Book Title: Sanskrit Padyanam Akaradikramen Anukramanika 03 Author(s): Vinayrakshitvijay Publisher: Shastra Sandesh MalaPage 11
________________ શ્લોક બોલીને વ્યાખ્યાન કરવાની પદ્ધતિ છે. પણ શ્લોકમાં હોય તેને અનુસરીને જ બોલવું એ પદ્ધતિ કદાચ વિલુપ્ત થવા લાગી છે !) આની જરૂર શી ? શાસંગત પાઠ બોલવાનો આગ્રહ શું કામ ? એમને એમ પણ શાસ્ત્રને અનુસરતી વાતો કરી જ શકાય છે ને ? જવાબ ટીકાકારશ્રી આપે છે : ટૂઢપ્રતીતિતત્વત્ શાસંગતપાઠોચ્ચારણની જરૂર એટલા માટે છે કે શ્રોતાને કે વાચકને દઢ વિશ્વાસ બેસી જાય છે કે ‘મહાત્મા પોતાના ઘરની કોઈ વાત નથી કરતા. જે ભગવાન કહી ગયા છે તે જ કહે છે.' એટલા જ માટે આપણા મહાપુરુષોના દરેક ગ્રન્થો સાક્ષીપાઠોથી શોભતા હોય છે અને તે સાક્ષીપાઠોના આધારે જ કહેવા યોગ્ય તત્ત્વ એકદમ ચોકખું થાય છે. સાવચેતીનો સૂર - ધર્મબિન્દુગ્રન્થના પ્રથમ જ શ્લોકમાં યાકિનીમહત્તરાસૂનુ એ એક શબ્દ વાપર્યો છે. શ્રુતાઈવાન્ સમુદ્ધત્વે અર્થાત્ શ્રુતસાગરમાંથી સમુદ્ધરીને હું ધર્મબિંદુ કહું છું. ટીકાકાર મહર્ષિ સમજાવે છે : સીમ્ dવધારસ્થાનાવિસંવાદ્રિ તથા વહ્નિત્યપૃથત્ય અર્થાત તમે કોઈ પણ વસ્તુનો ઉદ્ધાર કરો તો તે, તે રીતે કરાયા કે જેથી, જ્યાંથી એ ઉદ્ધાર તમે કરતા હો તે સ્થાન જોડે સ્ટેજ પણ વિસંવાદિતા ન ઉભી થવી જોઈએ. ત્યાં વાત કો'ક સંદર્ભમાં કહેવાઈ હોય અને તમે કો'ક સંદર્ભમાં તેને જોડી દો તો મોટો અનર્થ થઈ જાય. એનો અર્થ એ થયો કે આપણા પૂર્વપૂજ્યોએ જ્યાં જ્યાં સાક્ષીપાઠો મૂકયા છે ત્યાં ત્યાં એ કાળજી રાખી છે કે જેથી ઉદ્ધારસ્થાન જોડે વિસંવાદ ન સર્જાય. ફલતઃ આપણે સાક્ષીપાઠોના સાચા અર્થ પામવા માટે ઉદ્ધારસ્થાન સુધી પહોંચવું જ પડે. સંદર્ભગ્રન્થની અનિવાર્યતા: હવે દરેક ઠેકાણે ગ્રન્થકારો સાક્ષીગ્રન્થનું નામ લખતા જ હોય તેવું બનતું નથી. મોટે ભાગે “યતઃ', ', “યવાદુ:' જેવા શબ્દો જ મૂકેલા હોય છે. ત્યારે પછી અર્થબોધ કરવાની મુશ્કેલી ઉભી થાય. એ મુશ્કેલી જ નહીં મહામુશ્કેલીને દૂર કરવાનું કામ મુનિરાજ શ્રી વિનયરક્ષિતવિજયજી એ આ સંદર્ભગ્રન્થોનું સંપાદન કરવા દ્વારા કર્યું છે. આગમનાં ૪૪ ગ્રન્થો, સંવેગરંગશાળા, પ્રાકૃત-સંસ્કૃતના મળીને ૫૭૮ ગ્રન્થો, ત્રિષષ્ટિ, લોકપ્રકાશ, વૈરાગ્યરતિ અને વૈરાગ્યકાલતા આટલા વિશાળ પદ્ય સાહિત્યનું અકારાદિ વર્ગીકરણ આપણને પ્રાપ્ત થાય છે. છેલ્લા લગાતાર આઠ વર્ષથી આ અંગેની પુષ્કળ મહેનત મુનિશ્રીએ કરી છે. મુનિશ્રીનો પ્રયત્નો શતપ્રતિશત સફળ બન્યો છે. આપણા સૌ અધ્યેતાવર્ગને આ પળે એટલી જ અભ્યર્થના કરવાનું મન થાય કે આવાં અતિઉપયોગી સંદર્ભગ્રંથોનો ઉપયોગ કરવાની દષ્ટિ આપણે ત્યાં વિકસે તેવું વાતાવરણ નિર્માણ કરવું. પ્રાન્ત, આવા ગ્રન્થરત્નોના યથાર્થ ઉપયોગ દ્વારા આપણે સૌ તત્ત્વનિર્ણય કરીને પરંપરાએ પરમપદને પામનારા બનીએ એ જ એક શુભાભિલાષા. -આચાર્યવિજય યોગતિલકસૂરિ અષાઢ સુદ-૩, રત્નપુરી, મલાડ, મુંબઈ 10)Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 474