Book Title: Saptabhangi
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Jaindharma_no_Pran_002157.pdf

View full book text
Previous | Next

Page 1
________________ ૧૫ સપ્તભંગી સપ્તભંગી અને એને આધાર ભિન્ન ભિન્ન અપેક્ષાઓ, દૃષ્ટિબિંદુઓ અને મનવૃત્તિઓથી એક જ વસ્તુના જે ભિન્ન ભિન્ન દર્શન ફલિત થાય છે, એને જ આધારે ભંગવાદની રચના થાય છે. જે બે દર્શનના વિષય બરાબર એકબીજાથી સાવ વિરોધી હોય, એવાં દર્શને વચ્ચે સમન્વય બતાવવાની દષ્ટિએ, એના વિષયરૂપ ભાવાત્મક અને અભાવાત્મક બને અંશેને લઈને, એના આધારે જે સંભવિત વાર્થભંગે રચવામાં આવે છે, એ જ સપ્તભંગી છે. સપ્તભંગને આધાર નયવાદ છે, અને એનું ધ્યેય સમન્વય છે, અર્થાત અનેકાંતકેદીનું વ્યાપક દર્શન કરાવવું એ છે. જેવી રીતે કઈ પણ પ્રમાણુથી જાણેલ પદાર્થને બીજાને બેધ કરાવવા માટે પરાર્થઅનુમાન અર્થાત્ અનુમાનવાજ્યની રચના કરવામાં આવે છે, એવી જ રીતે વિરુદ્ધ અંશેને સમન્વય શ્રોતાને સમજાવવાની દૃષ્ટિએ ભંગ-વાક્યની રચના પણ કરવામાં આવે છે. આ રીતે નયવાદ અને ભગવાદ અનેકાંતદષ્ટિના ક્ષેત્રમાં આપોઆપ ફલિત થઈ જાય છે. [દઔચિંખ ૨, ૫૦ ૧૭૨] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7