Page #1
--------------------------------------------------------------------------
________________
૧૫
સપ્તભંગી
સપ્તભંગી અને એને આધાર
ભિન્ન ભિન્ન અપેક્ષાઓ, દૃષ્ટિબિંદુઓ અને મનવૃત્તિઓથી એક જ વસ્તુના જે ભિન્ન ભિન્ન દર્શન ફલિત થાય છે, એને જ આધારે ભંગવાદની રચના થાય છે. જે બે દર્શનના વિષય બરાબર એકબીજાથી સાવ વિરોધી હોય, એવાં દર્શને વચ્ચે સમન્વય બતાવવાની દષ્ટિએ, એના વિષયરૂપ ભાવાત્મક અને અભાવાત્મક બને અંશેને લઈને, એના આધારે જે સંભવિત વાર્થભંગે રચવામાં આવે છે, એ જ સપ્તભંગી છે. સપ્તભંગને આધાર નયવાદ છે, અને એનું ધ્યેય સમન્વય છે, અર્થાત અનેકાંતકેદીનું વ્યાપક દર્શન કરાવવું એ છે. જેવી રીતે કઈ પણ પ્રમાણુથી જાણેલ પદાર્થને બીજાને બેધ કરાવવા માટે પરાર્થઅનુમાન અર્થાત્ અનુમાનવાજ્યની રચના કરવામાં આવે છે, એવી જ રીતે વિરુદ્ધ અંશેને સમન્વય શ્રોતાને સમજાવવાની દૃષ્ટિએ ભંગ-વાક્યની રચના પણ કરવામાં આવે છે. આ રીતે નયવાદ અને ભગવાદ અનેકાંતદષ્ટિના ક્ષેત્રમાં આપોઆપ ફલિત થઈ જાય છે.
[દઔચિંખ ૨, ૫૦ ૧૭૨]
Page #2
--------------------------------------------------------------------------
________________
સપ્તભંગી
૨૨૨
સાત ભશે અને એનું મૂળ
(૧) ભંગ એટલે વસ્તુનું સ્વરૂપ દર્શાવનાર વચનના પ્રકાર અર્થાત વાક્યરચના.
(૨) એ સાત કહેવાય છે, છતાં મૂળ તે ત્રણ [ (૧) સ્વાદ અસ્તિ, (૨) સ્યાદ્ નાસ્તિ અને (૩) સ્વાદ અવક્તવ્ય]જ છે. બાકીના ચાર (૧) સ્યાદ્ અસ્તિ-નાસ્તિ, (૨) સ્યાદ્ અસ્તિ-અવક્તવ્ય, (૩) ચા નાસ્તિ-અવક્તવ્ય અને (૪) સ્વાદ અસ્તિ-નાસ્તિ-અવક્તવ્ય] એ ત્રણ મૂળ અંગેના પારસ્પરિક વિવિધ સંયોજનથી થાય છે.
(૩) કોઈ પણ એક વસ્તુ વિશે કે એક જ ધર્મ પરત્વે ભિન્ન ભિન્ન વિચારકેની માન્યતામાં ભેદ દેખાય છે. એ ભેદ વિધરૂપ છે કે નહિ અને જે ન હોય તે દેખાતા વિરોધમાં અવિરોધ કેવી રીતે ઘટાવે? અથવા એમ કહે કે અમુક વિવક્ષિત વસ્તુ પરત્વે જ્યારે ધર્મવિષયક દૃષ્ટિભેદે દેખાતા હોય ત્યારે એવા ભેદનો પ્રમાણપૂર્વક સમન્વય કરે, અને તેમ કરી બધી સાચી દૃષ્ટિઓને તેના ય સ્થાનમાં ગઠવી ન્યાય આપવો એ ભાવનામાં સપ્તભંગીનું મૂળ છે. સપ્તભંગીનું કાર્ય : વિરોધને પરિહાર
દાખલા તરીકે એક આમદ્રવ્યની બાબતમાં તેના નિયત્વ વિશે દૃષ્ટિભેદ છે. કેઈ આત્માને નિત્ય માને છે તે કોઈ નિત્ય માનવા ના પાડે છે. કોઈ વળી એમ કહે છે કે એ તત્વ જ વચન-અગોચર છે. આ રીતે આત્મતત્વની બાબતમાં ત્રણ પક્ષ પ્રસિદ્ધ છે. તેથી વિચારવું એ પ્રાપ્ત થાય છે કે શું તે નિત્ય જ છે અને અનિયત્વ તેમાં પ્રમાણબાધિત છે? અથવા શું તે અનિત્ય જ છે અને નિત્યત્વ એમાં પ્રમાણબાધિત છે? અથવા તેને નિત્ય કે અનિત્ય રૂપે ન કહેતાં અવક્તવ્ય જ કહેવું એ યોગ્ય છે? આ ત્રણ વિકલ્પોની પરીક્ષા કરતાં ત્રણે સાચા હોય તે એમને વિરોધ દૂર કરે જ જોઈએ. જ્યાં સુધી વિરોધ ઊભો રહે ત્યાં સુધી પરસ્પર વિરુદ્ધ
WWW.jainelibrary.org
Page #3
--------------------------------------------------------------------------
________________
૨૨૪
જૈનધર્મને ” પ્રાણ અનેક ધર્મો એક વસ્તુમાં છે એમ કહી જ ન શકાય. તેથી વિરોધપરિહાર તરફ જ સપ્તભંગીની દષ્ટિ પહેલવહેલી જાય છે. તે નક્કી કરે છે કે આત્મા નિત્ય છે, પણ સર્વ દૃષ્ટિએ નહિ; માત્ર મૂળ તત્વની દૃષ્ટિએ તે નિત્ય છે, કારણ કે જ્યારે પણ તે તત્ત્વ ન હતું અને પછી ઉત્પન્ન થયું એમ નથી, તેમ જ ક્યારેક એ તવ મૂળમાંથી જ નાશ પામશે એમ પણ નથી. તેથી તસ્વરૂપે એ અનાદિનિધન છે અને તે જ તેનું નિયંત્વ છે. આમ છતાં તે અનિત્ય પણ છે, પરંતુ એનું અનિત્યત્વ તત્ત્વદષ્ટિએ ન હતાં માત્ર અવસ્થાની દૃષ્ટિએ છે. અવસ્થાઓ તે પ્રતિસમયે નિમિત્તાનુસાર બદલાતી જ રહે છે. જેમાં કાંઈ ને કાંઈ રૂપાંતર થતું ન હોય, જેમાં આંતરિક કે બાહ્ય નિમિત્ત પ્રમાણે સૂક્ષ્મ કે સ્થૂળ અવસ્થાભેદ સતત ચાલુ ન હોય એવા તત્ત્વની કલ્પના જ નથી થઈ શકતી. તેથી અવસ્થાભેદ માનવો પડે છે અને
એ જ અનિત્યત્વ છે. આ રીતે આત્મા તત્ત્વરૂપે (સામાન્ય રૂપે) નિત્ય છતાં, અવસ્થારૂપે (વિશેષ રૂપે) અનિત્ય પણ છે. નિત્ય અને અનિત્યત્વ બને એક જ સ્વરૂપે એક વસ્તુમાં માનતાં વિરોધ આવે; જેમ કે, તત્ત્વરૂપે જ આત્મા નિત્ય છે એમ માનનાર તે જ રૂપે અનિત્ય પણ માને છે. એ જ પ્રમાણે આત્મા નિત્ય, અનિત્ય આદિ શબ્દ દ્વારા તે તે રૂપે પ્રતિપાઘ છતાં સમગ્ર રૂપે કોઈ પણ એક શબ્દથી કહી શકાય નહિ માટે તે અસમગ્ર રૂપે શબ્દને વિષય થાય છે; છતાં સમગ્ર રૂપે એવા કોઈ શબ્દને વિષય નથી થઈ શકતે, માટે અવક્તવ્ય પણ છે. આ રીતે એક નિત્યસ્વધર્મને અવલંબી આત્માના વિષયમાં નિત્ય, અનિત્ય અને અવકતવ્ય એવા ત્રણ પક્ષે–ભેગો વાજબી ઠરે છે.
એ જ પ્રમાણે એકત્વ, સત્વ, ભિન્નત્વ, અભિલાખ આદિ સર્વસાધારણ ધર્મો લઈ કઈ પણ વસ્તુ વિશે એવા ત્રણ ભંગ બને, અને તે ઉપરથી સાત બને. ચેતનવ, ઘટવ આદિ અસાધારણ ધર્મોને લઈને પણ સપ્તભંગી ઘટાવી શકાય. એક વસ્તુમાં વ્યાપક
Page #4
--------------------------------------------------------------------------
________________
સપ્તભંગી
૨૨૫
ત
કે અવ્યાપક જેટજેટલા ધર્મો હોય તે દરેકને લઈ તેની બીજી બાજુ વિચારી સંપ્તભંગ ઘટાવી શકાય.
પ્રાચીન કાળમાં આત્મા, શબ્દ આદિ પદાર્થોમાં નિત્યત્વ-અનિત્યત્વ, સત્ય-અસત્વ, એકત્વ બહુત્વ, વ્યાપકત્વ-અવ્યાપકત્વ આદિની બાબતમાં પરસ્પર તદન વિરોધી વાદે ચાલતા. એ વાદોને સમન્વય કરવાની વૃત્તિમાંથી ભંગકહપના આવી. એ ભંગકલ્પનાએ પણ પાછું સાંપ્રદાયિક વાદનું રૂપ ધારણ કર્યું અને સપ્તભંગીમાં પરિણમન થયું.
સાતથી વધારે ભેગે સંભવતા નથી, માટે જ સાતની સંખ્યા કહી છે. મૂળ ત્રણની વિવિધ સંજના કરો અને સાતમાં અંતર્ભાવ ન પામે એવો ભંગ ઉપજાવી શકે તે જૈન દર્શન સપ્તભંગિત્વનો આગ્રહ કરી જ ન શકે.
આનો ટૂંકમાં સાર નીચે પ્રમાણે --
૧. તત્કાલીન ચાલતા વિરોધી વાદોનું સમીકરણ કરવું, એ ભાવના સપ્તભંગીની પ્રેરક છે.
૨. તેમ કરી વસ્તુના સ્વરૂપની એકસાઈ કરવી અને યથાર્થ જ્ઞાન મેળવવું, એ એનું સાધ્ય છે.
૩. બુદ્ધિમાં ભાસતા કોઈ પણ ધર્મ પરત્વે મૂળમાં ત્રણ જ વિકલ્પો સંભવે છે અને ગમે તેટલા શાબ્દિક પરિવર્તનથી સંખ્યા વધારીએ તે સાત જ થઈ શકે.
૪જેટલા ધર્મે તેટલી જ સપ્તભંગી છે. આ વાદ અનેકાંતદષ્ટિનો વિચારવિષયક એક પુરાવે છે. આના દાખલાઓ, જે શબ્દ, આત્મા વગેરે આપ્યા છે, તેનું કારણ એ છે કે પ્રાચીન આર્ય વિચાર આત્માને વિચાર કરતા અને બહુ તે આગમપ્રામાણ્યની ચર્ચામાં શબ્દને લેતા.
૫. વેદિક આદિ દશમાં , ખાસ કરી વલ્લભદર્શનમાં, “સર્વ
Page #5
--------------------------------------------------------------------------
________________
જૈનધર્મને પ્રાણ ધર્મ સમન્વય” છે, તે આનું જ એક રૂપ છે. શંકર પોતે વસ્તુને વર્ણવે છે, છતાં અનિર્વચનીય કહે છે.
૬. પ્રમાણથી બાધિત ન હોય એવું બધું જ સંઘરી લેવાનો આની પાછળ ઉદ્દેશ છે–પછી ભલે તે વિરુદ્ધ મનાતું હોય.
[અચિં૦ ભાગ ૨, પૃ ૧૦૬૨-૧૦૬૪] મહત્વના ચાર ભેગેને અન્યત્ર મળતા નિર્દેશ
સપ્તભંગના સાત ભંગોમાં શરૂઆતના ચાર જ મહત્વના છે, કેમ કે વેદ, ઉપનિષદ વગેરે ગ્રંથમાં તથા “દીધનિકાયના બ્રહ્મજાલ સૂત્રમાં આવા ચાર વિકલ્પને છૂટોછવાય કે એકસાથે નિર્દેશ મળી આવે છે. સાત ભંગમાં જે છેલ્લા ત્રણ ભંગ છે, એનો નિર્દેશ કાઈના પક્ષરૂપે–મંતવ્યરૂપે ક્યાંય જોવામાં નથી આવ્યો. તેથી શરૂઆતના ચાર ભંગ જ પિતાની અતિહાસિક ભૂમિકા ધરાવે છે, એમ નક્કી થાય છે. “અવક્તવ્ય” અર્થ અંગે કેટલીક વિચારણા
શરૂઆતના ચાર ભંગમાં એક અવક્તવ્ય” નામનો ભંગ પણ છે. એનો અર્થ સંબંધમાં કંઈક વિચાર કરવા જેવું છે. આગમયુગના પ્રારંભથી “અવક્તવ્ય” ભંગનો અર્થ એ કરવામાં આવે છે કે સત-અસત્ કે નિત્ય-અનિત્ય વગેરે બે અંશોનું એકસાથે પ્રતિપાદન કરી શકે એવો કોઈ શબ્દ નથી, એટલા માટે આવું પ્રતિપાદન કરવાની ઈચ્છા થઈ આવતાં વસ્તુ “ અવક્તવ્ય” છે. પરંતુ અવકાવ્ય શબ્દને ઇતિહાસ જોતાં કહેવું પડે છે કે એની બીજી અને અતિહાસિક વ્યાખ્યા પ્રાચીન શાસ્ત્રોમાં છે.
૧. આ સાત ભંગ આ પ્રમાણે છે : (1) સ્યાદ્ અસ્તિ, (૨) સ્વાદુ નાસ્તિ, (૩) સ્યાદ્ અતિ-નાસ્તિ, (૪) સ્યાદ્ અવક્તવ્ય, (૫) સ્યાદ્ અસ્તિઅવક્તવ્ય (૬) સ્વાદુ નાસ્તિ અવક્તવ્ય અને (૭) સ્યાદ્ અસ્તિ-નાસ્તિ-અવક્તવ્ય.
Page #6
--------------------------------------------------------------------------
________________
સપ્તભંગી
૨૨૭ . ઉપનિષદમાં “પતો વારો નિવન્ત મારા મનમાં લ” ૧ એ ઉકિત દ્વારા બ્રહ્મના સ્વરૂપને અનિર્વચનીય અથવા વચનાગોચર કહ્યું છે, એ જ પ્રમાણે આચારાંગમાં પણ સાથે સા નિરૃતિ, તરય કુળી ન વિગ વગેરે દ્વારા આત્માના સ્વરૂપને વચનાગેચર કહ્યું છે. બુદ્ધ પણ અનેક વસ્તુઓને “અવ્યાકૃત ” શબ્દ દ્વારા વચનાગેચર કહી છે.
જૈન પરંપરામાં “અભિલાય* ભાવ પ્રસિદ્ધ છે, જે ક્યારેય વચનગેચર નથી થતા. હું માનું છું કે સપ્તભંગીમાં “અવક્તવ્યથી જે અર્થ લેવામાં આવે છે, તે જૂની વ્યાખ્યાનું વાદાશ્રિત અને તર્કગમ્ય બીજું રૂપ છે. સપ્તમી સંશયાત્મક જ્ઞાન નથી
સપ્તભંગીની વિચારણા પ્રસંગે એક વાતને નિર્દેશ કરે જરૂરી છે. શ્રી શંકરાચાર્યું “બ્રહ્મસૂત્ર” ૨-૨-૩૩ના ભાષ્યમાં સપ્તભંગીને સંશયાત્મક જ્ઞાન” તરીકે નિર્દેશ કર્યો છે. શ્રી રામાનુજાચાર્યું પણ એમનું જ અનુસરણ કર્યું છે. એ તો થઈ પ્રાચીન ખંડનમંડનપ્રધાન સાંપ્રદાયિક યુગની વાત; પણ જેમાં તુલનાત્મક અને વ્યાપક અધ્યયન કરવામાં આવે છે એવા નવા યુગના વિદ્વાનના આ સંબંધી વિચારો જાણવા જોઈએ. ડૉ. એ. બી. ધ્રુવ, જેઓ ભારતીય તેમ જ પાશ્ચાત્ય તત્વજ્ઞાનની બધી શાખાઓના પારદર્શી વિદ્વાન હતા—ખાસ કરીને શાંકર વેદાંતના વિશેષ પક્ષપાતી હતા–તેઓએ પિતાના “જૈન અને બ્રાહ્મણ, ભાષણમાં સ્પષ્ટ કહ્યું છે કે સપ્તભંગી એ કંઈ સંશયજ્ઞાન નથી; એ તે સત્યનાં જુદા જુદા પ્રકારનાં સ્વરૂપનું નિદર્શન
૧. તૈત્તિરીચ ઉપનિષદ -૪. ૨. આચારાંગ સૂત્ર ૧૭૦. ૩. મઝિમનિકાય સુર ૬૩. ૪. વિશેષાવશ્યકભાખ્યા ૧૪૧, ૪૮૮. ૫. આપણે ધર્મ પૃ૦ ૬૭૩.
Page #7
--------------------------------------------------------------------------
________________ 228 જૈન ધર્મના પ્રાણ કરાવતી એક વિચારસરણી છે. શ્રી નર્મદાશંકર મહેતા, જેઓ ભારતીય સમગ્ર તત્ત્વજ્ઞાનની પરંપરાઓ અને ખાસ કરીને વેદ-વેદાંતની પરં, પરાઓના અસાધારણ મૌલિક વિદ્વાન હતા, અને જેઓએ “હિંદ તત્ત્વજ્ઞાનને ઇતિહાસ વગેરે અનેક અભ્યાસ પૂર્ણ પુસ્તક લખ્યાં છે, તેઓએ પણ (પૃ. 213-219) સપ્તભંગીનું નિરૂપણ બિલકુલ અસાંપ્રદાયિક દષ્ટિએ કર્યું છે, જે વાંચવા જેવું છે. સર સર્વપલ્લી રાધાકૃષ્ણન, ડે. દાસગુપ્તા વગેરે તત્વચિંતકેએ પણ સપ્તભંગીનું નિરૂપણું જૈન દષ્ટિબિંદુને બરાબર સમજીને જ કર્યું છે. [દઔચિં , ખંડ 2, 50 503-54] 1. ઇન્ડિયન ફિલોસોફી . 1, પૃ. 302. 2. એ હિસ્ટરી ઓફ ઈન્ડિયન ફિલોસેકી વ. 1, 50 179.