Book Title: Sanyamni Sahachari Gochri Author(s): Ramanlal C Shah Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf View full book textPage 1
________________ સંયમની સહચરી ગોચરી ભગવાન મહાવીરના નિર્વાણને ૨૫૦૦થી વધુ વર્ષ થઈ ગયાં. એમના જીવન અને સંદેશનો વિચાર કરીએ છીએ ત્યારે તીર્થંકર પરમાત્માની વાણી કેવી ત્રિકાલાબાધિત હોય છે તેની પ્રતીતિ થાય છે. કેવળજ્ઞાનની પ્રાપ્તિ પછી તીર્થંકર પરમાત્મા ચતુર્વિધ સંઘની સ્થાપના કરે છે. એ સંઘમાં ત્યાગી સાધુ-સાધ્વીઓના આચારના નિયમ એવા ચુસ્ત અને કડક હોય છે કે તેનું આજીવન સંપૂર્ણ પાલન કરવાનું બધાંને માટે સહેલું નથી. આમ છતાં અઢી હજાર વર્ષથી તીર્થંકર ભગવાન મહાવીરસ્વામીનું શાસન અખંડિત પરંપરાથી ચાલ્યા કરે છે એ આપણે નજરે જોઈ શકીએ છીએ. આજે પણ જૈન મુનિઓને પોતાનું પવિત્ર જીવન જીવતા અને એક સ્થળેથી બીજા સ્થળે વિહાર કરતા આપણે જોઈએ ત્યારે ભગવાન મહાવીર કેવી રીતે વિચરતા હશે તેની પ્રતીતિ આપણને થાય છે : દિગંબર સાધુઓએ જોતાં તેની સવિશેષ પ્રત્યક્ષ પ્રતીતિ થાય છે. દિવસમાં માત્ર એક જ વખત ઊભાં ઊભાં હાથમાં લઈને આહારપાણી કરી લેવાં અને પછી બીજા દિવસ સુધી અન્નનો દાણો કે પાણીનું ટીપું મોઢામાં ન મૂકવું, સખત શિયાળો હોય કે ભર ઉનાળો હોય, શરીર ઉપર એક પણ વસ્ત્ર ધારણ ન કરવું – એવી રીતે સમગ્ર જીવન વિતાવવું એ સરળ વાત નથી. દેહભાવ ઓછો થાય અને આત્મ-રમણતા વધવા લાગે તેને માટે જ આવું કપરું તપસ્વી જીવન શક્ય છે. - અઢી હજાર વર્ષથી સાધુ-સાધ્વીઓની પરંપરા પ્રતિકૂળ કે વિપરીત સંજોગોમાં પણ ટકી શકી તેનાં ઘણાં કારણોમાંનું એક કારણ તે તેઓની ગોચરી અને પાવિહારની આચારસંહિતા છે. રાગદ્વેષરહિત સંયમી જીવન માટે ભગવાને પ્રબોધેલી તે અનોખી પરંપરા છે. એક સ્થળેથી બીજે સ્થળે સતત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7