Book Title: Saptabhangi
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Jaindharma_no_Pran_002157.pdf

View full book text
Previous | Next

Page 2
________________ સપ્તભંગી ૨૨૨ સાત ભશે અને એનું મૂળ (૧) ભંગ એટલે વસ્તુનું સ્વરૂપ દર્શાવનાર વચનના પ્રકાર અર્થાત વાક્યરચના. (૨) એ સાત કહેવાય છે, છતાં મૂળ તે ત્રણ [ (૧) સ્વાદ અસ્તિ, (૨) સ્યાદ્ નાસ્તિ અને (૩) સ્વાદ અવક્તવ્ય]જ છે. બાકીના ચાર (૧) સ્યાદ્ અસ્તિ-નાસ્તિ, (૨) સ્યાદ્ અસ્તિ-અવક્તવ્ય, (૩) ચા નાસ્તિ-અવક્તવ્ય અને (૪) સ્વાદ અસ્તિ-નાસ્તિ-અવક્તવ્ય] એ ત્રણ મૂળ અંગેના પારસ્પરિક વિવિધ સંયોજનથી થાય છે. (૩) કોઈ પણ એક વસ્તુ વિશે કે એક જ ધર્મ પરત્વે ભિન્ન ભિન્ન વિચારકેની માન્યતામાં ભેદ દેખાય છે. એ ભેદ વિધરૂપ છે કે નહિ અને જે ન હોય તે દેખાતા વિરોધમાં અવિરોધ કેવી રીતે ઘટાવે? અથવા એમ કહે કે અમુક વિવક્ષિત વસ્તુ પરત્વે જ્યારે ધર્મવિષયક દૃષ્ટિભેદે દેખાતા હોય ત્યારે એવા ભેદનો પ્રમાણપૂર્વક સમન્વય કરે, અને તેમ કરી બધી સાચી દૃષ્ટિઓને તેના ય સ્થાનમાં ગઠવી ન્યાય આપવો એ ભાવનામાં સપ્તભંગીનું મૂળ છે. સપ્તભંગીનું કાર્ય : વિરોધને પરિહાર દાખલા તરીકે એક આમદ્રવ્યની બાબતમાં તેના નિયત્વ વિશે દૃષ્ટિભેદ છે. કેઈ આત્માને નિત્ય માને છે તે કોઈ નિત્ય માનવા ના પાડે છે. કોઈ વળી એમ કહે છે કે એ તત્વ જ વચન-અગોચર છે. આ રીતે આત્મતત્વની બાબતમાં ત્રણ પક્ષ પ્રસિદ્ધ છે. તેથી વિચારવું એ પ્રાપ્ત થાય છે કે શું તે નિત્ય જ છે અને અનિયત્વ તેમાં પ્રમાણબાધિત છે? અથવા શું તે અનિત્ય જ છે અને નિત્યત્વ એમાં પ્રમાણબાધિત છે? અથવા તેને નિત્ય કે અનિત્ય રૂપે ન કહેતાં અવક્તવ્ય જ કહેવું એ યોગ્ય છે? આ ત્રણ વિકલ્પોની પરીક્ષા કરતાં ત્રણે સાચા હોય તે એમને વિરોધ દૂર કરે જ જોઈએ. જ્યાં સુધી વિરોધ ઊભો રહે ત્યાં સુધી પરસ્પર વિરુદ્ધ Jain Education International For Private & Personal Use Only WWW.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7