________________
૧૯૮]
દર્શન અને ચિંતન અને બંગાળની વૃત્તિમાંથી દાખલ થયે હેય તેમ લાગે છે. એક કુકડો એવે હતો કે જેણે હમણાં જ પિતાની સુંદરતા અને વ્યક્તિત્વને લીધે સો ઉપરાંત ઈનામ મેળવેલું, એની કિંમત પણ ગાય-ભેંસ કરતાં વધારે હતી. કુકડીઓ ઇંડાં સેવવામાં રોકાય તે તે વર્ષના ત્રણ મહિના જનનક્રિયા કરતી, તેથી એના ઈડાં સેવવાના કામને બોજો ઉતારવા અને તેથી પ્રસૂતિ વડે અંક ભક્ષકોને સતેજવા તેમ જ વંશવૃદ્ધિ ચાલુ રાખવા પશ્ચિમીય શોધક દયાળઓએ અનેક જાતનાં મશીને બનાવ્યાં છે. એ મશીનમાં ઈંડાં મૂકવાથી તે પિપાય છે, સેવાય છે. ખરેખર કુકડીઓ એ રાજ્યમહિણી અથવા શેઠાણીઓ છે કે જેઓને જન્મ આપ્યા પછી સંતતિ ઉછેરની લેશ પણ ચિંતા રહેતી નથી અને એ અમેરિકન અથવા જાપાન મશીન જડ છતાં ધાવ માતાનું પૂરેપૂરું કામ આપે છે. મનુષ્યઅપ માટે જે આવાં મશીન, નીકળશે તે તે કામ ઉપર નભતી ધાવમાતાઓનું શું થશે ? એવો ભય મને એ મશીને તપાસતાં લાગ્યો. મુરગીની બાબતમાં એક વાત બહુ જ અદ્ભુત છે અને તે એ કે તેને ઇંડાં મૂકવામાં પણ મુરગાના સંયોગની અપેક્ષા જ નથી. એટલું ખરું કે પુસંગથી ઈડું થયેલું હોય તે તેમાંથી બચ્ચાં થાય અને પુંસંગ વિના ઈ આપે તો તે ભક્ષ્ય જ હોઈ શકે, તેમાંથી બચ્ચાં ન નીકળે. બીજી વાત એ કે જે ઈડા પુજન્ય છે તેની કિંમત તેઓને દર ઈડે બે રૂપિયા આવી શકે, જ્યારે પુજન્ય સિવાયના ઈડાની કિંમત દર ઈડે બે આના આવે. આ રીતે એક મુરગીની સતત જનનક્રિયાશક્તિ છતાં તેના ઈડાની કિંમત અને વંશવૃદ્ધિમાં પુwયોગને કેટલે ફાળો છે એ તત્ત્વ મુરગાની જાતિ સિવાય બીજી કઈ કઈ જાતિમાં છે તે અવશ્ય જિજ્ઞાસાને વિષય છે.
શ્રીનિકેતનમાં રેશમને ઉદ્યોગ પણ છે, તે માટે ત્યાં કીડાઓ પણ પાળવામાં આવે છે અને રેશમ કેવી રીતે તૈયાર થઈ છેવટે કપડું બને છે તે બધું શીખવવામાં આવે છે. કીડાઓનો ખોરાક, તેઓની કોશેટો બાંધવાની ક્રિયા તેઓનું, સંવર્ધન એ બધું જાણવા જેવું તો ખરું જ. કેસેટ તૈયાર થયા પછી જે કીડે તેને ભેદી નીકળી જાય તે એ કોશેટો રેશમ બનાવવામાં અને કપડામાં ઉપયોગી ન થાય; કારણ કે તે એવું કાણું પાડી. દે છે કે જેથી તાંતણાઓ તૂટી જાય છે, માટે કોશેટે તૈયાર થયે કીડે તેને ભેદી ન દે એ કાળજી ખાસ રાખવી પડે છે. કીડાએ ભેદ્યા પહેલાં તેને ગરમ પાણીમાં નાખી દે એટલે કીડે મરી જાય અને કાકડું અખંડ નીકળે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org