Book Title: Shantiniketan
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 1
________________ શાંતિનિકેતન [૨] લાંબા વખતની શાંતિનિકેતન જવાની તીવ્ર ઈચ્છા અને પ્રત્યક્ષ પરિચિત શ્રી ક્ષિતિહતસેન અને પત્ર દ્વારા અને સાહિત્યકૃતિ દ્વારા પરિચિત શ્રી વિધુશેખર ભટ્ટાચાર્યને આગ્રહપૂર્ણ પત્ર, એ બે બળે ભેગાં થયાં એટલે મારે શાંતિનિકેતન જવાનું થયું. હીરાથી બરાબર ૯૯ માઈલને અંતરે બલપુર સ્ટેશન છે. જે ગયી અને કલકત્તા વચ્ચે છે. જી. આઈ પી. રેલવેનું એક રટેશન છે. ત્યાંથી લગભગ બે અઢી માઈલને અંતરે શાંતિનિકેતન (રવીન્દ્રનાથ ઠાકુરનું પ્રસિદ્ધ સર્જનસ્થાન) છે. રવીન્દ્રના પિતાશ્રી દેવેન્દ્રનાથે સાધના કરેલી તેથી જ તે સ્થાન કવિશ્રીએ પસંદ કરેલું. કવિશ્રીની સંસ્થાનું નામ વિશ્વભારતી છે. તેના મુખ્ય બે અંશે છે. એક શાંતિનિકેતન, બીજુ શ્રીનિકેતન. શાંતિનિકેતનમાં સાહિત્ય, કલા અને શાસ્ત્રને અભ્યાસ થાય છે. એટલે તેમાં બૌદ્ધિક શિક્ષણ મુખ્ય હોય અને તે દ્વારા શાંતિ મેળવવાનો સંભવ હોવાથી એ ભાગનું નામ શાંતિનિકેતન રાખવામાં આવેલું છે. બીજા ભાગમાં ઉદ્યોગ ધંધાની ગોઠવણ છે. તેને હેતુ આર્થિક હોઈ તેનું શ્રીનિકેતન નામ આપવામાં આવ્યું છે. મને તે કલ્પના થઈ કે શાંતિનિકેતન કરતાં બુદ્ધિનિકેતન અથવા ધીનિક્તન નામ હોત તો ધીનિકેતન અને શ્રીનિકેતન એ પ્રાચીન ક્રમ વધારે સચવાત. અસ્તુ. શ્રીનિતન સંસ્થા, શાંતિનિકેતનથી બેએક માઈલને અંતરે છે. હું ત્યાં બહુ જ થોડું રહ્યો છું અને તેમાં મારે વધારે વખત ત્યાંના વિદ્યોપાસક ગુજ-વર્ગશિષ્યવર્ગમાં ગયો તેથી હું જે લખું છું તે દેડતી ટ્રેનમાં બેઠેલા મુસાફરે લીધેલા કેઈ ફેટા કરતાં પણ તદ્દન અપૂર્ણ હેવાનું, છતાં માત્ર બંગાળમાંની જ નહિ પણ હિંદુસ્તાનની પ્રસિદ્ધ સંસ્થાઓમાંની એ એક જ સંસ્થાને અધૂરી પણ આલેખું તે તેની પૂતિ આગળ કઈ કરી લે એવી આશા રાખું છું. શાંતિનિકેતન સ્ટેશનથી ઉત્તર દિશામાં આવેલું છે. તેના દ્વારમાં દાખલ ૧૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8