Book Title: Sanyamni Sahachari Gochri
Author(s): Ramanlal C Shah
Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf

View full book text
Previous | Next

Page 4
________________ જિનતત્ત્વ જૈન સાધુઓ કોઈના ઘરે જઈને ભોજ લેતા નથી કે સંઘના કોઈ રસોડે જઈ જમવા બેસતા નથી. પરંતુ પ્રત્યેક ટંકે જુદા જુદા ઘરે જઈ આહાર વહોરી લાવી, પોતાના સ્થાનમાં આવી, કોઈ ગૃહસ્થ ન દેખે તેવી રીતે આહાર વાપરે છે. આહાર મેળવવાની તેમની પદ્ધતિને ‘ગોચરી’ કહેવામાં આવે છે, કારણ કે ગાય જેમ એક જ જગ્યાએથી ઉપરઉપરથી થોડું થોડું ઘાસ ખાય છે, તેવી રીતે સાધુઓ કોઈને પણ બોજો ન પડે તે રીતે જુદી જુદી જગ્યાએથી થોડું થોડું લાવીને પોતાનો આહાર કરી લે છે. ‘ગોચરી’ની જેમ ‘માધુકરી’ શબ્દ પણ વપરાય છે. ‘દશવૈકાલિકસૂત્ર'માં લખ્યું છે કે જેવી રીતે ભ્રમર પુષ્પને જરા પણ ઈજા પહોંચાડ્યા વગર કે પીડા કર્યા વગર રસ ચૂસે છે તેવી રીતે સાધુએ દાતાને જરા પણ કષ્ટ ન પડે તે રીતે આહાર ગ્રહણ કરવો જોઈએ. આ પ્રકારની સાધુની ચર્ચાને ‘એષણાસમિતિ' કહેવામાં આવે છે. જુઓ : जहा दुमस्स पुष्फेसु भमरो आवियइ रसं । णय पुष्फे किलामेइ सो य पीणेइ अप्पयं । । एमेए समणा मुत्ता जे लोप संति साहुणो । विहंगमा व पुप्फेसु दाणभत्तेसणेरया ।। ફ એષણાસમિતિની વ્યાખ્યા આપતાં કહેવાયું છે ઃ કૃત, કારિત અને સમર્થન રહિત તથા પ્રાસુક, પ્રશસ્ત અને બીજા દ્વારા અપાયેલો આહાર સાધુએ સમભાવપૂર્વક ગ્રહણ કરવો એ એષણામિતિ છે. સાધુએ અપ્રાક્રુક (સચિત્ત), ક્રીત (પોતાના માટે ખરીદાયેલો), ઔદેશિક (પોતાના માટે ખાસ બનાવાયેલો) અને આહત (સાધુ માટે સામેથી લવાયેલો) આહાર ગ્રહણ ન કરવો જોઈએ. ભૂલથી ગ્રહણ થઈ ગયો હોય તો તેનો ઉપયોગ ન કરવો જોઈએ. ભૂલથી ઉપયોગ થઈ ગયો તો તે માટે પ્રાયશ્ચિત્ત લઈ લેવું જોઈએ. નિઃસ્વાર્થબુદ્ધિથી, કોઈ પણ પ્રકારના લોભ કે લાલચના પ્રયોજન વગર ભિક્ષા વગેરેનું દાન જે આપે છે તેને ‘મુધાદાયી’ કહેવામાં આવે છે. તેવી જ રીતે કોઈ પણ પ્રકારના લોભ કે લાલચના પ્રયોજન વગર માત્ર પોતાના સાધુજીવનના નિર્વાહ અર્થે જે ભિક્ષાન્ન ગ્રહણ કરે છે તેને ‘મુધાજીવી’ કહેવામાં આવે છે. સાચા ‘મુધાદાયી’ અને સાચા ‘મુધાજીવી' બન્ને દુર્લભ મનાય છે. એવા દુર્લભ જીવો જલદી સુતિ પામે છે. કહ્યું છે : Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7