Book Title: Seva Paropkar
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 18
________________ સેવા-પરોપકાર ૨૫ માટે ઈગો હોય ત્યારે એને રાક્ષસ કહેવામાં આવે. સારા કાર્ય માટે ઈગો હોય તો દેવ કહેવાય. ઈગો એટલે ઈગો. ઈગો એટલે ભટક ભટક કરવાનું અને ઈગો ખલાસ થઈ ગયો. એટલે અહીં જ મોક્ષ થઈ જાય. હું કોણ છું' જાણવું એ ધર્મ ! પ્રશ્નકર્તા ઃ દરેક જીવે શું કરવું જોઈએ, એનો ધર્મ શું? દાદાશ્રી : જે કરી રહ્યો છે એ એનો જ ધર્મ છે. પણ આપણે કહીએ છીએ કે મારો ધર્મ એટલું જ. જે આપણે ઈગોઈઝમ કરીએ છીએ, કે મેં કર્યું આ. એટલે આપણે હવે શું કરવું જોઈએ કે “હું કોણ છું એટલું જાણવું, એને માટે પ્રયત્ન કરવો, તો બધા પઝલ સોલ્વ થઈ જાય. પછી પઝલ ઊભું થાય નહીં અને પઝલ ઊભું ના થાય એટલે સ્વતંત્ર થવા માંડ્યું. લક્ષ્મી, એ તો બાય પ્રોડકશનમાં ! પ્રશ્નકર્તા કર્તવ્ય તો દરેક માણસનું, પછી વકીલ હોય કે ડૉકટર હોય, પણ કર્તવ્ય તો એવું જ હોય ને કે મનુષ્ય માત્રનું સારું કરવું? દાદાશ્રી : હા, પણ આ તો “સારું કરવું છે એવી ગાંઠ વાળ્યા વગર જ બસ કર્યા કરે છે, કોઈ ડિસીઝન લીધું નથી, કોઈ પણ હેતુ નક્કી કર્યા વગર એમ ને એમ ગાડી ચાલ્યા કરે છે. કયે ગામ જવું છે એનું ઠેકાણું નથી અને કયે ગામ ઉતરવાનું છે તેનું ય ઠેકાણું નથી, રસ્તામાં ક્યાં ચા-નાસ્તો કરવાનો છે તેનુંય ઠેકાણું નથી. બસ, દોડ દોડ કર્યા કરે છે. એટલે બધું ગૂંચાયું છે. હેતુ નક્કી કર્યા પછી બધું કાર્ય કરીએ. આપણે તો ખાલી હેતુ જ બદલવાનો છે, બીજું કશું કરવાનું નથી. પંપના એન્જનનો એક પટ્ટો આને આપે તો પાણી નીકળે અને આ બાજુ પટ્ટો આપો તો ડાંગરમાંથી ચોખા નીકળે. એટલે ખાલી પટ્ટો આપવામાં જ ફેર છે. હેતુ નક્કી કરવાનો છે અને એ હેતુ પછી આપણને લક્ષમાં રહેવો જોઈએ. બસ, બીજું કશું જ નથી. લક્ષ્મી લક્ષમાં રહેવી ના જોઈએ. સેવા-પરોપકાર પોતાની' સેવામાં સમાણા સર્વ ધર્મ ! બે પ્રકારના ધર્મ, ત્રીજા પ્રકારનો કોઈ ધર્મ હોતો નથી. જે ધર્મમાં જગતની સેવા છે, તે એક પ્રકારનો ધર્મ અને જ્યાં પોતાની (સ્વની-આત્માની) સેવા છે એ બીજા પ્રકારનો ધર્મ. પોતાની સેવાવાળા હોમ ડિપાર્ટમેન્ટમાં (આત્મ સ્વરૂપમાં) જાય અને આ જગતની સેવા કરે, એ એનો સંસારી લાભ મળે કે ભૌતિક મઝા કરે. અને જેમાં જગતની કોઈ પણ પ્રકારની સેવા સમાતી નથી, જ્યાં પોતાની સેવા સમાતી નથી એ બધું એક જાતના સામાજિક ભાષણો છે ! અને પોતાની જાતને ભયંકરપણે કેફ ચઢાવનારા છે. જગતની કંઈ પણ સેવા થતી હોય તો ત્યાં ધર્મ છે. જગતની સેવા ના થાય તો પોતાની સેવા કરો. જે પોતાની સેવા કરે છે એ જગતની સેવા કર્યા કરતાં ય વધારે છે. કારણ કે પોતાની સેવા કરનારો કોઈને ય દુઃખ ના દે ! પ્રશ્નકર્તા : પણ પોતાની સેવા કરવાનું સૂઝવું જોઈએ ને ! દાદાશ્રી : એ સૂઝવું સહેલું નથી. પ્રશ્નકર્તા : એ કેમ કરવું? દાદાશ્રી : એ તો પોતાની સેવા કરતા હોય એવા જ્ઞાની પુરુષને પૂછવું કે ‘સાહેબ, આપ પારકાંની સેવા કરો છો કે પોતાની ?” ત્યારે સાહેબ કહે છે કે અમે પોતાની કરીએ છીએ.” ત્યારે આપણે એમને કહીએ, ‘મને એવો રસ્તો દેખાડો !' પોતાની સેવા'તાં લક્ષણો ! પ્રશ્નકર્તા : પોતાની સેવાનાં લક્ષણો કયાં? દાદાશ્રી: ‘પોતાની સેવાનાં એટલે કોઈને દુઃખ ન દે એ પહેલામાં પહેલું લક્ષણ. એમાં બધી જ ચીજ આવી જાય. એમાં એ અબ્રહ્મચર્ય ય ના સેવે. અબ્રહ્મચર્ય સેવવું એટલે કોઈને દુઃખ દીધા બરોબર છે. અગર એમ માનો કે રાજીખુશીથી અબ્રહ્મચર્ય થયું હોય, તો કેટલાય જીવો મરી જાય છે !

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25