Book Title: Shantinath Charitram Author(s): Amrutsuri, Abhaydevsuri Publisher: Jain Sahitya Vardhak Sabha View full book textPage 7
________________ પરિચય (1) વર્તમાન ચોવીશીમાં પાંચ પ્રભુ અને તેમાં પણ શ્રીશાન્તિનાથ પ્રભુની વિશેષ વિખ્યાતિ. વર્તમાન ચે વીશીમાં થયેલા ચોવીશ તીર્થકરોમાં પહેલા, સેળમા, બાવીસમા, તેવીસમા અને ચાવીસમાં એમ પાંચ તીર્થંકર પરમાત્માના જીવનચરિત્ર વિશેષ આકર્ષક છે. એ હકીકત છે અને તે સહેતુક છે. પ્રથમ શ્રી ઋષભદેવ પરમાત્માનું જીવન રોચક તે છે જ સાથે વિવિધ પ્રકારની અનેક બોધપ્રદ વાતોથી ભૂરપૂર છે. સોળમાં શ્રી શાન્તિનાથ ભગવાનના જીવનની વિશિષ્ટતાઓ ઘણી છે, તેમાં પણ શ્રી શાન્તિ અંગેનું સામર્થ્ય ખાસ તરી આવે એવું છે, એજ કારણે વિધિ વિધાનોમાં, અનુષ્ઠાનોમાં, સ્તોત્રોમાં, , એ પ્રભુનું સાન્નિધ્ય નામથી, આકૃતિથી, મંત્રથી અને ભાવનાથી અનિવાર્યપણે સેવવામાં આવે છે. ઐતિહાસિક પ્રમાણ પણ જેઓની વિશિષ્ટ સ્થિતિને પ્રમાણીત કરે છે તે બાવીસમાં બાલબ્રહ્મચારી શ્રી નેમિનાથ ભગવાન, તેવીસમાં પુરુષાદાનીય શ્રી પાર્શ્વનાથ પ્રભુ અને વીસમાં ચરમ તીર્થકર શ્રી વર્ધમાનમહાવીર સ્વામી છે. તે ત્રણે જિનવરોના જીવનની વિશેષતાઓ વિખ્યાત જ છે. આ કારણે આ અવસર્પિણીમાં થયેલા ચોવીશ જિનો પૈકી પાંચ પ્રભુના નામ-જીવન આદિ અધિક પ્રસિદ્ધિને પામ્યા છે. તેમાં પણ અપેક્ષાવિશેષથી સોળમાં શ્રી શાન્તિનાથ ભગવાન વિશેષે વિખ્યાતિ પામ્યા છે અને તેમનાં ચરિત્રે પણ અનેક વિશિષ્ટતાઓથી પૂર્ણ વિદ્વાન સૂરિવરોએ રચ્યા છે. (2) શ્રી શાતિનાથ પ્રભુના જુદા જુદા ચરિત્રોને ટૂંક પરિચય. શ્રી શાંતિનાથ પ્રભુના જીવન ચરિત્રને વર્ણવતા ગદ્ય-પદ્ય કાવ્ય-મહાકાવ્યો સંસ્કૃત-પ્રાકૃતમાં રચાયેલા અનેક છે. તેમાંના કેટલાકની ટૂંક વિગતે આ પ્રમાણે છે. જે ગ્રન્થની કેટલીક હકીકતે મળી આવે છે એવા પ્રસ્તુત ચરિત્રને વર્ણવતા સાત-આઠ કાવ્યગ્રન્થ છે. તેમાંથી ત્રણ-ચાર ચરિત્રો વ્યાપક રીતે પ્રચલિત છે. દરેક ચરિત્રમાં સાહિત્યદૃષ્ટિએ વિવિધતા જોવા મળે છે. કોઈમાં કથારસ પુષ્ટ થયો છે તે કેઈમાં અલંકારાદિની રમણીયતા પુષ્ટ થઈ છે. તેમાં– ૧-પ્રાકૃત શ્રી શાન્તિનાથ ચરિત્ર આ ચરિત્રના કર્તા શ્રી દેવચન્દ્રસૂરિજી મહારાજ છે. તેઓશ્રીજી કલિકાલ સર્વજ્ઞ હેમચન્દ્રસૂરિજી મહારાજના ગુરુવર્ય છે. તેમનો સત્તા સમય વિક્રમની બારમી શતાબ્દી છે. ત્રિષષ્ટિશલાકા પુરુષ ચરિત્રની પ્રશસ્તિમાં શ્રી હેમચન્દ્રસૂરિજીએ પ્રસ્તુત રચનાને સ્પષ્ટ ઉલેખ કર્યો છે. તે આ પ્રમાણેPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 388