________________
[૯]
આ પ્રશસ્તિ પરથી જણાય છે કે સ વત્ ૧૭૩૦મા શ્રી વિનયવિજય ઉપાધ્યાયે રાંદેરમાં ચોમાસુ કર્યું હતું આ રાસની પ્રશસ્તિ પર વધારે વિવેચન આગળ જતાં થશે. અહી તે પરથી આપણે સમજી શકીએ છીએ કે તેઓ સ વત્ ૧૭૩૮ના ચાતુર્માસ દરમ્યાન કાળધર્મ પામ્યા આ રીતે તેઓના સ્વર્ગગમનને સમય નિણત થાય છે.
તેઓશ્રીને જન્મસમય નક્કી થઈ શકે તેવું કોઈ પણ સાધન મળી શક્યું નથી હવે પછી તેમની કૃતિઓ પર વિવેચન આવશે તે પરથી માલૂમ પડશે કે તેઓએ શ્રી કલ્પસૂત્ર પરની સુબાધિકા ટીકા સંવત્ ૧૬૯૬ની સાલમાં જેઠ શુદિ ૨, ગુરુવારે પૂરી કરી હતી સદર ટીકાની કૃતિ જોતાં તે વખતે તેમનું વય ૩૫ વર્ષનું ઓછામાં ઓછું હોવું સ ભવે, તો તે રીતે વિચારતા તેઓશ્રીને જન્મ સ વત્ ૧૬૬૧ લગભગ ગણાય તેમની કૃતિઓ વગેરેનો વિચાર કરતા હું તેમને સમય સ વત્ ૧૬૬૦ થી ૧૭૩૮ સુધી મૂકુ છું જન્મસમય માત્ર અનુમાનથી મૂકયો છે, તેમાં પાચ-દશ વર્ષ વધારે-ઓછા બને બાજુએ હોય. સ્વર્ગગમન– સમયે તે નક્કી જ છે તારીખ મળી શકતી નથી. આ ઉપરથી શ્રી વિનયવિજય મહારાજનો સમય આપણે વિક્રમની સત્તરમી સદીના ઉત્તરાર્ધ અને અઢારમી સદીના પૂર્વાર્ધ ગણી શકીએ અગ્રેજી સાલ ઈ સ ૧૬૦૪ થી ૧૯૮૨ આવે એટલે આખી ઈસ્વીસનની સત્તરમી સદીને ઈતિહાસ તેઓશ્રીને સ્પર્શે છે.
ગુજપર પરા–
શ્રી વિનયવિજયજીએ તપગચ્છમાં દીક્ષા લીધી તે વખતના અરસામાં તેમની ગુરુપર પરા કેવા પ્રકારની હશે તે વિચારવું પ્રાસંગિક છે. વિક્રમની સત્તરમી શતાબ્દિમાં જૈનધર્મને અપનાવનાર અનેક મહાપુરુ થયા છે તેઓએ પોતાની પ્રતિભા અને સાહિત્યશક્તિથી જેમ જ્ઞાનના ક્ષેત્રમાં સુંદર કાર્ય કર્યું છે તેમ જ વિશુદ્ધ ચારિત્રથી અને મજબૂત સ્વાત્માકુશથી જૈનશાસનને દીપાવ્યું છે. આપણે શ્રી વિનયવિજય ઉપાધ્યાયની ગુરુપર પરા જરા જોઈ જઈએ. એટલે આખી સત્તરમી સદીને સહેજ ખ્યાલ આવે
સત્તરમી સદી પર શ્રી વિજયહીરસૂરિની છાયા જરૂર પડી હોય એમ જૈન સમાજનો તે કાળને ઈતિહાસ વાંચતા લાગ્યા વગર રહે તેમ નથી તેમનો જન્મ તો સોળમી સદીમાં સવ ૧૫૮૩માં થયો અને તેમની દીક્ષા સ વત્ ૧૫૬માં થઈ પણ તેમને સર્વ વિકાસ સત્તરમી સદીમાં થયે નાડુલાઈમાં તેમને પડિત પદ ૧૬૦૭માં આપવામાં આવ્યું અને બીજે જ વર્ષે સંવત્ ૧૬૦૮માં ઉપાધ્યાયપદ મળ્યું શિરોહીમાં આચાર્યપદ ૧૬૧૦માં આપ્યું એ હીરવિજયસૂરિ તપગચ્છમાં ૫૮મી પાટે થયા તે વાત ઉપર ટાયેલ લોકપ્રકાશ ગ્રંથની પ્રશસ્તિમાં જોઈ ગયા. શ્રી હીરવિજયસૂરિ ઉગ્ર પ્રારબ્ધી અને ક્રિયાપાત્ર તથા વિદ્વાન હતા શ્રી “હીરસૌભાગ્ય કાવ્ય તથા શ્રી વિજય પ્રશસ્તિ કાવ્ય વગેરે જેતા તેઓની તપગચ્છમાં આમ્નાય અચળ હતી