Book Title: Shantiniketan
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 5
________________ [૧૯૭ શાંતિનિકેતન અભ્યાસીઓના મુખ્ય બે ભાગ પડે છે. સ્ત્રી વિભાગ, અને પુરુષ વિભાગ, એમાં બાળક, કુમાર અને તરુણ એ ત્રણે ઉંમરના અભ્યાસીઓ છે. નારીભવનમાં કન્યાઓ અને સ્ત્રીઓ રહે છે. તેનું સંચાલન એક શિક્ષિત પાળક કરે છે. શિશુવનમાં નાનાં બાળકો રહે છે અને તેના શિક્ષણસંવર્ધન વગેરેને ભાર તજજ્ઞ પુરુષ અને અમુક સ્ત્રીઓ ઉપર છે. જે વિદ્યાથીએ હાઈસ્કૂલમાં શીખે છે તેનો વિભાગ જુદે છે અને મેટી ઉંમરના કૅલેજિયન વિદ્યાથીઓ જુદા છે. આજે બસો વિદ્યાથીઓ પૂરા નથી, તેમાં ગુજરાતી પણ છે. એકવાર તે જ્યારે (શ્રી નરસિંહભાઈ પટેલ હતા ત્યારે ) ગુજરાતી વિદ્યાર્થીઓની સંખ્યા ૭૫ સુધી ગયેલી સાંભળેલી, પણ આજે તે સાત જેટલી છે. એમાં ગુજરાતી બેન પણ હતાં, જે અમદાવાદના જૈન કુટુંબનાં છે અને હમણાં ચિત્રવિદ્યાને ઉચ્ચ અભ્યાસ કરવા જર્મની ગયાં છે. શાંતિનિકેતનમાં અવારનવાર બહારના મોટા મોટા વિદ્વાનોને બોલાવવામાં અને અમુક વખત સુધી રોકવામાં આવે છે. હમણાં ભાષાશાસ્ત્રી પ્રસિદ્ધ વિદ્વાન લેની યાં છે. રજાના દિવસોમાં કલકત્તા વગેરે સ્થળોથી ખાસ પ્રોફેસરો આવે તે તેઓની પાસે છે તે વિષય ઉપર ખાસ પ્રવચન કરાવે છે. હું હતા તે દરમ્યાન કલકત્તા યુનિવર્સિટીના ગુજરાતી ભાષાના અધ્યાપક થી તારપરવાળાનાં વ્યાખ્યાનો ચાલતાં હતાં, જેમાં કવિશ્રી પિતે પણ હતા. ખાનપાનની સગવડ ગુજરાતથી જનાર સુખ–શીલીઓને કંઈક ફીકી લાગે, પણ જે ગુજરાતી વિદ્યાથીઓ ત્યાં રહે છે તેઓ બહુ સાદાઈથી અને સહનશીલતાથી વિદ્યાના લાભ ખાતર નભાવી લે છે. ત્યાંને ફીનો બેજે એ સૌથી વધારે બને છે, માસિક અટાર રૂપિયાની ફી એ ભોજન કરતાં પણ વધારે ખર્ચાળ છે. શ્રીનિકેતન એ શાંતિનિકેતનથી દક્ષિણ પશ્ચિમમાં છે, ત્યાં વિદ્યાર્થીઓ તે બહુ નથી, તેમાં પણ બે વિદ્યાર્થીઓ ગુજરાતી છે અને તે ગાયકવાડ સરકાર તરફથી શીખવા ગયેલા છે. એમાંથી એક ભાઈએ મને બહુ જ નેહપૂર્વક ફરીફરીને બતાવ્યું અને વર્ણન કરી સંભળાવ્યું. ત્યાંનું ખેતીવાડી ખાતું મેટું છે, પણ પાણી વિના સૂકું અને તેથી જ મારે મન તો નકામું પણ છે. એના ખર્ચને બદલે તેમ જ ત્યાં રોકાયેલા મોટા મોટા ઉપાધિધારી અધ્યાપકેના શ્રમને બદલે માત્ર પાણીના અભાવે ક્યારેય મળી શકે તેમ લાગતું નથી. ઝાડ-રોપાઓના નમૂના ઘણું છે, પણ તે બધા સુકાય છે. મુરગી ઉછેરને ધંધો ત્યાં શીખવવામાં આવે છે. એ પશ્ચિમની પ્રકૃતિમાંથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8