________________
૧૯૬]
દર્શન અને ચિંતન ભટ્ટાચાર્યજી એટલે હસમુખી, સરળ સ્વભાવ સરસ્વતી દેવી. તેઓને અધ્યાપન, લેખન અને સંશોધન એટલું બધું પ્રિય છે કે તેઓ આશ્રમ બહાર ભાગ્યે જ ક્યાં જાય છે. તેઓએ સંપાદન કરવા ધારેલા વિપાક અને જ્ઞાતાસુત નામના બે જૈન આગમેની લિખિત પ્રતિઓ મેળવવા અને જૈન ભંડાર જેવાને ગુજરાત આવવાનું આમંત્રણ કર્યું. ઉત્તરમાં તેઓએ કહ્યું કે “હું જડ છું. મેં તરત જ કહ્યું,–“ ત્યારે તે બહુ સારું. અમે ઉઠાવી લઈ જઈએ તે વિરોધ નહિ કરી શકો! પછી તો એ વિદ્યાભવન થોડીવાર હાસ્યભવન બની ગયું. એ બધા પ્રસંગે જતા કરી હું માત્ર ત્રણ જણના. પરિચયનું થોડું ચિત્ર આપું.
(૧) આજકાલ બૌદ્ધ ગ્રંથે ઉપરાંત ભટ્ટાચાર્યજી જૈન ગ્રંથે ખાસ કરી આગ શીખવે છે અને સાથે જ ત્યાંનું સંશોધન કરતા જાય છે, અને માર્મિક વિવેચનની દૃષ્ટિએ તુલન પણ કરતા જાય છે. એમને શિષ્ય પણ અનુરૂપ મળ્યા છે. અમૂલ્યચરણસેન એક નવજુવાન બંગાળી છે. એ એમ. એ. એલએલ. બી. ને અને જૈન દર્શનને અભ્યાસ કરી રહ્યા છે. ભટ્ટાચાર્યજી પાસે તિબેટના લામા છે, જે તિબેટન અસ્પષ્ટ છાપવાળી પોથીઓ ઉપરથી ફરી સુંદર અક્ષરમાં નકલે ઉતારી લે છે.
(૨) ક્ષિતિબાબુ એ ગુજરાતને જાણીતા હસમુખ અને ટુચકાકાર ભાર્મિક વિદ્વાન છે. ગમે તે પ્રસંગ હોય, વાત ગમે તે હોય તેમાં એમની વિવિધ અનુભવથી વિવિધ રીતે ખૂલવાની જ. એ પિતે અત્યારે માંદા છે પણ એમની બુદ્ધિ અને કલ્પના જરાયે મંદ નથી. જેમ માંદા છતાં એમનું શરીર પુષ્ટ છે, તેમ એમની કપના અને અનુભવ વાતો પણ પુષ્ટ જ છે.
(૩) કવિશ્રી આવ્યા તેથી જ ક્ષિતિબાબુએ મને રેકી લીધે. એમનું પ્રેમમિલન એમને અનુરૂપ જ હતું. પાસે બેસાડી એક બાળકને જેમ પિતા વિશ્વસ્ત ચિત્તે વાત કરે તેમ તેઓની પાસે બેઠા પછી મને લાગ્યું. તેઓના કથનનો સાર એ હતો કે મારી અપેક્ષા અહીં જૈન સાહિત્ય અને તત્વજ્ઞાનને અભ્યાસ દાખલ કરવાની ઘણા લાંબા વખત થયાં છે. હજી તેને ઝીલનાર કાર્ડ મળ્યો નથી. જેને પિતાની રહેણી પ્રમાણે રહેવા ધારે તોયે અહીં સગવડ કરી શકાય. અલબત્ત, તેઓએ અહીં રહી અતડાપણું દૂર તે કરવું જ ઘટે. હમણાં એક દિગંબર ગૃહસ્થ તરફથી જે જૈન અધ્યાપક અહીં મૂકવામાં આવેલ છે તે બહુ જ સંકુચિત દૃષ્ટિએ અને સાંકડે મને રોકેલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org