Book Title: Sanyamni Sahachari Gochri Author(s): Ramanlal C Shah Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf View full book textPage 3
________________ સંયમની સહચરી ગોચરી આજીવિકા માટે શું બધાંએ જ ઉદ્યમ કરવાની જરૂર છે? જો થોડાં માણસો વધુ ઉદ્યમ કરે તો બીજાં થોડાં માણસોને ઘણી રાહત રહે. બાળકો, વૃદ્ધો, અશક્ત અને માંદાઓ, કેટલેક અંશે સ્ત્રીઓ પણ આજીવિકા માટે ઉદ્યમ કરતાં નથી. કુટુંબના અન્ય સભ્યો પ્રેમ કે ફરજ રૂપે તેમની દેખભાળ રાખે છે. બદલામાં તેઓ કુટુંબ માટે યથાશક્તિ અન્ય કામો કરે છે. જે વ્યક્તિ પ્રત્યે આદર કે પૂજ્યભાવ હોય તેવી વ્યક્તિને જમાડતાં આપણને આનંદ થાય છે. સાધુ-સંતોના આહારની જવાબદારી એટલા માટે જ સમાજ સહર્ષ ઉપાડ લે છે. જે પવિત્ર આત્મા પરહિતાર્થે જીવન સમર્પિત કરી દે છે તેના નિભાવની જવાબદારી ઉપાડી લેવી એ સમાજનું પરમ કર્તવ્ય બને છે. સાધુસંતો મફતનું ખાઈને, સમાજના પૈસાઇટ' બનીને જીવે છે એવી ટીકા કોઈ કરતું નથી. સાધુ-સંન્યાસીઓના સમુદાયમાં કોઈ ખોટા માણસો ભરાઈ બેઠા હોય તો તે જરૂર ટીકાને પાત્ર છે, પરંતુ તેથી તેમના સમગ્ર સમુઘયને વગોવી શકાય નહિ. સાધુઓ. સંન્યાસીઓ, બાવાઓ, ફકીરો, વિદ્યાર્થીઓ, લોકસેવકો, અતિથિઓ, યાત્રાળુઓ, અપંગો, નિર્ધન માણસો વગેરેને ખાવાપીવાની સગવડ પૂરી પાડવા માટે ભારતમાં બહુ પ્રાચીન કાળથી અન્નક્ષેત્રો, દાનશાળાઓ, સદાવ્રતો, ભોજનશાળાઓ વગેરેની વ્યવસ્થા વખતોવખત થતી આવી છે. સમાજ એ જવાબદારી હર્ષપૂર્વક ઉઠાવતો રહ્યો છે. આ બધાંમાં સાધુ-સંન્યાસીને સમાજ સવિશેષ પ્રેમાદરપૂર્વક ભોજન આપતો રહ્યો છે. બીજી બાજુ સાધુ-સંન્યાસીઓ પણ કોઈ વ્યક્તિ કે સંસ્થા ઉપર બહુ બોજો ન પડે એ રીતે જુદા જુદા ઘરેથી ભિક્ષાન્ન ગ્રહણ કરતા રહે છે. “માધુકરી', “ભિક્ષાચરી”, “ગોચરી' જેવા શબ્દો આ પ્રથા માટે વપરાય છે. કોઈ અન્નક્ષેત્ર કે સદાવ્રતમાં જઈ જમી લેવું, રોજ જુદા જુદા ઘરે જઈ ભોજન કરી લેવું, જુદા જુદા ધરેથી અનાજ, લોટ વગેરે માંગી લાવી પોતાને માટે રાંધી લેવું કે જુદા જુદા ઘરેથી થોડો થોડો આહાર મેળવી લાવવો – એવી પોતપોતાના ધર્મ કે સંપ્રદાય અનુસાર પરંપરા ભારતમાં ચાલી આવે છે. આ બધી પરંપરાઓમાં ભગવાન મહાવીરે પોતાના વર્ષોના સ્વાનુભવના આધારે જૈન સાધુઓ માટે “ગોચરીની દોષરહિત પરંપરાની જે હિમાયત કરી તે ઘણી કડક અને વિશિષ્ટ કોટિની છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7