Book Title: Sanskrit Padyanam Akaradikramen Anukramanika 03
Author(s): Vinayrakshitvijay
Publisher: Shastra Sandesh Mala

Previous | Next

Page 8
________________ શું આ મો યહા ઉપયોગી છે ? હા ! કેવી રીતે ? જગતમાં સંસારવર્તી સઘળાય જીવો સુખના અર્થી છે તેથી પોતાની પાસે કોઈ પણ વસ્તુ આવે ત્યારે વિચાર કરે છે કે મને આ સુખાકારી છે કે નહિં. જો સુખાકારી લાગે તો ગ્રહણ કરે અન્યથા છોડી દે છે. તેમ મુમુક્ષુ આત્માઓ પણ મહાપુણ્યયોગે મળેલા ટુંકા આયુષ્યવાળા આ ભવમાં કાંઈક રત્નત્રયીની સાધના કરી લેવા ઈચ્છતા હોય છે. તેથી તેઓ જ્યારે નવું પુસ્તક જુએ છે ત્યારે તેઓ પણ ઉપર ઉપરથી જોઈ વિચારે છે કે મને આ ઉપયોગી છે કે નહિ. જો ઉપયોગી લાગે તો સાવૅત વાંચન મનન કરવા પ્રયત્ન કરે અન્યથા નહિ. તેથી આ પુસ્તક આપના હાથમાં આવશે ત્યારે જો આપને ખ્યાલ નહિ હોય કે આની જરૂર શું? તો કદાચ આપ પણ આનાથી થતા લાભથી વંચિત રહી જશો. માટે આની જરૂરીયાત શું છે તે જોઈએ. સાડા ત્રણ કરોડ શ્લોકના રચયિતા કલિકાલ સર્વજ્ઞપૂજ્ય આચાર્યદેવેશ શ્રીમવિજય હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજા સાહેબે રચેલ શ્રી સિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન (વ્યાકરણ)નો જેણે અભ્યાસ કર્યો હશે તેને ખ્યાલ હશે કે પુસ્તકમાં પ્રાયઃ પાછળ પરિશિષ્ટમાં સૂત્રાનુક્રમે તથા અકારાદિક્રમે સૂત્રો આપેલ છે. એક પછી બીજું સૂત્ર કયું તે યાદ કરવા સૂત્રાનુક્રમની જરૂર પડે છે અને સાધનિકાદિ કાર્યમાં સૂત્ર મોઢે છે, પરંતુ અધ્યાય/ક્રમાંક યાદ નથી, તે જાણવા અકારાદિક્રમની જરૂર પડે છે. તેમાં જોવાથી કાર્યશીવ્રતાએ પૂર્ણ થાય છે. તેવી જ રીતે અનેક ગ્રન્થોની પાછળ આ જ આશયથી સૂત્રો અકારાદિક્રમે આપેલ હોય છે. જ્યારે આ પુસ્તકોમાં એવા જ અનેક આશયોથી અનેક ગ્રન્થોની અકારાદિ એક સાથે સંગ્રહિત થયેલી છે. મારી - જેમ પુસ્તકાલયમાં અનેક પુસ્તકો કબાટમાં ક્રમ પ્રમાણે ગોઠવેલા હોય છે અને તેની બે નોંધપોથી (લીસ્ટ) હોય છે. એમાં એક ક્રમાંક અનુસાર, જેનાથી ભંડારમાં કેટલા અને કયા કયા પુસ્તકો છે તે જણાય છે અને એક અકારાદિ નામાનુસાર, જેનાથી આપણને જે જોઈએ છે તે ક્યા ક્રમાંકે છે તે જણાય છે. હવે આપણને જે પુસ્તક જોઈએ છે તે ક્રમાંક અનુસાર જોવા જઈએ તો સમય લાગે પરંતુ અમારાદિ નામાનુસાર જોઈએ તો તુરંત જ ક્રમાંક મળતા પુસ્તક થોડીક ક્ષણોમાં આપણા હાથમાં આવી જાય છે અને આપણે તરત અભ્યાસ કરવા લાગી જઈએ છીએ. ચરમ તીર્થપતિ શ્રી મહાવીર સ્વામી પરમાત્માના મુખરૂપી કમળમાંથી અર્થરૂપે વહેલી દેશનાને ગણધર ભગવંતો એ સૂત્રરૂપે ગુંથી જેને આગમ કહેવાય છે. તે પછી પૂર્વધર-શ્રુતધરાદિ મહાત્માઓએ આગમો સમજાય તે માટે ભાષ્ય-નિર્યુક્તિ આદિની તેમજ તેને અનુસરીને ભાવી મંદ ક્ષયોપશમી આત્માઓને સમજાય તે માટે અનેક ગ્રન્થો-પ્રકરણોની રચના કરી. તે પ્રકરણ આદિ ગ્રન્થો જે પદ્યાત્મક છે તે યત્કિંચિત્ શાસ્ત્રસંદેશમાળા ભાગ ૧ થી ૨૪માં છે. જે જંગમલઘુગ્રન્થાલય છે તેના પઘોની અકારાદિ ક્રમ તો આમાં છે, તે ઉપરાંત અન્ય ગ્રન્થોના (અન્યોએ પ્રકાશિત કરેલા) પદ્યોની પણ અકારાદિ આમાં છે. જેથી હવે આપણને જે શ્લોકોના ગ્રન્થનું નામક્રમાંકની જરૂર છે તે બધા ગ્રન્થો જોવા જઈએ તો સમય લાગે પરંતુ આમાં જોવાથી પ્રાય: તરત મળી જશે અને આપણું કાર્ય શીધ્ર આગળ વધશે.

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 474