Book Title: Sanskrit Padyanam Akaradikramen Anukramanika 03
Author(s): Vinayrakshitvijay
Publisher: Shastra Sandesh Mala

Previous | Next

Page 10
________________ અનપમ સાધના ઉપદેશનું પારતભ્ય: જેમને સમકાલીન વિદ્વાનોએ “કલિકાલ શ્રુતકેવલી' તરીકે નવાજ્યા, જેમને કાશીની વિદ્વત્સભાએ ‘ન્યાયવિશારદ' તરીકે બિરદાવ્યા, જેમને અમદાવાદના સૂબાએ “કૂર્ચાલ શારદા' કહીને વખાણ્યા તેવા પરમારાથ્યપાદ પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજ ! આપણી કલ્પના પણ વામણી પુરવાર થઈ જાય એ હદની બુદ્ધિપ્રતિભાના ધણી હતા અને છતાં પણ મહામહિમ પૂજ્યશ્રી એક સ્થળે લખે છે : બોલીયા બોલ જે તે ગણું, સફળ છે જો તુજ શાખ રે' અર્થાત જ્યાં તારી (=ભગવાનની) સાક્ષી હોય તેવાં જ બોલને સફળ ગણું છું. ‘એ મહાપુરુષ જો ન જન્મ્યા હોત તો આપણે સૌ છતે આગમે આંધળા હોત' આવું જેમના માટે આપણે કહેવું પડે તેવા પરમોપાદેય યાકિનીમહત્તરાસૂનુ પૂજ્ય હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા પોતાના દરેકે દરેક ગ્રંથમાં એમ જણાવે છે કે પૂર્વપુરુષોના ગ્રન્થોના આધારે જ હું પ્રસ્તુત ગ્રન્થની રચના કરું છું.” એક પણ અક્ષરનો સંયોગ જેમનાથી અજાણ્યો નથી એવા દ્વાદશાંગીના ધારક પૂજ્ય શäભવસૂરીશ્વરજી મહારાજા, દ્વાદશાંગીનાં એ મહાસાગરનું કલાકો સુધી મંથન કરીને અમૃત જેવા દશવૈકાલિક સૂત્રનો ઉદ્ધાર કરે. જે અમૃતના સહારે જ આ અવસર્પિણીના અંત સુધી જૈન સંઘ જીવંત રહેવાનો છે. અસારમાંથી સારનો ઉદ્ધાર કરવો એ તો સાવ સહેલું છે પણ સારમાંથી જ જ્યારે સારતરનો ઉદ્ધાર કરવો એ તો પરસેવો પાડી દે તેવું અઘરું કામ છે. આવું કામ સ્વકીય પ્રજ્ઞાના બળે સંપાદન કર્યા પછી પણ સૂરિ ભગવંત લખે છે : “ત્તિ બેમિ' જે વાત શ્રી સુધર્માસ્વામીજીએ, શ્રી જંબુસ્વામીજીને કહેલી તે જ હું તને કહું છું. - જેઓ પોતે જ દ્વાદશાંગીના રચયિતા છે, જેમની બીજબુદ્ધિ વિશ્વ આખામાં બેજોડ છે એવા શ્રી સુધર્માસ્વામીજી પણ શું કહે ? सुअंमे आउसं ! तेणं भगवया एवमक्खायं। હે આયુષ્મન ! મેં સાંભળ્યું છે કે તે ભગવાને આ પ્રમાણે કહ્યું છે.' પરાકાષ્ઠા તો હવે આવે છે. અકલ્પનીય-અતુલનીય સાધના કરીને જેઓએ પોતે જાતે જ કેવળજ્ઞાનની પ્રાપ્તિ કરી છે. આખું જગત અને તેનાં તમામ પર્યાયો આ બધું જ જેઓને હાથમાં રહેલા નિર્મળજળની જેમ આરપાર દેખાય છે, તેવા શ્રી તીર્થકરો પણ પોતાની દેશનામાં ઉઘોષણા કરે છે, જે અનંતા શ્રી તીર્થકરો કહી ગયા છે તે જ હું કહેવાનો છું.' - આ છે જૈનશાસનની અદભુત રીતિ ! ક્યાંય પણ અહંભાવનો સ્પર્શ ન થઈ જાય તે માટેની અનુપમ કાળજી. સાક્ષીપાઠોનો શણગાર: આ વસ્તુને ધ્યાનમાં લઈને જ યાકિનીમહત્તરાસૂનુ ‘યોગબિંદુ’ નામના ગ્રન્થમાં ઉપદેશ કેવો હોવો જોઈએ એ સમજાવતા ફરમાવે છે કે પ્રજનેર્લાન.........શ ષ્યવનપર્વ: રૂ૪૮. અહિં ઉપદેશનું શાસ્રાધ્યયનપૂર્વક:' વિશેષણ છે તેને સમજાવતા ટીકાકાર મહર્ષિ જણાવે છે કે જેમાં શાસ્ત્રીયપાઠોનું ઉચ્ચારણ પહેલાં હોય અને તે મુજબ જ ઉપદેશ હોય. (એટલે જ અત્યારે પણ આપણે ત્યાં (9)

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 474