Book Title: Shantiniketan Author(s): Sukhlal Sanghavi Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf View full book textPage 7
________________ શાંતિનિકેતન [૧૯ આ ક્રિયા જોયા પછી મને જૈન તરીકે એમ લાગ્યું કે આ ઉદ્યોગ જેનેને અસ્પૃશ્ય છે, પણ સાથે જ એમ પણ લાગ્યું, કે કોઈપણ રીતે રેશમન ઉપગ ન જ કરી શકે, અને તે જ સાથે જૈનાચાર્ય હરિભદ્રના એક ગ્રંથનું વાક્ય ધ્યાનમાં આવ્યું કે રેશમ અને બીજાં જંતુજન્ય વસ્ત્રો એ અપવિત્ર હેઈ ત્યાજ્ય છે. આજે જ્યાં અપવિત્રતા હોય ત્યાં પવિત્રતા દાખલ કરવાની જ જાણે ન હોય! ઘણા લેક એવી ભ્રાંતિથી રેશમી કપડું રાખે છે અને તેને પહેરી પ્રત્યેક ધાર્મિક કૃત્યમાં જોડાતા પિતાને વધારે પવિત્ર સમજે છે. ત્યાં સૂતરનું કામ પણ થાય છે. એ સૂતર મિલનું હોય છે અને વણવા સુધીની બધી ક્રિયા શીખવવામાં આવે છે. જેમ અમદાવાદ આશ્રમમાં છે તેમ શ્રીનિકેતનના સંચાલકે શુદ્ધ સૂતર ઉપરથી કામ લે તે વણવાનો ઉદ્યોગ શીખનારને સૂતર કાંતવાની ક્રિયા પણ આવડે, અને તે રીતે સ્વાશ્રય વધે. ત્યાં ડેરી અને કેનેરી છે, પણ મારી સાથે ચાલનાર ગુજરાતી ભાઈએ કહ્યું કે એનું મિથ્થા વર્ણન કરી કલ્પિત મહત્તાથી તમારું આકર્ષણ કરવા હું નથી ઈચ્છતા. મેં પણ સલામ કરી ભાગ લીધો. શ્રીનિકેતનને અંગે એક વાતની ખાસ નોંધ લઉં. ત્યાં ગ્રામસુધારણાનું કામ શીખવવામાં આવે છે. સ્વચ્છતા કેમ રાખવી, જલાશ સ્વચ્છ કેમ રાખવાં, રસ્તાઓ કેવા હોવા જોઈએ, મકાની આજુબાજુ કેવું હોવું જોઈએ, ખેતી, તેનાં એજા તથા ઢોરે વગેરેની બાબતમાં માહિતી આપવી તેમ જ બીમારને દવા આપવી એ બધું કામ ગ્રામસુધારણાને અંગે છે અને તેમાં આપણા ગુજરાતી વિદ્યાર્થીઓ શીખે પણ છે. - વિશ્વભારતીને એકંદર વાર્ષિક ખર્ચ લાખ જેટલે છે, તેમાંથી કાયમી આવક ૮૦ હજાર જેટલી છે, જેમાં ફી, કાયમી દાન, વ્યાજ વગેરેનો સમાવેશ થાય છે. ખૂટતી રકમ મેળવી લેવામાં આવે છે. વિદ્યાવિલાસી અધ્યાપકોને મળવાથી આનંદ થશે તે કરતાં તે વધારે આનંદ મને ગુજરાતી વિદ્યાથીઓના સમાગમથી થશે. તેમાંયે અમદાવાદ, ગુજરાત મહાવિદ્યાલયમાં રહી ગયેલા વિદ્યાથીઓને પરિચય થયો ત્યારે તે. તન્ય હર્ષ સંયમથી જ રેકે પડ્યો. ગુજરાતનું આતિથ્ય ગુજરાતની સરહદ સુધી જ નહિ પણ ગુજરાતીપણુની સરહદ સુધી વિસ્તરેલું છે એ ભાગ્યે જ કહેવાની જરૂર હોય. એથી પણ વધારે સંતોષ મને બે કારણોથી થયો. (૧) શુકલ કરીને વઢવાણના બ્રાહ્મણ વિદ્યાથી છે, જે ગ્રેજ્યુએટ થયા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8