________________
[૩૦] એમ જણાય છે અકબર પાદશાહને આમ ત્રણથી ગાંધારથી વિહાર કરી તેઓ ફત્તેપુર સિકરીમાં પાદશાહને સ. ૧૬૩૯ભા મળ્યા અને ત્યાં તેમણે બાદશાહ સમક્ષ જૈન ધર્મના સ્વરૂપનું પ્રતિપાદન કર્યું પાદશાહની તેમના તરફ પસદગી સારી થઈ. તેમણે પાદશાહનો ચાહ પણ મેળવ્યો અને પાદશાહે તેમને જગદ્ગુરુનું બિરુદ સ. ૧૬૪૦માં આપ્યું. તેઓશ્રીનું સ્વર્ગગમન સં. ૧૬૫રમા “ઉના” (સેરઠ) ગામે થયુ
આ પ્રતાપી આચાર્યની અસર આખી સદી પર થઈ છે. તેમણે સાધુઓના શિસ્ત માટે ખૂબ વિચાર કર્યા જણાય છે અને “ધર્મસાગર’ જેવી પ્રબળ વ્યક્તિને પણ પોતે અકુશમાં રાખી શકયા છે એ તેમનું આમતેજ બતાવે છે
તેમના ગુરુ “વિજયદાનસૂરિ ૧૯૨૧મા સ્વર્ગે જતા તેમના પર તપગચ્છની સર્વ જવાબદારીઓ આવી. એ જવાબદારી તેઓએ કેટલે બાહોશીથી ઉપાડી લીધી તે શ્રી હીરસૌભાગ્યાદિ ગ્રાથી જોઇ શકાય છે તેમના શિષ્ય “વિજયસેનસૂરિને આચાર્યપદ સ વત્ ૧૬૨૮માં આપ્યું. શ્રી વિજયસેનસૂરિનુ સ્વર્ગગમન સ વત્ ૧૬૭રમા થયુ એ તપગચ્છની ૫ભી પાટે થયા આ બને આચાર્યોનો શાસ્ત્રબોધ એટલો સારો હતો કે આજે પણ તેમના લખેલા હીરપ્રશ્ન અને સેનપ્રશ્ન ખૂબ આધારભૂત ગણાય છે. એમા શિષ્યો કે શ્રાવકોએ જે શિકાઓ પૂછી તેના તે આચાર્યોએ જવાબ આપ્યા છે, પણ એ પ્રશ્નો વિચારતા તે યુગમાં કેવા સવાલો થતા હતા, લોકોની તત્પરુચિ અને ક્રિયારુચિ કેવી હતી, લોકે કિયામાર્ગ તરફ કેટલું વલણ ધરાવતા હતા વગેરે અનેક બાબતો પર અજવાળું પડે તેમ છે.
શ્રી વિજયસેનસૂરિના શિષ્ય “શાતિચક્રને ઉપાધ્યાયપદ સંવત ૧૯૪૦માં પ્રાપ્ત થયુ “ભાનુદ્રને ઉપાધ્યાયપદ સંવત્ ૧૬૪૮મા પ્રાપ્ત થયુ શિષ્ય સિદ્ધિચદ્ર “કાદ બરી” ઉપર સરળ ટીકા રચી છે.
આ યુગમાં સાહિત્યસેવા ઠીક થઈ જાય છે, પણ શ્રી વિજયસેનસૂરિના સ્વર્ગગમન પછી તપગચ્છમાં અદર–અદરની ખટપટ ખુબ થઈ “શ્રી વિજયસેનસૂરિના શિષ્ય અને તે સમયના તપગચ્છનાયક શ્રી “વિજયદેવસૂરિએ તે સમયમાં ઉદ્ભવેલા સાગરગરછ શરૂઆતમા પક્ષ કર્યો. એ વાત તે સમયના બીજ સાધુઓને પસંદ ન પડી, એટલે શ્રી સામવિજય, ભાનુચ અને સિદ્ધિચકે મળી તપગચ્છના આચાર્યપદ પર રામવિજયની સ્થાપના કરી અને તેમનુ “વિજયતિલકસૂરિ નામાભિધાન કર્યું.
પણ બન્યું એવું કે વિજયતિલકસૂરિ તો આચાર્યપદ પર આવ્યા પછી તુરત જ કાળ કરી ગયા. એટલે તેમના સ્થાન પર તપગચ્છની પાટે “વિજયઆન દસૂરિની સ્થાપના સ ૧૬૭૬માં કરવામાં આવી આ રીતે તપગચ્છમાં એક વખતે બે આચાર્ય થયા ‘વિજયદેવસૂરિ અને “વિજય આનંદસૂરિ