Book Title: Seva Paropkar
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 19
________________ સેવા-પરોપકાર ૨૭ માટે એ દુઃખ દીધા બરાબર છે. એટલે એનાથી સેવા જ બંધ થઈ જાય છે. પછી જૂઠું બોલાય નહીં, ચોરી ના કરાય, હિંસા ના કરાય, પૈસા ભેળા ના કરાય. પરિગ્રહ કરે, પૈસા ભેળા કરવા એ હિંસા જ છે. એટલે બીજાને દુ:ખ દે છે, આમાં બધું આવી જાય છે. પ્રશ્નકર્તા : પોતાની સેવાનાં બીજાં લક્ષણો કયા કયા ? પોતાની સેવા કરી રહ્યો છે એમ ક્યારે કહેવાય ? દાદાશ્રી : ‘પોતાની’ સેવા કરનારાને આ જગતના તમામ માણસો દુઃખ દે, પણ એ કોઈને ય દુ:ખ ના દે. દુઃખ તો આપે નહીં, પણ એને ખોટા ભાવ પણ ના કરે કે તારું ખરાબ થજો ! ‘તારું સારું થજો' એમ કહે હા, છતાં સામો બોલે તો વાંધો નહીં. સામો બોલે કે તમે નાલાયક છો, બદમાશ છો, તમે દુઃખ દો છો, એનો આપણે વાંધો નથી. આપણે શું કરીએ છીએ એ જોવાનું છે. સામો તો રેડિયાની પેઠ બોલ્યા જ કરશે, જાણે રેડિયો વાગતો હોય એવું. પ્રશ્નકર્તા : જીવનમાં બધા લોકો આપણને દુઃખ આપે ને છતાંય દુ:ખ સહન કરીએ એ તો બની નથી શકતું. ઘરના માણસો થોડુંક અપમાન જેવું વર્તન કરે તોય નથી સહન થતું તો ? દાદાશ્રી : તો શું કરવું ? આમાં ના રહે તો શામાં રહેવું ? એ કહો મને. આ હું કહું છું એ લાઈન ના પસંદ પડે તો એ માણસે શેમાં રહેવું ? સેફસાઈડવાળી છે જગ્યા ? કોઈ હોય તો મને દેખાડો. પ્રશ્નકર્તા : ના, એમ નહીં. પણ આપણો ‘ઈગો’ તો છે જ ને ? દાદાશ્રી : જન્મથી જ બધામાં ‘ઈગો’ અટકાવે, પણ ‘આપણે અટકવું નહીં.’ ‘ઈંગો’ છે તે જેમ ફાવે એમ નાચે. ‘આપણે' નાચવાની જરૂર નહીં. આપણે એનાથી જુદા છીએ. ૨૮ સેવા-પરોપકાર એ સિવાય બીજા ધાર્મિક મતોરંજતો ! એટલે બે જ ધર્મ હોય, ત્રીજો ધર્મ નહીં. બીજા તો ઓર્નામેન્ટો છે બધા ! ઓર્નામેન્ટ પોર્શન અને લોક ‘વાહ વાહ’ કરે ! જ્યાં સેવા નથી, કોઈ પણ જાતની સેવા નથી, જગત સેવા નથી, તે બધા ધાર્મિક મનોરંજન છે અને ઓર્નામેન્ટલ પોર્શન છે આ બધો ! બુદ્ધિનો ધર્મ ત્યાં સુધી સ્વીકારવામાં આવે કે જે બુદ્ધિ સેવાભાવી હોય, જીવોને સુખ આપવાવાળી હોય, એ બુદ્ધિ હોય તે સારી. બાકી બીજી બુદ્ધિ નકામી છે. બીજી બધી બુદ્ધિ બાંધે છે ઊલટી. બાંધીને મરાવ મરાવ કરે અને જ્યાં જુઓ ત્યાં નફો-ખોટ જુએ. બસમાં પેઠો તો પહેલા જોઈ લે કે જગ્યા ક્યાં છે ? આમ બુદ્ધિ જ્યાં ને ત્યાં ભટકાય ભટકાય કર્યા કરે ! બીજાની સેવા કરીએ એ બુદ્ધિ સારી. નહીં તો પોતાની સેવા જેવી બુદ્ધિ કોઈ નહીં ! જે ‘પોતાની’ સેવા કરે છે એ આખા જગતની સેવા કરી રહ્યો છે. જગતમાં કોઈને દુઃખ ત હોજો ! એટલા માટે અમે બધાને કહીએ છીએ કે ભઈ, સવારના પહોરમાં બહાર નીકળતી વખતે બીજું કશું ના આવડે તો એટલું બોલજો ને કે ‘મનવચન-કાયાથી આ જગતમાં કોઈ પણ જીવને કિંચિત્માત્ર દુ:ખ ન હો.’ એવું પાંચ વખત બોલીને નીકળજે. બીજી જવાબદારી મારી ! જા, બીજું નહીં આવડે તો હું જોઈ લઈશ ! આટલું બોલજેને ! પછી કોઈને દુઃખ થઈ ગયું, એનું હું જોઈ લઈશ. પણ આટલું તું બોલજે. આમા વાંધો છે ? પ્રશ્નકર્તા : આમા કોઈ વાંધો નથી. દાદાશ્રી : તું બોલજે જ. ત્યારે એ કહે કે ‘મારાથી દુઃખ દેવાઈ જાય તો ?” એ તારે જોવાનું નહીં. એ હું હાઈકોર્ટમાં પછી બધું કરી લઈશ. એ વકીલને જોવાનું છે ને ? તે હું કરી આપીશ બધું. તું આ મારું વાક્ય બોલજે ને સવારના પહોરમાં પાંચ વખત ! વાંધો ખરો આમાં ? કંઈ ભારે ખરું ?

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25