Book Title: Sanyamni Sahachari Gochri Author(s): Ramanlal C Shah Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf View full book textPage 5
________________ સંયમની સહચરી ગોચરી दुल्लहा उ मुहादाई, मुहाजीवी वि दुल्लहा । मुहादाई मुहाजीवी, दोवि गच्छंति सोग्गई ।। સાધુઓએ ગૃહસ્થના ઘરેથી આહાર ગ્રહણ કરતી વખતે ઘણો સૂક્ષ્મ વિચાર કરવો જોઈએ. આહાર બનાવવાની પૂર્વતૈયારીરૂપે હિંસાદિ જે દોષ થાય તેને “ઉગમદોષ' કહે છે. આહાર બનાવતી વખતે થતા દોષને “ઉત્પન્ન દોષ' કહેવામાં આવે છે, અને ભોજન કરતી વખતે જે દોષો થવાનો સંભવ હોય તેને “અશન દોષ' કહેવામાં આવે છે. જે આહારની બાબતમાં ઉદ્ગમ, ઉત્પાદન અને અશનના પ્રકારના સ્થૂળ-સૂક્ષ્મ હિંસાદિ બહુ દોષ રહેલા હોય તેવો આહાર ગૃહસ્થના ઘરેથી ગ્રહણ ન કરવો જોઈએ. એવા અભક્ષ્ય કે અગ્રાહ્ય ખાધ પદાર્થોની સવિસ્તર યાદી શાસ્ત્રગ્રંથોમાં આપવામાં આવી છે. જૈન સાધુઓએ શક્ય હોય ત્યાં સુધી દિવસમાં ફક્ત એક જ વાર આહાર લેવો જોઈએ. બીજી વાર આહાર લેવાની જરૂર પડે તો તે અત્યંત અલ્પ પ્રમાણમાં લેવો જોઈએ. તેઓએ બેતાલીસ પ્રકારના (માંડલીના પાંચ સહિત સુડતાલીસ પ્રકારના દોષથી રહિત એવો આહાર માત્ર દેહને ટકાવવા ખાતર જ લેવાનો હોય છે, સ્વાદેન્દ્રિયને સંતોષવા, કે દેહને બળવાન, હૃષ્ટપુષ્ટ બનાવવા માટે નહિ. શરીર કે મનમાં વિકારો જન્માવે એવો આહાર (વિગઈ) વર્ય ગણાયો છે. એથી જ તેઓ બ્રહ્મચર્યનું પાલન સારી રીતે કરી શકે છે અને સ્વાધ્યાય, ધ્યાન અને અન્ય ધાર્મિક ક્રિયાઓમાં ચિત્તને સારી રીતે પરોવી શકે છે. મિતાહારી, કૃશકાય સાધુ ધાર્મિક સંપ્રદાયની શોભારૂપ મનાય છે. એટલા માટે ગોચરીને સંયમની સહચરી તરીકે ઓળખાવવામાં આવે છે. - જૈન સાધુઓએ પોતાના આહારને માટે ગોચરી વહોરવા એવી રીતે જવું જોઈએ કે જેથી ગૃહસ્થોને તેમના પ્રત્યે અનાદરનો ભાવ થાય નહિ, પોતાના કે અન્ય ધર્મના બીજા સાધુઓ કે ભિક્ષુકોને દ્વેષ કે ઈર્ષ્યા થાય નહિ તથા પોતાના સંયમપૂર્ણ વ્યવહારને ગોચરી માટેના આવાગમનના કારણે દોષ લાગે નહિ, ગૃહસ્થોના ઘરે એમનું ભોજન પતી ગયા પછી જો સાધુ આહાર લેવા જાય તો વધેલા આહારમાંથી ગોચરી વહોરાવતાં ગૃહસ્થોને સંકોચ થાય નહિ; એમને માથે બોજો પડે નહિ; એમનું મન પ્રસન્ન અને આદરયુક્ત રહે. જ્યાં જમણવાર (સંખડી) હોય ત્યાં સાધુએ ગોચરી વહોરવા ન જવું જોઈએ, કારણ કે ત્યાંનો આહાર ભારે સ્વાદિષ્ટ અને રસેન્દ્રિયને સતેજ કરે તેવો, મનમાં વિકારો જન્માવે તેવો હોય છે. વળી ત્યાં ગિરદી, પડાપડી કે ધસારો બહુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 3 4 5 6 7