિચિત શ્રી વિધુશેખર ભટ્ટાચાર્યને આગ્રહપૂર્ણ પત્ર, એ બે બળે ભેગાં થયાં એટલે મારે શાંતિનિકેતન જવાનું થયું. હીરાથી બરાબર ૯૯ માઈલને અંતરે બલપુર સ્ટેશન છે. જે ગયી અને કલકત્તા વચ્ચે છે. જી. આઈ પી. રેલવેનું એક રટેશન છે. ત્યાંથી લગભગ બે અઢી માઈલને અંતરે શાંતિનિકેતન (રવીન્દ્રનાથ ઠાકુરનું પ્રસિદ્ધ સર્જનસ્થાન) છે. રવીન્દ્રના પિતાશ્રી દેવેન્દ્રનાથે સાધના કરેલી તેથી જ તે સ્થાન કવિશ્રીએ પસંદ કરેલું. કવિશ્રીની સંસ્થાનું નામ વિશ્વભારતી છે. તેના મુખ્ય બે અંશે છે. એક શાંતિનિકેતન, બીજુ શ્રીનિકેતન. શાંતિનિકેતનમાં સાહિત્ય, કલા અને શાસ્ત્રને અભ્યાસ થાય છે. એટલે તેમાં બૌદ્ધિક શિક્ષણ મુખ્ય હોય અને તે દ્વારા શાંતિ મેળવવાનો સંભવ હોવાથી એ ભાગનું નામ શાંતિનિકેતન રાખવામાં આવેલું છે. બીજા ભાગમાં ઉદ્યોગ ધંધાની ગોઠવણ છે. તેને હેતુ આર્થિક હોઈ તેનું શ્રીનિકેતન નામ આપવામાં આવ્યું છે. મને તે કલ્પના થઈ કે શાંતિનિકેતન કરતાં બુદ્ધિનિકેતન અથવા ધીનિક્તન નામ હોત તો ધીનિકેતન અને શ્રીનિકેતન એ પ્રાચીન ક્રમ વધારે સચવાત. અસ્તુ. શ્રીનિતન સંસ્થા, શાંતિનિકેતનથી બેએક માઈલને અંતરે છે. હું ત્યાં બહુ જ થોડું રહ્યો છું અને તેમાં મારે વધારે વખત ત્યાંના વિદ્યોપાસક ગુજ-વર્ગશિષ્યવર્ગમાં ગયો તેથી હું જે લખું છું તે દેડતી ટ્રેનમાં બેઠેલા મુસાફરે લીધેલા કેઈ ફેટા કરતાં પણ તદ્દન અપૂર્ણ હેવાનું, છતાં માત્ર બંગાળમાંની જ નહિ પણ હિંદુસ્તાનની પ્રસિદ્ધ સંસ્થાઓમાંની એ એક જ સંસ્થાને અધૂરી પણ આલેખું તે તેની પૂતિ આગળ કઈ કરી લે એવી આશા રાખું છું. શાંતિનિકેતન સ્ટેશનથી ઉત્તર દિશામાં આવેલું છે. તેના દ્વારમાં દાખલ ૧૩ Page #2 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪] દર્શન અને ચિંતન ચતાં જ એક અતિથિગૃહ છે, જે મહર્ષિનું મૂળ શાંતિનિકેતન હતું. અતિથિ ગૃહવાસે પૂર્વાભિમુખ થઈ ઊભા રહીએ તો છેક ઉત્તરને છે. અને છેક દક્ષિણને છેડે બે મકાનો આવેલાં છે. તેમાં પહેલું કવિશ્રીનું છે અને બીજું બડાદાદાનું. દિશા પ્રમાણે એ બન્ને મકાને અનુક્રમે ઉત્તરાયણ અને દક્ષિણાયનના નામથી ત્યાં પ્રસિદ્ધ છે. માત્ર એ બે મકાનના નામમાં જ નહિ પણ ત્યાંનાં બીજાં નાનાં મોટાં મકાનોનાં નામમાં, ત્યાંની વૃક્ષાવલીની સંજ્ઞાઓમાં અને બીજી અનેક બાબતોમાં કવિતાની પ્રતિભા દેખા દે છે. પાંથશાલા, ગુપલી, નારી—ભવન, શિશુવન, કલાભવન, પુસ્તકાગાર, શાલવીથી, આમ્રરાજિ, આમલકિકાનન, છાતિમતલ (સપ્તપર્ણ તલ) એ બધાં સંસ્કારી ના ખાસ વિશ્રીની પ્રતિભાનાં નિદર્શક છે. આશ્રમનાં મકાનો સામાન્ય રીતે સાદાં છે. કુસવાળાં મકાનો એ પ્રાચીન સંપત્તિ છે. હવે પાકાં મકાને થતાં જાય છે. પાણીની પૂરી તંગાશ છતાં વિવિધ વૃક્ષઘટાઓ શહેરમાંથી કંટાળેલાને લલચાવે તેવી છે. અભ્યાસને સમય અને વિદ્યાવિભાગ સરકારી હાઈસ્કૂલ અને કોલેજમાં ચલાવતા બધા બૌદ્ધિક વિષયો શાંતિનિકેતનમાં શીખવવામાં આવે છે. દરેક વિષયના એક ખાસ અને સાધારણ અભ્યાસી શિક્ષક તેમ જ અધ્યાપક ત્યાં છે. મેટ્રિક અને એમ. એ. સુધીની ખાસ શાંતિનિકેતનની ઉપાધિ ડિગ્રી) રાખી પરીક્ષા લેવામાં આવે છે. અને જે સરકારી ડિગ્રીઓ છે તે સરકારી સંસ્થાઓમાં જઈને પણ પરીક્ષા આપી શકે છે. એટલે શાંતિનિકેતનનું શિક્ષણ સરકારી પરીક્ષાને અનુલક્ષીને, તેમ જ સ્વપરીક્ષાને અનુલક્ષીને વિદ્યાર્થીઓની ઈચ્છા પ્રમાણે આપવામાં આવે છે. પાઠ્યક્રમ પણ તદનુસાર જાદો જ પડી જાય તે સ્વાભાવિક છે. સામાન્ય રીતે બારે મહિના શિક્ષણને સમય સવારે સાતથી દશ અને બપોરે બેથી ચાર વાગ્યા સુધી હોય છે. પ્રાતઃકાલે શિક્ષણને આરંભ થયા પહેલાં બધાં નિયત સ્થાને એકત્ર થાય છે, અને પ્રાર્થના શરૂ કરવામાં આવે છે. ગમે ત્યાં અને ગમે ત્યારે પ્રાર્થના કે ગીતમાં, અભિનયમાં કે અન્ય પ્રસંગે જે કાંઈ ગાવામાં કે ભજવવામાં આવે છે તે માત્ર કવિશ્રીની કૃતિ જ. જ્યાં ત્યાં લખવામાં આવેલા વાક્યો પણ કવિશ્રીની પ્રતિભાનાં જ આકર્ષક અપ છે. વર્ગો બધા ઝાડ નીચે જ ચાલે છે. વરસાદમાં જ્યારે બેસવું શક્ય ન હોય ત્યારે વર્ગ બંધ રહે છે. અગર કોઈ મકાનના (શક્ય હોય તો) દલાનમાં ચલાવવામાં આવે છે. વર્ગ ચાલતો હોય ત્યારે નાના વિદ્યાથી એનું મન ન લાગે તો ગુરુને જરા Page #3 -------------------------------------------------------------------------- ________________ શાંતિનિકેતન [૧લ્પ પણ ભય રાખ્યા સિવાય નિઃશંકપણે રમ્યા કરે છે. હાઈસ્કૂલ સુધીનું શિક્ષણવાહન માત્ર બંગાળી ભાષા જ છે, કોલેજના વિષયો અંગ્રેજી મારફત ચલાવવામાં આવે છે. આ સિવાય ત્યાંની આકર્ષક સંસ્થા કલાભવન અને વિદ્યાભવન છે. એ બે ભવનો એક જ મકાનમાં છે. ઉપર કલાભવન અને નીચે વિદ્યાભવન છે. કલાભવનમાં પ્રસિદ્ધ ચિત્રકાર નંદલાલબસુની પીંછી વિવિધ રૂપે દર્શન દે છે. પાસેના મ્યુઝિયમમાં વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓ જુદા જુદા કમરામાં સમાહિત અને ચિત્રની તાલીમ લીધા જ કરે છે. નીચલા ભાગમાં હસન્મુખ અને વિદ્યાનિક ભટ્ટાચાર્ય વિધુશેખરથી સતત પિથીઓ ઉથલાવતા અને વિદ્યાર્થીઓને ભણાવતા બેઠેલા રહે છે. એમાં મોટો પુસ્તકસંગ્રહ છે. એમાં (મારું સ્મરણ સાચું હોય તે) છપાયેલાં પુસ્તકે લગભગ પાંત્રીસ હજાર છે, અને હસ્તલિખિત ચાર હજાર. વિશેષતા એ છે કે દુનિયાની પ્રસિદ્ધ પ્રસિદ્ધ બધી ભાષાઓમાં જે મહત્ત્વપૂર્ણ પુસ્તકે છપાયાં છે તે બધાં એ સંગ્રહમાં છે. અને મોટે ભાગે દરેક દેશની સરકાર તરફથી એ કિંમતી પુસ્તક કવિશ્રીને ભેટમાં મળેલાં છે. એટલે એ પુસ્તકસંગ્રહને તેમ જ મ્યુઝિયમને કવિશ્રીને ભેટસંગ્રહ કહી શકાય. મહાત્માજીને આજ સુધીમાં મળેલાં ગમે તેવાં માનપત્રો એકઠાં કરવામાં આવે તો તેને પણ એક આવો વિશાળ સંગ્રહ બને. હસ્તલિખિત પિથીઓમાં મોટા ભાગ તિબેટન ગ્રંથને છે. એ ગ્રંથો મૂળ સંસ્કૃત, પાલિમાં અને તેના અનુવાદ તિબેટન ભાષામાં છે. કલાભવનને પ્રાણ નંદલાલબાબુ અને વિદ્યાભવનને પ્રાણુ ભટ્ટાચાર્યજી છે. ભટ્ટાચાર્યજી એ એક-દેશીય અભ્યાસી નથી. તેઓ વૈદિક સાહિત્ય ઉપરાંત જૈન અને બૌદ્ધ સાહિત્યના પણ અભ્યાસી છે. બૌદ્ધ ગ્રંથ ઉપરની તેમની કૃતિઓ પ્રસિદ્ધ છે. (પાલિપ્રકાશ, પાટિમોબસુત્ત) તેઓ માત્ર સંસ્કૃત, પ્રાકૃત, પાલિભાષાના જ શિક્ષક નથી, પણ આજકાલ તેઓ તિબેટન ભાષા ખૂબ પરિશ્રમ અને એકાગ્રતાપૂર્વક શીખવે છે. જે સંસ્કૃત ગ્રંથ મૂળ સ્વરૂપમાં દુર્લભ છે અને જે મહત્વના છે તેના તિબેટન અનુવાદ સુલભ હેવાથી તે ગ્રંથ ભારત વિદ્યાર્થીઓને શીખવે છે, અને તિબેટન અનુવાદ ઉપરથી પાછું મૂળ સંસ્કૃત બનાવી નષ્ટ ગ્રંથને પુનર્જન્મ આપે છે. જૈનાચાર્ય હરિભદ્રની ટીકાવાળા બૌદ્ધાચાર્ય પ્રણીત ન્યાય પ્રવેશ” મૂળ ગ્રંથનું સંપાદન આચાર્ય ધ્રુવ (ગાયકવાડ ઓરિએન્ટલ સંસ્કૃત સિરિઝ તરફથી) કરે છે જે હજી પૂરું થયું નથી. પરંતુ એ જ ગ્રંથને તિબેટન અનુવાદ સંસ્કૃત છાયા સાથે ભટ્ટાચાર્યજીએ કરી દીધો છે. વાતચીત, સહવાસ, અને પ્રવૃત્તિ દ્વારા મારા મન ઉપર છાપ પડી કે Page #4 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬] દર્શન અને ચિંતન ભટ્ટાચાર્યજી એટલે હસમુખી, સરળ સ્વભાવ સરસ્વતી દેવી. તેઓને અધ્યાપન, લેખન અને સંશોધન એટલું બધું પ્રિય છે કે તેઓ આશ્રમ બહાર ભાગ્યે જ ક્યાં જાય છે. તેઓએ સંપાદન કરવા ધારેલા વિપાક અને જ્ઞાતાસુત નામના બે જૈન આગમેની લિખિત પ્રતિઓ મેળવવા અને જૈન ભંડાર જેવાને ગુજરાત આવવાનું આમંત્રણ કર્યું. ઉત્તરમાં તેઓએ કહ્યું કે “હું જડ છું. મેં તરત જ કહ્યું,–“ ત્યારે તે બહુ સારું. અમે ઉઠાવી લઈ જઈએ તે વિરોધ નહિ કરી શકો! પછી તો એ વિદ્યાભવન થોડીવાર હાસ્યભવન બની ગયું. એ બધા પ્રસંગે જતા કરી હું માત્ર ત્રણ જણના. પરિચયનું થોડું ચિત્ર આપું. (૧) આજકાલ બૌદ્ધ ગ્રંથે ઉપરાંત ભટ્ટાચાર્યજી જૈન ગ્રંથે ખાસ કરી આગ શીખવે છે અને સાથે જ ત્યાંનું સંશોધન કરતા જાય છે, અને માર્મિક વિવેચનની દૃષ્ટિએ તુલન પણ કરતા જાય છે. એમને શિષ્ય પણ અનુરૂપ મળ્યા છે. અમૂલ્યચરણસેન એક નવજુવાન બંગાળી છે. એ એમ. એ. એલએલ. બી. ને અને જૈન દર્શનને અભ્યાસ કરી રહ્યા છે. ભટ્ટાચાર્યજી પાસે તિબેટના લામા છે, જે તિબેટન અસ્પષ્ટ છાપવાળી પોથીઓ ઉપરથી ફરી સુંદર અક્ષરમાં નકલે ઉતારી લે છે. (૨) ક્ષિતિબાબુ એ ગુજરાતને જાણીતા હસમુખ અને ટુચકાકાર ભાર્મિક વિદ્વાન છે. ગમે તે પ્રસંગ હોય, વાત ગમે તે હોય તેમાં એમની વિવિધ અનુભવથી વિવિધ રીતે ખૂલવાની જ. એ પિતે અત્યારે માંદા છે પણ એમની બુદ્ધિ અને કલ્પના જરાયે મંદ નથી. જેમ માંદા છતાં એમનું શરીર પુષ્ટ છે, તેમ એમની કપના અને અનુભવ વાતો પણ પુષ્ટ જ છે. (૩) કવિશ્રી આવ્યા તેથી જ ક્ષિતિબાબુએ મને રેકી લીધે. એમનું પ્રેમમિલન એમને અનુરૂપ જ હતું. પાસે બેસાડી એક બાળકને જેમ પિતા વિશ્વસ્ત ચિત્તે વાત કરે તેમ તેઓની પાસે બેઠા પછી મને લાગ્યું. તેઓના કથનનો સાર એ હતો કે મારી અપેક્ષા અહીં જૈન સાહિત્ય અને તત્વજ્ઞાનને અભ્યાસ દાખલ કરવાની ઘણા લાંબા વખત થયાં છે. હજી તેને ઝીલનાર કાર્ડ મળ્યો નથી. જેને પિતાની રહેણી પ્રમાણે રહેવા ધારે તોયે અહીં સગવડ કરી શકાય. અલબત્ત, તેઓએ અહીં રહી અતડાપણું દૂર તે કરવું જ ઘટે. હમણાં એક દિગંબર ગૃહસ્થ તરફથી જે જૈન અધ્યાપક અહીં મૂકવામાં આવેલ છે તે બહુ જ સંકુચિત દૃષ્ટિએ અને સાંકડે મને રોકેલ છે. Page #5 -------------------------------------------------------------------------- ________________ [૧૯૭ શાંતિનિકેતન અભ્યાસીઓના મુખ્ય બે ભાગ પડે છે. સ્ત્રી વિભાગ, અને પુરુષ વિભાગ, એમાં બાળક, કુમાર અને તરુણ એ ત્રણે ઉંમરના અભ્યાસીઓ છે. નારીભવનમાં કન્યાઓ અને સ્ત્રીઓ રહે છે. તેનું સંચાલન એક શિક્ષિત પાળક કરે છે. શિશુવનમાં નાનાં બાળકો રહે છે અને તેના શિક્ષણસંવર્ધન વગેરેને ભાર તજજ્ઞ પુરુષ અને અમુક સ્ત્રીઓ ઉપર છે. જે વિદ્યાથીએ હાઈસ્કૂલમાં શીખે છે તેનો વિભાગ જુદે છે અને મેટી ઉંમરના કૅલેજિયન વિદ્યાથીઓ જુદા છે. આજે બસો વિદ્યાથીઓ પૂરા નથી, તેમાં ગુજરાતી પણ છે. એકવાર તે જ્યારે (શ્રી નરસિંહભાઈ પટેલ હતા ત્યારે ) ગુજરાતી વિદ્યાર્થીઓની સંખ્યા ૭૫ સુધી ગયેલી સાંભળેલી, પણ આજે તે સાત જેટલી છે. એમાં ગુજરાતી બેન પણ હતાં, જે અમદાવાદના જૈન કુટુંબનાં છે અને હમણાં ચિત્રવિદ્યાને ઉચ્ચ અભ્યાસ કરવા જર્મની ગયાં છે. શાંતિનિકેતનમાં અવારનવાર બહારના મોટા મોટા વિદ્વાનોને બોલાવવામાં અને અમુક વખત સુધી રોકવામાં આવે છે. હમણાં ભાષાશાસ્ત્રી પ્રસિદ્ધ વિદ્વાન લેની યાં છે. રજાના દિવસોમાં કલકત્તા વગેરે સ્થળોથી ખાસ પ્રોફેસરો આવે તે તેઓની પાસે છે તે વિષય ઉપર ખાસ પ્રવચન કરાવે છે. હું હતા તે દરમ્યાન કલકત્તા યુનિવર્સિટીના ગુજરાતી ભાષાના અધ્યાપક થી તારપરવાળાનાં વ્યાખ્યાનો ચાલતાં હતાં, જેમાં કવિશ્રી પિતે પણ હતા. ખાનપાનની સગવડ ગુજરાતથી જનાર સુખ–શીલીઓને કંઈક ફીકી લાગે, પણ જે ગુજરાતી વિદ્યાથીઓ ત્યાં રહે છે તેઓ બહુ સાદાઈથી અને સહનશીલતાથી વિદ્યાના લાભ ખાતર નભાવી લે છે. ત્યાંને ફીનો બેજે એ સૌથી વધારે બને છે, માસિક અટાર રૂપિયાની ફી એ ભોજન કરતાં પણ વધારે ખર્ચાળ છે. શ્રીનિકેતન એ શાંતિનિકેતનથી દક્ષિણ પશ્ચિમમાં છે, ત્યાં વિદ્યાર્થીઓ તે બહુ નથી, તેમાં પણ બે વિદ્યાર્થીઓ ગુજરાતી છે અને તે ગાયકવાડ સરકાર તરફથી શીખવા ગયેલા છે. એમાંથી એક ભાઈએ મને બહુ જ નેહપૂર્વક ફરીફરીને બતાવ્યું અને વર્ણન કરી સંભળાવ્યું. ત્યાંનું ખેતીવાડી ખાતું મેટું છે, પણ પાણી વિના સૂકું અને તેથી જ મારે મન તો નકામું પણ છે. એના ખર્ચને બદલે તેમ જ ત્યાં રોકાયેલા મોટા મોટા ઉપાધિધારી અધ્યાપકેના શ્રમને બદલે માત્ર પાણીના અભાવે ક્યારેય મળી શકે તેમ લાગતું નથી. ઝાડ-રોપાઓના નમૂના ઘણું છે, પણ તે બધા સુકાય છે. મુરગી ઉછેરને ધંધો ત્યાં શીખવવામાં આવે છે. એ પશ્ચિમની પ્રકૃતિમાંથી Page #6 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮] દર્શન અને ચિંતન અને બંગાળની વૃત્તિમાંથી દાખલ થયે હેય તેમ લાગે છે. એક કુકડો એવે હતો કે જેણે હમણાં જ પિતાની સુંદરતા અને વ્યક્તિત્વને લીધે સો ઉપરાંત ઈનામ મેળવેલું, એની કિંમત પણ ગાય-ભેંસ કરતાં વધારે હતી. કુકડીઓ ઇંડાં સેવવામાં રોકાય તે તે વર્ષના ત્રણ મહિના જનનક્રિયા કરતી, તેથી એના ઈડાં સેવવાના કામને બોજો ઉતારવા અને તેથી પ્રસૂતિ વડે અંક ભક્ષકોને સતેજવા તેમ જ વંશવૃદ્ધિ ચાલુ રાખવા પશ્ચિમીય શોધક દયાળઓએ અનેક જાતનાં મશીને બનાવ્યાં છે. એ મશીનમાં ઈંડાં મૂકવાથી તે પિપાય છે, સેવાય છે. ખરેખર કુકડીઓ એ રાજ્યમહિણી અથવા શેઠાણીઓ છે કે જેઓને જન્મ આપ્યા પછી સંતતિ ઉછેરની લેશ પણ ચિંતા રહેતી નથી અને એ અમેરિકન અથવા જાપાન મશીન જડ છતાં ધાવ માતાનું પૂરેપૂરું કામ આપે છે. મનુષ્યઅપ માટે જે આવાં મશીન, નીકળશે તે તે કામ ઉપર નભતી ધાવમાતાઓનું શું થશે ? એવો ભય મને એ મશીને તપાસતાં લાગ્યો. મુરગીની બાબતમાં એક વાત બહુ જ અદ્ભુત છે અને તે એ કે તેને ઇંડાં મૂકવામાં પણ મુરગાના સંયોગની અપેક્ષા જ નથી. એટલું ખરું કે પુસંગથી ઈડું થયેલું હોય તે તેમાંથી બચ્ચાં થાય અને પુંસંગ વિના ઈ આપે તો તે ભક્ષ્ય જ હોઈ શકે, તેમાંથી બચ્ચાં ન નીકળે. બીજી વાત એ કે જે ઈડા પુજન્ય છે તેની કિંમત તેઓને દર ઈડે બે રૂપિયા આવી શકે, જ્યારે પુજન્ય સિવાયના ઈડાની કિંમત દર ઈડે બે આના આવે. આ રીતે એક મુરગીની સતત જનનક્રિયાશક્તિ છતાં તેના ઈડાની કિંમત અને વંશવૃદ્ધિમાં પુwયોગને કેટલે ફાળો છે એ તત્ત્વ મુરગાની જાતિ સિવાય બીજી કઈ કઈ જાતિમાં છે તે અવશ્ય જિજ્ઞાસાને વિષય છે. શ્રીનિકેતનમાં રેશમને ઉદ્યોગ પણ છે, તે માટે ત્યાં કીડાઓ પણ પાળવામાં આવે છે અને રેશમ કેવી રીતે તૈયાર થઈ છેવટે કપડું બને છે તે બધું શીખવવામાં આવે છે. કીડાઓનો ખોરાક, તેઓની કોશેટો બાંધવાની ક્રિયા તેઓનું, સંવર્ધન એ બધું જાણવા જેવું તો ખરું જ. કેસેટ તૈયાર થયા પછી જે કીડે તેને ભેદી નીકળી જાય તે એ કોશેટો રેશમ બનાવવામાં અને કપડામાં ઉપયોગી ન થાય; કારણ કે તે એવું કાણું પાડી. દે છે કે જેથી તાંતણાઓ તૂટી જાય છે, માટે કોશેટે તૈયાર થયે કીડે તેને ભેદી ન દે એ કાળજી ખાસ રાખવી પડે છે. કીડાએ ભેદ્યા પહેલાં તેને ગરમ પાણીમાં નાખી દે એટલે કીડે મરી જાય અને કાકડું અખંડ નીકળે. Page #7 -------------------------------------------------------------------------- ________________ શાંતિનિકેતન [૧૯ આ ક્રિયા જોયા પછી મને જૈન તરીકે એમ લાગ્યું કે આ ઉદ્યોગ જેનેને અસ્પૃશ્ય છે, પણ સાથે જ એમ પણ લાગ્યું, કે કોઈપણ રીતે રેશમન ઉપગ ન જ કરી શકે, અને તે જ સાથે જૈનાચાર્ય હરિભદ્રના એક ગ્રંથનું વાક્ય ધ્યાનમાં આવ્યું કે રેશમ અને બીજાં જંતુજન્ય વસ્ત્રો એ અપવિત્ર હેઈ ત્યાજ્ય છે. આજે જ્યાં અપવિત્રતા હોય ત્યાં પવિત્રતા દાખલ કરવાની જ જાણે ન હોય! ઘણા લેક એવી ભ્રાંતિથી રેશમી કપડું રાખે છે અને તેને પહેરી પ્રત્યેક ધાર્મિક કૃત્યમાં જોડાતા પિતાને વધારે પવિત્ર સમજે છે. ત્યાં સૂતરનું કામ પણ થાય છે. એ સૂતર મિલનું હોય છે અને વણવા સુધીની બધી ક્રિયા શીખવવામાં આવે છે. જેમ અમદાવાદ આશ્રમમાં છે તેમ શ્રીનિકેતનના સંચાલકે શુદ્ધ સૂતર ઉપરથી કામ લે તે વણવાનો ઉદ્યોગ શીખનારને સૂતર કાંતવાની ક્રિયા પણ આવડે, અને તે રીતે સ્વાશ્રય વધે. ત્યાં ડેરી અને કેનેરી છે, પણ મારી સાથે ચાલનાર ગુજરાતી ભાઈએ કહ્યું કે એનું મિથ્થા વર્ણન કરી કલ્પિત મહત્તાથી તમારું આકર્ષણ કરવા હું નથી ઈચ્છતા. મેં પણ સલામ કરી ભાગ લીધો. શ્રીનિકેતનને અંગે એક વાતની ખાસ નોંધ લઉં. ત્યાં ગ્રામસુધારણાનું કામ શીખવવામાં આવે છે. સ્વચ્છતા કેમ રાખવી, જલાશ સ્વચ્છ કેમ રાખવાં, રસ્તાઓ કેવા હોવા જોઈએ, મકાની આજુબાજુ કેવું હોવું જોઈએ, ખેતી, તેનાં એજા તથા ઢોરે વગેરેની બાબતમાં માહિતી આપવી તેમ જ બીમારને દવા આપવી એ બધું કામ ગ્રામસુધારણાને અંગે છે અને તેમાં આપણા ગુજરાતી વિદ્યાર્થીઓ શીખે પણ છે. - વિશ્વભારતીને એકંદર વાર્ષિક ખર્ચ લાખ જેટલે છે, તેમાંથી કાયમી આવક ૮૦ હજાર જેટલી છે, જેમાં ફી, કાયમી દાન, વ્યાજ વગેરેનો સમાવેશ થાય છે. ખૂટતી રકમ મેળવી લેવામાં આવે છે. વિદ્યાવિલાસી અધ્યાપકોને મળવાથી આનંદ થશે તે કરતાં તે વધારે આનંદ મને ગુજરાતી વિદ્યાથીઓના સમાગમથી થશે. તેમાંયે અમદાવાદ, ગુજરાત મહાવિદ્યાલયમાં રહી ગયેલા વિદ્યાથીઓને પરિચય થયો ત્યારે તે. તન્ય હર્ષ સંયમથી જ રેકે પડ્યો. ગુજરાતનું આતિથ્ય ગુજરાતની સરહદ સુધી જ નહિ પણ ગુજરાતીપણુની સરહદ સુધી વિસ્તરેલું છે એ ભાગ્યે જ કહેવાની જરૂર હોય. એથી પણ વધારે સંતોષ મને બે કારણોથી થયો. (૧) શુકલ કરીને વઢવાણના બ્રાહ્મણ વિદ્યાથી છે, જે ગ્રેજ્યુએટ થયા Page #8 -------------------------------------------------------------------------- ________________ 200]. દર્શન અને ચિંતન છે અને હવે જૈન ધર્મને અભ્યાસ મુખ્યપણે શરૂ કર્યો છે. કયાં એ અર્થપ્રધાન અને કરી પ્રધાન ઝાલાવાડનું બ્રાહ્મણ કુટુંબ અને ક્યાં જૈન સાહિત્ય અને તત્વજ્ઞાનને મુખ્ય અભ્યાસ. એ સ્થિતિ જેને માટે જેમ આનંદ આપનારી છે તેમ શરમાવનારી પણ છે. આજે ગ્રેજયુએટ કે સ્નાતક થયેલા જૈન, જૈન ધર્મના અભ્યાસ પાછળ ખાસ મળ્યા હોય એમ હું નથી જાણ. (2) ભાઈ પ્રભુદાસ નવસારીના પટેલ જ્ઞાતિના છે. અત્યારે તિબેટન શીખે છે. જર્મન ફ્રેન્ચ એ ભણે છે અને વધારે શીખવા તત્પર છે. ચાઈનીઝ શખશે જ, એ જ્યારે શીખી લે ત્યારે ગુજરાત પુરાતત્ત્વ મંદિરમાં આવે એ માગણી કરી છે. ગુજરાતમાં આવો તલસ્પર્શી અભ્યાસ થાય તે જ સાહિત્ય અને તત્ત્વજ્ઞાનનું છીછરાપણું મટી ઊંડાણ આવે. - કાકા કાલેલકર અને આચાર્ય કૃપાલાનીને રહેવાના સ્થાનને અંતિમ સાનંદ ભેટ કરી કાશી જવા ઊપડ્યો. પ્રસ્થાન, પુ. 5, અંક 6 (વૈશાખ, 1984)