________________ [ 6 ] सदिते नैषधे काव्ये, क माघो क च भारविः / " આવા પ્રકારની ઉક્તિઓ નૈષધીયના રસાસ્વાદ કરનારાઓને અત્યુક્તિ જેવી જણાતી નથી. તેમાં પણ તેને પ્રથમ સર્ગ ખૂબ રસસભર છે. શાકુંતલ માટે તેને ચે અંક જેમ વખણાય છે તેમ નૈષધને પ્રથમ સગું વખણાય છે, તે પ્રથમ સર્ગના દરેક શ્લોકના પ્રત્યેક ચરણ લઈને તેની પાદપૂતિ કરીને આ શ્રીશાન્તિનાથ ચરિત ની રચના કરવામાં આવી છે. 2. ચરિત્રને અનુરૂપ અનક્રમે લોકોની રચના કરવી એ એક વાત છે અને પાદપૂતિ કરીને રચના કરવી એ બીજી વાત છે. સંસ્કૃત વાડ્મયમાં પાદપૂર્તિ રૂપે રચાયેલું સાહિત્ય પણ પુષ્કળ છે. તેનાં કાલિદાસ કવિના મેધદૂતની ઘણી પાદપૂતિઓ થઈ છે. ભક્તામર સ્તોત્રની પણ ઘણી પાદપૂતિએ પ્રકટ છે. પાદપૂર્તિ કરનારા કવિઓનાં ઉપાધ્યાયજી શ્રી મેઘવિજયજી મહારાજનું સ્થાન સર્વ પ્રથમ આવે એવું છે. એ હકીકત તેઓશ્રીએ કરેલા પાદપૂતિ રૂ૫ કાવ્યોથી સ્પષ્ટ સમજાય એવી છે. 3. કોઈ થોડી થોડી પાદપૂર્તિ કરે—તો કઈ વધારે પાદપૂર્તિ કરે પણ ઉપાધ્યાયજી શ્રીમેઘવિજયજી મહારાજે હજારો પાદપૂર્તિઓ કરી છે. મેઘદૂત-માધ-અને નૈષધીયની પાદપૂર્તિઓ તેઓ શ્રાએ કરી છે ને તે પ્રસિદ્ધ પણ છે. આ કાર્યની કઠિનતા તે તેના અનુભવીઓ જ જાણી શકે. આ પ્રકારની પાદપૂતિ રૂપે રચાયેલા કાવ્યોમાં જે કવિની કુશળતા ન હોય તો રસપ્રવાહ ખલિત થઈ જાય છે–અહિં પણ એવું દર્શન જરૂર થશે–છતાં પણ કવિએ કેટલેક સ્થળે તે સરસ રસ પ્રવાહ વહેતો કર્યો છે તે પણ જોવા મળશે. નીચેના એક લેકથી એ હકીકતની પ્રતીતિ થશે– न चाहतोऽनुत्तरवासिनः सुरा, विधातुमङ्गुष्ठमपि क्षमाः क्रमात् / असंशयस्तेन मनःशयोऽस्ति मे, 'न तन्मुखस्य प्रतिमा चराचरे // 19 // ઉપરની પાદપૂર્તિ કેટલી સુન્દર પ્રાસાદિક છે. આવા અનેક ઉદાહરણે પ્રસ્તુત કાવ્યમાં છે. બાકી તો પાદપૂર્તિને કારણે આમાં કઠિનતા છે–એટલે આ કાવ્યના અભ્યાસીએ એ કઠિનતાથી કંટાળ્યા વગર તેને રસાસ્વાદ લેવા તત્પર બનવું જરૂરી છે. 4. આ કાવ્યના છ સર્ગો છે. તેમાં પ્રથમ સર્ગમાં, હસ્તિનાપુર નગર, વિશ્વસેન રાજા, અચિરા રાણી, શ્રીશાતિનાથ પ્રભુને જન્મ, પ્રભુનું સૌંદર્ય, વગેરે વર્ણવ્યું છે. બીજાને ત્રીજા સર્ગમાં પ્રભુને વિવાહ, ચક્રાદિ રત્નો, ષટું ખંડના વિજય માટે પ્રયાણુ, અશ્વોની ચાલ, તેથી ઊડતી ધૂળ-વગેરે વર્ણન અનેક ઉભેક્ષાઓથી ભરપુર છે. અહિં પ્રાસંગિક કેટલુંક ઋતુ વર્ણન પણ કર્યું છે. ચોથા સર્ગમાં ચક્રવતિપણાને અભિષેક, રાજ્યસ્થિતિ, વૈરાગ્યવાસિત થઈ વનમાં જવું-ઈત્યાદિ નિરૂપણ છે. પાંચમા સર્ગ માં દીક્ષા, તપસ્યા કૈવલ્ય પ્રાપ્તિ, તીર્થસ્થાપના, દેશના, પરિવાર અને છઠ્ઠા સર્ચમાં નિર્વાણ, ગણધરોની ખિન્નતા, તેનું શમન, શાસનનું સચાલન આદિ વિશિષ્ટ રીતે પ્રરૂપ્યા છે. 5. આ કાવ્યમાં એક અપેક્ષાએ શબ્દાલંકાર પ્રધાન છે–છતાં પણ નૈષધની પાદપૂર્તિ હેવાને કારણે તદનુરૂ૫ અર્થાલંકારે ૫ણુ ઓછા નથી. શબ્દાલંકારમાં વિવિધ અનુપ્રાસે તે પદે પદે છે. છઠ્ઠા સર્ગ માંના કેટલાક ઉદાહરણે આ પ્રમાણે છે.