Book Title: Sanyamni Sahachari Gochri
Author(s): Ramanlal C Shah
Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf

View full book text
Previous | Next

Page 7
________________ સંયમની સાહચરી ગોચરી જૈન સાધુઓની આહાર મેળવવાની આ કડક પરંપરા દુનિયાના બીજા કોઈ પણ ધર્મમાં જોવા મળતી નથી. સૂર્યોદય પહેલાં કે સૂર્યાસ્ત પછી જૈન સાધુઓ આહાર તો નહિ જ, ઉપરાંત પાણી પણ પીતા નથી. તેઓ ભિક્ષા વધેલું ભોજન બીજા ટંક માટે રાખવાની તેમને છૂટ હોતી નથી, બલ્ક પોતાની જરૂરિયાત કરતા હંમેશાં થોડું ઓછું જ વહોરી લાવે છે, જેથી અન્ન ફેંકી દેવાનો દોષ ન લાગે. ગોચરી વહોરતી વખતે પણ જૈન સાધુઓએ વિશુદ્ધ, યોગ્ય (સૂઝતો) આહાર મેળવવા માટે ઘણી જ કાળજી રાખવી પડે છે. આચારાંગસૂત્ર', “કલ્પસૂત્ર' અને બીજા ગ્રંથોમાં ગોચરીના ઘણા બધા કડક નિયમો દર્શાવવામાં આવ્યા છે. અલબત્ત કેટલાક નિયમો વર્તમાન સમયમાં કેટલાક સાધુઓ બરાબર પાળતા ન હોય તો તે જુદી વાત છે, પરંતુ એકંદરે તો ગોચરીની પ્રથા અખંડિત જળવાઈ રહી છે. આ પ્રથાને કારણે જ જૈન સાધુ-સાધ્વીઓનું ત્યાગમય જીવન હંમેશાં આદરને પાત્ર રહ્યું છે. એટલા માટે હજારો જૈન સાધુ-સાધ્વીઓના નિર્વાહની જવાબદારી જૈન સમાજ પ્રાચીન સમયથી બહુમાનપૂર્વક આનંદથી ઉઠાવતો રહ્યો છે. એટલા માટે જૈન ગૃહસ્થોને સાધુ-સાધ્વીનાં માતા-પિતા તરીકે ઓળખવામાં આવે છે. માટે જ સાધુ- સાધ્વી પોતાને આંગણે ગોચરી વહોરવા આવે અને શ્રદ્ધાળુ જૈનો પોતાનું પરમ સદ્ભાગ્ય સમજે છે. સુપાત્રદાન એ કર્મની નિર્જરાનું મોટું નિમિત્ત બને છે કે પુણ્યના બંધનું કારણ બને છે. સાધુ-સાધ્વીઓ માટે સંયમની સહચરી જેવી ગોચરીનો આટલો બધો મહિમા છે ! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 5 6 7