Book Title: Shantinath Charitram
Author(s): Amrutsuri, Abhaydevsuri
Publisher: Jain Sahitya Vardhak Sabha

View full book text
Previous | Next

Page 10
________________ [7] "ये दोषान् प्रतिपादयन्ति सुधियः श्रीकालिदासोक्तिषु, श्रीमद्भारविमाघपण्डितमहा-काव्यद्वयेऽप्यन्वहम् / श्रीहर्षामृतसूक्तिनैषधमहाकाव्येऽपि ते केवलं, याववृत्तविवर्णनेन भगवच्छान्तेश्वरित्रे गुणान् // 13 // मिथ्यात्वाश्चितकाव्यपञ्चकमिदं व्याचक्षते सूरयो, यद्वत् प्राथमकल्पिकाय सततं व्युत्पत्तिसंप्राप्तये / तद्वच्छान्तिजिनाधिनाथचरितं सम्यक्त्वसंवासना वासावासितमानसा यदि ततः किं स्यान्नवा वान्छितम् // 14 // " આ મહાકાવ્યની રચના સં૦ ૧૪૧૦માં થઈ છે. પૂજય આચાર્યશ્રી વિજયદર્શનસૂરિજી મહારાજે આ મહાકાવ્યની પ્રબોધિની' નામે સુન્દર ટીકા રચી છે. ચાર સર્ગ સુધીનો પ્રથમ વિભાગ મુદ્રિત થઈને પ્રકટ થયો છે. બીજુ મુદ્રણ ચાલુ છે. તેથી આ મહાકાવ્યના અભ્યાસમાં સુકરતા વધશે એ સપષ્ટ છે. ૭–શ્રી શાન્તિનાથ ચરિત્ર, આ ચરિત્ર ગવ છે. આના રચયિતા શ્રી ભાવચન્દ્રસૂરિજી છે. સંસ્કૃતના પ્રાથમિક અભ્યાસીઓને વ્યુત્પત્તિ માટે આશીર્વાદ સમાન આ ચરિત્ર છે. ભાષાને સુન્દર રસમય પ્રવાહ અહિં વહે છે. વ્યાખ્યાનમાં આ ચરિત્ર સારા પ્રમાણમાં પ્રચલિત છે અને તેથી શ્રોતાઓને સારે રસ રહે છે. 8 શ્રી શાન્તિનાથ ચરિત્ર, શ્રી વત્સરાજ મુનિ કૃત આ ચરિત્ર બ્લેકબદ્ધ અને સુન્દર છે. માત્ર સાતસો શ્લોક પ્રમાણ આ ચરિત્ર ઠીક ઠીક અભ્યાસી એક બેઠકે વાંચી લે એવું છે. (3) પ્રસ્તુત શ્રીશાતિનાથ ચરિત્રને પરિચય અને વિશેષતાઓ. ઉપરોક્ત સર્વ ચરિત્ર કરતાં જુદી જ ભાત પાડતું મહામહે પાધ્યાય શ્રી વિજયજી ગણિવર્ય વિરચિત આ ચરિત્ર છે. આ ચરિત્રમાં મુખ્ય છન્દ વંશસ્થ છે. અને 591 સૂક્તો છે. શ્રી શાન્તિનાથપ્રભુનું કેવળ જીવન જાણવાની ઈચ્છાથી જે કોઈ આ ચરિત્ર વાંચવા જાય તે તે તેની ઈચછા ઈરછામાત્ર જ રહે એવું આ ચરિત્ર છે. આ ચરિત્રની મજા માણવા માટે કાવ્યોનો સારો પરિચય હેય, વિશિષ્ટ કેટિની વ્યુત્પત્તિ હેય, શબ્દાલંકાર પ્રત્યે પક્ષપાત કેળવાયો હોય, તે જ આ ચરિત્રથી રસાસ્વાદ લઈ શકાય એવું છે. બીજા ગ્રન્થની જેમ આ ચરિત્ર વાંચતા જઈએ ને સમજતા જઈએ એવું નથી. કેટલેક સ્થળે તે એક એક ક સમજવા માટે સારો એવો સમય આપ પડે એવું છે. આ ચરિત્ર અંગેની કેટલીક વિશિષ્ટ હકીકતે લક્ષ્યમાં રાખવા જેવી છે–તે આ પ્રમાણે. 1. સંસ્કૃત સાહિત્યમાં શ્રીહર્ષકૃત નિષધીય ચરિત્રનું સ્થાન વિશિષ્ટ છે. એ ચારેત્ર વિદ્વાનોના મસ્તક ડોલાવે એવું છે, સંસ્કૃતજ્ઞોની સૃષ્ટિમાં એવા કેટલાક સૂક્તો પ્રચલિત છે કે જે ઉક્ત ચરિતનું સારું ગૌરવ પુષ્ટ કરે છે. "उपमा कालिदासस्य, भारवेरथगौरवम् / दण्डिनः पदलालित्यं, माघे सन्ति त्रयो गुणाः //

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 388