Book Title: Seva Paropkar
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 22
________________ સેવા-પરોપકાર ૩૩ મેં બાની સેવા કરેલી. વીસ વર્ષની ઉંમર હતી, એટલે જુવાનજોધ ઉંમર હતી. એટલે માની સેવા થઈ. બાપુજીને ખભે ચઢાવીને લઈ ગયેલો, એટલી સેવા થયેલી. પછી હિસાબ જડ્યો, મૂઆ, આવા તો કેટલાય બાપુજી થયા. હવે શું કરીશું ? ત્યારે કહે, જે છે એમની સેવા કર. પછી ગયા એ ગોન. પણ અત્યારે હોય તો તું એમની સેવા કર, ના હોય તો ચિંતા ના કરીશ. બધા બહુ થઈ ગયા. ભૂલ્યા ત્યાંથી ફરી ગણો. મા-બાપની સેવા એ પ્રત્યક્ષ રોકડું છે. ભગવાન દેખાતા નથી, આ તો દેખાય છે. ભગવાન ક્યાં દેખાય છે ? અને આ મા-બાપ તો દેખાય છે. ખરી જરૂરિયાત, વૈડિયાઓને સેવાતી અત્યારે તો વધુમાં વધુ દુઃખી હોયને, તો એક તો સાઈઠ-પાંસઠ વર્ષની ઉંમરના ઘરડાં માણસો બહુ દુઃખી છે અત્યારે. પણ કોને કહે છે ? છોકરાઓ ગાંઠતા નથી. સાંધા બહુ પડી ગયેલા, જૂનો જમાનો ને નવો જમાનો. ડોસો જૂનો જમાનો છોડતો નથી. માર ખાય તોય ના છોડે. પ્રશ્નકર્તા દરેક પાંસઠ એની એ જ હાલત રહે ને ! દાદાશ્રી : હા. એવી ને એવી જ હાલત. આની આ જ હાલત. એટલે ખરી રીતે કરવા જેવું શું છે આ જમાનામાં ? કે કોઈ જગ્યાએ આવા વડીલ લોકોને માટે જ રહેવાનું સ્થાન રાખ્યું હોય ને તો બહુ સારું. એટલે અમે વિચાર કર્યો હતો. મેં કહ્યું. એવું કંઈક કર્યું હોય ને તો પહેલું આ જ્ઞાન આપી દેવું. પછી એમને જમવા-કરવાની વ્યવસ્થા તો આપણે અહીં પબ્લિકને બીજા સામાજિકતામાં સોંપી દઈએ તો ચાલે. પણ જ્ઞાન આપ્યું હોય તો દર્શન કર્યા કરે તોય કામ તો ચાલે ને આ ‘જ્ઞાન’ આપ્યું હોય તો શાંતિ રહે બિચારાને, નહીં તો શા આધારે શાંતિ રહે ? તમને કેમ લાગે છે ? પ્રશ્નકર્તા: હા, બરાબર છે. દાદાશ્રી : ગમે એવી વાત છે કે નહીં ? ઘરડાપણું અને સાઈઠ-પાંસઠ વર્ષની ઉંમરનો માણસ હોય ને, ઘરમાં ૩૪ સેવા-પરોપકાર રહેતો હોય ને, તે એને કોઈ ગણકારે નહીં એટલે શું થાય ? મોઢે બોલાય નહીં ને મહીં ઊંધા કર્મ બાંધે. એટલે આ લોકોએ જે ઘરડાંઘરની વ્યવસ્થા કરી છે તે એ વ્યવસ્થા ખોટી નથી, હેલ્પીંગ છે. પણ એને ઘરડાંઘર તરીકે નહીં, પણ બહુ માનભેર એવો શબ્દ મૂકવો જોઈએ કે માનભેર લાગે. સેવાથી, જીવનમાં સુખ-સંપત્તિ ! પહેલી મા-બાપની સેવા, જેણે જન્મ આપ્યો છે. પછી ગુરુની સેવા. ગુરુની સેવા ને મા-બાપની સેવા તો ચોક્કસ રહેવી જોઈએ. વખતે ગુરુ સારા ના હોય તો સેવા છોડી દેવી જોઈએ. પ્રશ્નકર્તા: અત્યારે મા-બાપની સેવા કરતા નથી ને, તેનું શું? તો કઈ ગતિ થાય ? દાદાશ્રી : મા-બાપની સેવા ના કરે એ આ ભવમાં સુખી થાય નહીં. મા-બાપની સેવા કરવાનો પ્રત્યક્ષ દાખલો શું ? ત્યારે કહે છે કે આખી જિંદગી સુધી દુઃખ ના આવે. અડચણોય ના આવે, મા-બાપની સેવાથી ! આપણા હિન્દુસ્તાનનું વિજ્ઞાન તો બહુ સુંદર હતું. તેથી તો શાસ્ત્રકારોએ ગોઠવી દીધેલું ને કે મા-બાપની સેવા કરજો. જેથી કરીને તમને જિંદગીમાંય ધનનું દુ:ખ નહીં પડે. હવે એ કાયદેસર હશે કે નહીં હોય એ વાત જુદી છે, પણ મા-બાપની સેવા અવશ્ય કરવા જેવી છે. કારણ કે જો તમે સેવા નહીં કરો તો તમે કોની સેવા પામશો ? તમારી પાછળની પ્રજા શી રીતે શીખશે કે તમે સેવા કરવા લાયક છો. છોકરાઓ બધું જોતા હોય છે. એ જુએ કે આપણા ફાધરે જ કોઈ દહાડો એમના બાપની સેવા કરી નથી ને ! પછી સંસ્કાર તો ના જ પડે ને ! પ્રશ્નકર્તા: મારું કહેવાનું એમ હતું કે પુત્રની પિતા પ્રત્યે ફરજ શું છે ? દાદાશ્રી : છોકરાઓએ પિતા પ્રત્યે ફરજ બજાવવી જોઈએ અને છોકરા જો ફરજ બજાવે ને તો છોકરાને ફાયદો શું મળે ? મા-બાપની જે

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25