Book Title: Sanskrit Padyanam Akaradikramen Anukramanika 03
Author(s): Vinayrakshitvijay
Publisher: Shastra Sandesh Mala

Previous | Next

Page 6
________________ પહોંચ્યા પૂર્ણતાએ આઠ વર્ષે. ! વિ.સં. ૨૦૧૭ના રાધનપુરના ચાતુર્માસમાં પૂ.ગુરૂદેવ શ્રી બોધિરત્નવિજયજી મ.સા.ના શિષ્યરત્ન પૂ.મુ.શ્રી તપોરત્નવિજયજી મ.સા. પાસે મારા યોગ્ય કાર્યની માંગણી કરતાં તેઓશ્રીએ આ કાર્યની ઉપયોગીતાની સમજ આપતાં તેનું સંપાદન કરવાની ભલામણ કરી, ટીકા ગ્રંથોમાં વચ્ચે વચ્ચે ‘૩ ૨' આદિ દ્વારા પૂર્વના આચાર્ય ભગવંતોએ રચેલ ગ્રંથોના શ્લોકો મૂકવામાં આવ્યા હોય છે તે કયા ગ્રંથના હોય છે તે ખ્યાલ આવતો નથી જેથી મુંઝવણ થતી હોય છે એટલે આવું કંઈ થાય તો તરત શોધી શકાય અને તેના મૂળ સંદર્ભ સુધી પહોંચી શકાય. શરૂઆત તો ગ્રંથોની પાછળ પરિશિષ્ટમાં મળતી અકારાદિથી થઈ. અનુભવે ખ્યાલ આવ્યો કે આ રીતે તો આ કાર્ય સુવ્યવસ્થિત થશે નહીં. વિચારણા કરી, કાર્યની પદ્ધતિ વિચારતાં બધા જ ગ્રંથોની સળંગ શ્લોક નંબર સાથે ફરીથી કાર્ય થાય તો ઘણું જ સુવ્યવસ્થિત થાય અને હસ્તલિખિત - તાડપત્ર આદિના લખાણ માટે પણ ઉપયોગી બનશે. દરેક ગ્રંથોના મૂળ મેટરની શુદ્ધિ થતી ગઈ તેમ તેમ નવા ગ્રંથોની પ્રાપ્તિ માટેની શોધખોળ પણ ચાલતી રહી. શરૂઆતમાં સરળ લાગતું કાર્ય અનુભવે અઘરું-અટપટું લાગ્યું. લગભગ ૪૦૦ આસપાસ ગ્રંથોની શુદ્ધિ થતાં સુધીમાં તો આ કાર્યની સુવાસ ફેલાવવા માંડી અને બધા જ ગ્રંથો એક પ્રકાશન તળે મળે તો અભ્યાસુઓ અને સંશોધનકારોની ઘણી જ મહેનત બચી જાય-અકારાદિના સંપુટ માટે પણ શ્લોક શોધવામાં સરળતા પડશે તેથી શાસસંદેશ દ્વારા શાસસંદેશમાલા ભાગ ૧ થી ૨૦ પ્રકાશિત થયા. આ સંપાદનના કારણે અકારાદિનું કાર્ય ઢીલમાં પડયું. વીસ ભાગના પ્રકાશન પછી તેમાં બાકી રહી ગયેલ ગ્રંથોની સૂચનાઓ મળવા માંડી, આ વીસ ભાગમાં ૪૦૬ ગ્રંથોનો સમાવેશ કરવામાં આવેલ હતો એ પછી બીજા ૧૭૫ જેટલા ગ્રંથોની પ્રાપ્તિ થઈ તેમાંથી જ્યોતિષ આદિના ગ્રંથોને સાઈડમાં રાખી ૧૩૭ ગ્રંથોનો બીજા ચાર ભાગમાં સમાવેશ થયો-શાસસંદેશમાલાના ભાગ ૨૧ થી ૨૪ના સંપાદનની સાથે સાથે અકારાદિનું કાર્ય પણ ચાલુ જ હતું. પણ અમારા વિહારાદિના કારણે તથા હરીશભાઈ દોશીની વ્યસ્તતાના કારણે કાર્ય ધીમી. ગતિથી ચાલતું હતું તો પણ આઠ વર્ષે આ સંપાદન કાર્ય આજે પૂર્ણતાએ પહોંચી આપશ્રીના હસ્તકમળમાં શોભી રહ્યું છે. ચાર ભાગના આ સંપુટમાં પ્રથમ ભાગમાં આગમ-નિર્યુક્તિ-ભાષ્યની અકારાદિ છે અને તેમાં લગભગ ૪૪ ગ્રંથોનો સમાવેશ કરવામાં આવેલ છે. તેની પાછળ સંવેગરંગશાલાની અકારાદિ આપવામાં આવેલ છે. (5)

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 474