Book Title: Seva Paropkar
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 20
________________ ૩૦ સેવા-પરોપકાર સેવા-પરોપકાર ૨૯ સાચા દિલથી ‘દાદા ભગવાનને યાદ કરીને બોલો ને, પછી વાંધો શો છે ? પ્રશ્નકર્તા ઃ અમે એવું જ કરીએ છીએ. દાદાશ્રી : બસ, એ જ કરજે. બીજું કરવા જેવું નથી આ દુનિયામાં. ટૂંકમાં, વ્યવહાર ધર્મ ! સંસારના લોકોને વ્યવહાર ધર્મ શીખવાડવા અમે કહીએ છીએ કે પરાનુગ્રહી થા. પોતાની જાતનો વિચાર જ ના આવે. લોકકલ્યાણ માટે પરાનુગ્રહી બન જો તારી જાતને માટે તું વાપરીશ તો તે ગટરમાં જશે અને બીજાને માટે કંઈ પણ વાપરવું તે આગળનું એડજસ્ટમેન્ટ છે. શુદ્ધાત્મા ભગવાન શું કહે છે કે જે બીજાનું સંભાળે છે, તેનું હું સંભાળી લઉં છું અને જે પોતાનું જ સંભાળે છે, તેને હું તેના ઉપર છોડી દઉં છું. જગતનું કામ કરો, તમારું કામ થયા જ કરશે. જગતનું કામ કરશો ત્યારે તમારું કામ એમ ને એમ થયા કરશે ને ત્યારે તમને અજાયબી લાગશે. સંસારનું સ્વરૂપ કેવું છે ? જગતના જીવમાત્રમાં ભગવાન રહેલા છે. એટલે કોઈ પણ જીવને કંઈ પણ ત્રાસ આપશો, દુઃખ આપશો તો અધર્મ ઊભો થશે. કોઈ પણ જીવને સુખ આપશો તો ધર્મ ઊભો થશે. અધર્મનું ફળ તમારી ઈચ્છા વિરુદ્ધ છે ને ધર્મનું ફળ તમારી ઈચ્છા પ્રમાણે છે. | ‘રિલેટિવ ધર્મો' છે એ સંસાર માર્ગ છે, સમાજસેવાનો માર્ગ છે. મોક્ષનો માર્ગ સમાજસેવાથી પર છે, સ્વ રમણતાનો છે. ધર્મની શરૂઆત ! મનુષ્ય જ્યારથી કોઈને સુખ આપતો થયો ત્યારથી ધર્મની શરૂઆત થઈ. પોતાના સુખનું નહીં, પણ સામાની અડચણ કેમ કરીને દૂર થાય તે જ રહ્યા કરે ત્યાંથી કારુણ્યતાની શરૂઆત થાય. અમને નાનપણથી જ સામાની અડચણ દૂર કરવાની પડેલી. પોતાના માટે વિચારેય ના આવે તે કારુણ્યતા કહેવાય. તેનાથી જ ‘જ્ઞાન પ્રગટ થાય. રીટાયર્ડ થવાનો થાય ત્યારે ઓનરરી પ્રેસીડન્ટ થાય, ઓનરરી એ થાય. અલ્યા મૂઆ, આફતો શું કામ હોરે છે, હવે રીટાયર્ડ થવાનો થયો તોય ? આફતો જ ઊભી કરે છે. આ બધી આફતો ઊભી કરેલી છે. અને સેવા ના થાય તો કોઈને દુઃખ ના થાય એવું જોવું પડે. ભલેને નુકસાન કરી ગયો હોય. કારણ કે એ પૂર્વનો કંઈક હિસાબ હશે. પણ આપણે એને દુઃખ ના થાય એવું કરવું જોઈએ. બસ, આ જ શીખવા જેવું ! પ્રશ્નકર્તા : બીજાને સુખ આપીને સુખી થવું એ ? દાદાશ્રી : હા, બસ, એટલું જ શીખજો ને ! બીજું શીખવા જેવું જ નથી. દુનિયામાં બીજો કશો ધર્મ જ નથી. આ આટલો જ ધર્મ છે, બીજો કોઈ ધર્મ નથી. બીજાને સુખ આપો એમાં જ સુખી થશો. આ તમે વેપાર-ધંધા કરો છો, ત્યારે કંઈક કમાવ છો, તો કોઈ ગામમાં દુખિયા હોય તો એને થોડું ઘણું અનાજ-પાણી આપીએ, છોડી પૈણતી વખતે કંઈક રકમ આપીએ, પણ એનું ગાડું રાગે પાડી આપવું જોઈએ ને ! કોઈનું દિલ ઠારીએ તો ભગવાન આપણું દિલ ઠારે. જ્ઞાતી આપે ગેરન્ટી લેખ ! પ્રશ્નકર્તા : દિલ ઠારવા જતાં તો આજ ખીસું કપાઈ જાય છે. દાદાશ્રી: ખીસ્સે ભલે કપાઈ જાય, એ પાછલો હિસાબ હશે તે ચૂકતે થાય છે. પણ તમે અત્યારે ઠારો તો એનું ફળ તો આવશે જ, એની સો ટકા ગેરન્ટી લેખ હઉ કરી આપું. આ અમે આપેલું હશે તેથી અમારે અત્યારે સુખ આવે છે. મારો ધંધો જ એ છે કે સુખની દુકાન કાઢવી. આપણે દુ:ખની

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25