Book Title: Saptabhangi
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Jaindharma_no_Pran_002157.pdf

View full book text
Previous | Next

Page 3
________________ ૨૨૪ જૈનધર્મને ” પ્રાણ અનેક ધર્મો એક વસ્તુમાં છે એમ કહી જ ન શકાય. તેથી વિરોધપરિહાર તરફ જ સપ્તભંગીની દષ્ટિ પહેલવહેલી જાય છે. તે નક્કી કરે છે કે આત્મા નિત્ય છે, પણ સર્વ દૃષ્ટિએ નહિ; માત્ર મૂળ તત્વની દૃષ્ટિએ તે નિત્ય છે, કારણ કે જ્યારે પણ તે તત્ત્વ ન હતું અને પછી ઉત્પન્ન થયું એમ નથી, તેમ જ ક્યારેક એ તવ મૂળમાંથી જ નાશ પામશે એમ પણ નથી. તેથી તસ્વરૂપે એ અનાદિનિધન છે અને તે જ તેનું નિયંત્વ છે. આમ છતાં તે અનિત્ય પણ છે, પરંતુ એનું અનિત્યત્વ તત્ત્વદષ્ટિએ ન હતાં માત્ર અવસ્થાની દૃષ્ટિએ છે. અવસ્થાઓ તે પ્રતિસમયે નિમિત્તાનુસાર બદલાતી જ રહે છે. જેમાં કાંઈ ને કાંઈ રૂપાંતર થતું ન હોય, જેમાં આંતરિક કે બાહ્ય નિમિત્ત પ્રમાણે સૂક્ષ્મ કે સ્થૂળ અવસ્થાભેદ સતત ચાલુ ન હોય એવા તત્ત્વની કલ્પના જ નથી થઈ શકતી. તેથી અવસ્થાભેદ માનવો પડે છે અને એ જ અનિત્યત્વ છે. આ રીતે આત્મા તત્ત્વરૂપે (સામાન્ય રૂપે) નિત્ય છતાં, અવસ્થારૂપે (વિશેષ રૂપે) અનિત્ય પણ છે. નિત્ય અને અનિત્યત્વ બને એક જ સ્વરૂપે એક વસ્તુમાં માનતાં વિરોધ આવે; જેમ કે, તત્ત્વરૂપે જ આત્મા નિત્ય છે એમ માનનાર તે જ રૂપે અનિત્ય પણ માને છે. એ જ પ્રમાણે આત્મા નિત્ય, અનિત્ય આદિ શબ્દ દ્વારા તે તે રૂપે પ્રતિપાઘ છતાં સમગ્ર રૂપે કોઈ પણ એક શબ્દથી કહી શકાય નહિ માટે તે અસમગ્ર રૂપે શબ્દને વિષય થાય છે; છતાં સમગ્ર રૂપે એવા કોઈ શબ્દને વિષય નથી થઈ શકતે, માટે અવક્તવ્ય પણ છે. આ રીતે એક નિત્યસ્વધર્મને અવલંબી આત્માના વિષયમાં નિત્ય, અનિત્ય અને અવકતવ્ય એવા ત્રણ પક્ષે–ભેગો વાજબી ઠરે છે. એ જ પ્રમાણે એકત્વ, સત્વ, ભિન્નત્વ, અભિલાખ આદિ સર્વસાધારણ ધર્મો લઈ કઈ પણ વસ્તુ વિશે એવા ત્રણ ભંગ બને, અને તે ઉપરથી સાત બને. ચેતનવ, ઘટવ આદિ અસાધારણ ધર્મોને લઈને પણ સપ્તભંગી ઘટાવી શકાય. એક વસ્તુમાં વ્યાપક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7