Book Title: Seva Paropkar
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 6
________________ સેવા-પરોપકાર મનુષ્ય જન્મની વિશેષતા ! પ્રશ્નકર્તા: આ મનુષ્ય અવતાર એળે ના જાય, એના માટે શું કરવું જોઈએ? દાદાશ્રી : “આ મનુષ્ય અવતાર એળે ના જાય’ એનું જ આખો દહાડો ચિંતવન કરે તો તે સફળ થાય. આ મનુષ્ય અવતારની ચિંતા કરવાની ત્યારે લોકો લક્ષ્મીની ચિંતા કરે છે ! કોશિશ કરવાનું તમારા હાથમાં નથી, પણ ભાવ કરવાનું તમારા હાથમાં છે. કોશિશ કરવાનું બીજાની સત્તામાં છે. ભાવનું ફળ આવે. ખરી રીતે તો ભાવય પરસત્તા છે, પણ ભાવ કરો તો તેનું ફળ આવે છે. પ્રશ્નકર્તા : મનુષ્ય જન્મની વિશેષતા શું ? દાદાશ્રી : મનુષ્ય જીવન પરોપકાર માટે છે અને હિન્દુસ્તાનના મનુષ્યોનું જીવન ‘એબ્સોલ્યુટીઝમ' માટે, મુક્તિ માટે છે. હિન્દુસ્તાન સિવાય બહાર બીજા ઈતર દેશોમાં જે જીવન છે એ પરોપકાર માટે છે. પરોપકાર એટલે મનનેય પારકાં માટે વાપરવાનું, વાણીયે પારકાં માટે વાપરવાની અને વર્તનેય પારકાં માટે વાપરવાનું ! મન-વચન-કાયાએ કરીને પરોપકારો કરવા. ત્યારે કહેશે, મારું શું થશે ? એ પરોપકાર કરે તો એને ઘરે શું રહે ? પ્રશ્નકર્તા ઃ લાભ તો મળે જ ને ! દાદાશ્રી : હા, પણ લોકો તો એમ જ જાણે ને કે હું આપું તો જતું રહે મારું. સેવા-પરોપકાર પ્રશ્નકર્તા: નીચલી કક્ષાના માણસો હોય તે એવું માને. દાદાશ્રી : ઊંચી કક્ષાવાળો એવું માને કે પારકાંને આપી શકાય. જીવત પરોપકાર માટે.. આનું ગુહ્ય સાયન્સ શું છે કે મન-વચન-કાયા પરોપકારે વાપરો તો તમારે ત્યાં હરેક ચીજ હશે. પરોપકાર માટે જો વાપરો અને પછી ફી લઈને વાપરો તો ? પ્રશ્નકર્તા : તકલીફ પેદા થાય. દાદાશ્રી : આ કોર્ટમાં ફી લે, સો રૂપિયા પડશે, દોઢસો રૂપિયા પડશે. ત્યારે કહેશે, “સાહેબ, દોઢસો લઈ લો.” પણ પરોપકારનો કાયદો તો ના લાગે ને ! પ્રશ્નકર્તા: પેટમાં લહાય લાગી હોય તો એમ કહેવું જ પડેને ? દાદાશ્રી: એ વિચાર કરશો જ નહીં, કોઈ જાતના પરોપકાર કરશોને તો તમને કોઈ અડચણ નહીં આવે, હવે લોકોને શું થાય છે ? હવે અધૂરું સમજીને કરવા જાયને, એટલે અવળી ‘ઈફેક્ટ’ આવે એટલે પાછું મનમાં શ્રદ્ધા ના બેસે ને ઊડી જાય. અત્યારે કરવા માંડે તો બે-ત્રણ અવતારેય રાગે પડે છે. આ જ ‘સાયન્સ’ છે. સારા-ખરાબ માટે, પરોપકાર સરખો ! પ્રશ્નકર્તા : માણસ સારા માટે પરોપકારી જીવન જીવે, લોકોને કહે પણ ખરો, પણ એ જે સારા માટે કહે છે, તે લોકો આપણા પોતાના સારા માટે કહે છે એવું સમજવાને કોઈ તૈયાર નથી તેનું શું? દાદાશ્રી : એવું છે, પરોપકાર કરનાર સામાની સમજણ જોતો નથી અને પરોપકાર કરનાર જો સામાની સમજણ જુએ તો વકીલાત કહેવાય. એટલે સામાની સમજણ જોવાની ના હોય.

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25