Book Title: Saptabhangi
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Jaindharma_no_Pran_002157.pdf

View full book text
Previous | Next

Page 5
________________ જૈનધર્મને પ્રાણ ધર્મ સમન્વય” છે, તે આનું જ એક રૂપ છે. શંકર પોતે વસ્તુને વર્ણવે છે, છતાં અનિર્વચનીય કહે છે. ૬. પ્રમાણથી બાધિત ન હોય એવું બધું જ સંઘરી લેવાનો આની પાછળ ઉદ્દેશ છે–પછી ભલે તે વિરુદ્ધ મનાતું હોય. [અચિં૦ ભાગ ૨, પૃ ૧૦૬૨-૧૦૬૪] મહત્વના ચાર ભેગેને અન્યત્ર મળતા નિર્દેશ સપ્તભંગના સાત ભંગોમાં શરૂઆતના ચાર જ મહત્વના છે, કેમ કે વેદ, ઉપનિષદ વગેરે ગ્રંથમાં તથા “દીધનિકાયના બ્રહ્મજાલ સૂત્રમાં આવા ચાર વિકલ્પને છૂટોછવાય કે એકસાથે નિર્દેશ મળી આવે છે. સાત ભંગમાં જે છેલ્લા ત્રણ ભંગ છે, એનો નિર્દેશ કાઈના પક્ષરૂપે–મંતવ્યરૂપે ક્યાંય જોવામાં નથી આવ્યો. તેથી શરૂઆતના ચાર ભંગ જ પિતાની અતિહાસિક ભૂમિકા ધરાવે છે, એમ નક્કી થાય છે. “અવક્તવ્ય” અર્થ અંગે કેટલીક વિચારણા શરૂઆતના ચાર ભંગમાં એક અવક્તવ્ય” નામનો ભંગ પણ છે. એનો અર્થ સંબંધમાં કંઈક વિચાર કરવા જેવું છે. આગમયુગના પ્રારંભથી “અવક્તવ્ય” ભંગનો અર્થ એ કરવામાં આવે છે કે સત-અસત્ કે નિત્ય-અનિત્ય વગેરે બે અંશોનું એકસાથે પ્રતિપાદન કરી શકે એવો કોઈ શબ્દ નથી, એટલા માટે આવું પ્રતિપાદન કરવાની ઈચ્છા થઈ આવતાં વસ્તુ “ અવક્તવ્ય” છે. પરંતુ અવકાવ્ય શબ્દને ઇતિહાસ જોતાં કહેવું પડે છે કે એની બીજી અને અતિહાસિક વ્યાખ્યા પ્રાચીન શાસ્ત્રોમાં છે. ૧. આ સાત ભંગ આ પ્રમાણે છે : (1) સ્યાદ્ અસ્તિ, (૨) સ્વાદુ નાસ્તિ, (૩) સ્યાદ્ અતિ-નાસ્તિ, (૪) સ્યાદ્ અવક્તવ્ય, (૫) સ્યાદ્ અસ્તિઅવક્તવ્ય (૬) સ્વાદુ નાસ્તિ અવક્તવ્ય અને (૭) સ્યાદ્ અસ્તિ-નાસ્તિ-અવક્તવ્ય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7