Book Title: Seva Paropkar
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 15
________________ ૨૦ સેવા-પરોપકાર સેવા કરે એ ફરજમાં આવેને ? દાદાશ્રી : હા. એનું ફળ પુણ્ય મળે, મોક્ષ ના મળે. પ્રશ્નકર્તા એનું શ્રેય સાક્ષાત્કારી પરમાત્માને સોંપી દે તોય મોક્ષ ના મળે ? દાદાશ્રી : એમ ફળ સોંપી દેવાય નહીંને કોઈથી. સેવા-પરોપકાર ૧૯ દાદાશ્રી : પણ આ સમાજસેવક છું, એનો અહંકાર ના આવવો જોઈએ. સારું કામ કરે ને તેનો અહંકાર આવે, તો પછી તમારા ઈષ્ટદેવ કે ભગવાનને જેને માનતા હોય, તેમને કહેવું કે હે ભગવાન, મારે અહંકાર નથી કરવો, તો ય થઈ જાય છે, તે માફ કરજો ! એટલું જ કરજો. થાય એટલું? પ્રશ્નકર્તા : થાય. દાદાશ્રી : એટલું કરજો ને ! સમાજસેવાનો અર્થ શો ? એ ઘણું ખરું “માય” તોડી નાખે છે. “માય’ (મારું) જો સંપૂર્ણ ખલાસ થઈ જાય તો પોતે પરમાત્મા છે ! એને પછી સુખ વર્ત જ ને ! સેવામાં અહંકાર ! પ્રશ્નકર્તા તો આ જગતને માટે આપણે કંઈ જ કરવાનું રહેતું પ્રશ્નકર્તા : માનસિક સમર્પણ કરીએ તો ? નથી? દાદાશ્રી : તમારે કરવાનું હતું જ નહીં, આ તો અહંકાર ઊભો થયેલો છે. આ મનુષ્યો એકલા જ અહંકાર કરે છે કર્તાપણાનો. પ્રશ્નકર્તા: આ બેન ડૉક્ટર છે. એક ગરીબ ‘પેશન્ટ’ આવ્યો, તેના તરફ અનુકંપા થાય છે, સારવાર કરે છે. આપના કહેવા પ્રમાણે તો પછી અનુકંપા કરવાનો કોઈ સવાલ જ નથી રહેતોને ? દાદાશ્રી : એ અનુકંપા પણ કુદરતી છે, પણ પાછો અહંકાર કરે છે, મેં કેવી અનુકંપા કરી !' અહંકાર ના કરે તો કોઈ વાંધો નથી. પણ અહંકાર કર્યા વગર રહે નહીં ને ! સેવામાં સમર્પણતા ! દાદાશ્રી : એ સમર્પણ કરે તો કોઈ ફળ લે નહીં ને કોઈ આપે ય નહીં. એ તો ખાલી વાતો જ છે. સાચો ધર્મ તો ‘જ્ઞાની પુરુષ' આત્મા આપી દે ત્યારથી જ એની મેળે ચાલ્યા કરે અને વ્યવહાર ધર્મ તો આપણે કરવો પડે, શીખવો પડે. ભૌતિક સમૃદ્ધિ, બાય પ્રોડકશનમાં ! પ્રશ્નકર્તા : ભૌતિક સમૃદ્ધિ મેળવવાની ઈચ્છા-પ્રયત્ન, આધ્યાત્મિક વિકાસમાં બાધક કરે ખરી કે ? અને બાધક કરે તો કઈ રીતે ને ના બાધક કરે તો કઈ રીતે ? દાદાશ્રી : ભૌતિક સમૃદ્ધિ મેળવવી હોય તો આપણે આ દિશામાં જવાનું, આધ્યાત્મિક સમૃદ્ધિ મેળવવી હોય તો આ બીજી દિશામાં જવાનું. એટલે આપણે આમ જવાનું તેને બદલે આપણે આમ બીજી દિશામાં જઈએ તો બાધક ખરું કે નહીં ? પ્રશ્નકર્તા: હા, એ બાધક કહેવાય ! દાદાશ્રી : એટલે સંપૂર્ણ બાધક છે. આધ્યાત્મિક આ દિશા હોય તો ભૌતિક સામી દિશા છે. પ્રશ્નકર્તા: પણ ભૌતિક સમૃદ્ધિ વગર ચાલે કેવી રીતે ? પ્રશ્નકર્તા : આ જગતની સેવામાં પરમાત્માની સેવાનો ભાવ લઈને

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25