________________
આચાર્યશ્રી વિજય નેમિસૂરિજી મ.ના પ્રશિષ્ય પૂજ્યપાદ આચાર્યશ્રી વિજયકસૂરસૂરિજી મહારાજે “ચન્દ્રોદયા’ નામની ગુજરાતી ટીકો સાથે તૈયાર કર્યું છે. જે આજ સુધી અનેકોને ઉપયોગી બની રહ્યું છે. તે
આ નામમાલા છ વિભાગોમાં વિભક્ત છે, તે તે નામ પ્રમાણે શબ્દ વૈભવ ધરાવતા છ કાંડો આ પ્રમાણે છે :
(૧) દેવાધિદેવ-કાંડ (શ્લોક પ્રમાણ - ૮૬). (૨) દેવ-કાંડ (શ્લોક પ્રમાણ - ૨૫૦) (૩) મર્ય-કાંડ (શ્લોક પ્રમાણ - ૫૯૮). (૪) તિર્ય-કાંડ (શ્લોક પ્રમાણ - ૪૨૩) (૫) નારક-કાંડ (શ્લોક પ્રમાણ – ૭) (૬) સામાન્ય-કાંડ (શ્લોક પ્રમાણ - ૧૭૮)
આ પ્રમાણે કુલ ૧૫૪૨ શ્લોક થાય છે. | પ્રાચીનકાલીન જૈન શ્રમણ-શ્રમણીઓ આ કોશને કંઠસ્થ કરી નિત્ય સ્વાધ્યાય કરતા હતા, તેવા ઉલ્લેખ મળે છે. આજે પણ અમુક અભ્યાસીવર્ગ તેનો ખાસ પ્રેમી છે, જેથી તેના દ્વારા તે અનેક લાભો પોતાના જીવનમાં મેળવી શકે છે.
જેઓની વિશેષ બુદ્ધિ છે તેઓ તો આ કોશના અભ્યાસમાં અવશ્ય સફળ બની શકે છે, પણ જેમની સામાન્ય બુદ્ધિ છે તેઓ પણ ધીરે-ધીરે આ કોશને કંઠસ્થ કરવામાં ગતિ કરશે તો સફળતાનું સોનેરી કિરણ તેમને પણ મળશે જ, તે નિશંક છે.
અનેક અભ્યાસીઓ આ કોશને કંઠસ્થ કરી સંસ્કૃત ભાષામાં પ્રવીણતા પ્રાપ્ત કરે, તેમનું સંસ્કૃતવાંચન શીવ્ર ગતિવાળું બને અને તેઓ વિશાળ જૈન વામના રસાસ્વાદનો અનુભવ કરે તેવા શુભ આશયથી પ્રેરિત બનીને વિર્ય મુનિવરશ્રી મુક્તિચન્દ્રવિજયજી. તથા મુનિશ્રી મુનિચન્દ્રવિજયજીએ આ “અભિધાન ચિન્તામણિ નામમાલા'નું નૂતનપદ્ધતિપૂર્વક સંપાદન