Book Title: Sanskar Shakti
Author(s): Sanskar Shakti Garbh Sanskaran Kendra
Publisher: Sanskar Shakti Garbh Sanskaran Kendra

View full book text
Previous | Next

Page 10
________________ પુસ્તકોમાં મુખ્ય ગ્રંથનો આધાર લીધો હોય તો તેમાં આચાર્ય શ્રી વર્ધમાનસૂરીશ્વરજી મહારાજ સાહેબ રચિત આચાર દિનકર ગ્રંથ ઘણો જ સહાયક થયો.આ સિવાય આશરે ૧૫૦ વર્ષ પૂર્વે ૫.પૂ.આત્મારામજી મહારાજ સાહેબ (આ. શ્રી વિજયાનંદ સૂરિ) ના શિષ્યરત્ન મુનિશ્રી બાલવિજય મ.સા રચિત “મહિલા મહોદય” તેમજ પ.પૂ.આત્મારામજી મહારાજ સાહેબ (આ. શ્રી વિજયાનંદ સૂરિ) ના ।। ક ટ ર 20-1 મુનિશ્રી શાંતિવિજયજી મ.સા. રચિત માનવધર્મ સંહિતામાં પણ શ્રાવકના ૧૬ સંસ્કારોનું વર્ણન કર્યું છે. શ્રી કલ્પસૂત્ર અને તંદુલવેયાલિય પયન્ના અને શ્રી ભગવતી સૂત્રમાં ગર્ભઅંગેનું વર્ણન મળે છે. આ સિવાય આજના કાળના લેખકોની સહાય ખૂબ જ ફળદાયી નીવડી જેમાં મુખ્ય વૈદ્યવર્ય શ્રી શોભન વસાણી નું પુસ્તક “ઉત્તમ ઇચ્છિત સંતાન” અને શ્રી છોટાલાલ જીવનલાલ (શ્રીમાન વિશ્વવંદ્ય) રચિત પુસ્તક ઘણું સહાયકારી નિવડ્યું. અમે તેનો અંતઃકરણ પૂર્વક આભાર માનીએ છીએ. અમારા કાર્યકર્તા જેમાં મુખ્યત્વે શ્રી પ્રદીપભાઇ, શ્રી મુકુંદભાઇ, શ્રી રમેશભાઇ, શ્રી વિદ્યુતભાઇ (C.A.), શ્રી સુધીરભાઇ પટની, શ્રી ચિંતનભાઇ (C.A.), શ્રી કિશોરભાઇ અને શ્રીમતી મૃદુલાબેનના ૠર્ણી છીએ કે જેમણે સેમિનારનું કાર્યવાહન અને સંચાલન ખૂબ સારી રીતે સંભાળ્યું હતું. અમે આભારી છીએ પ.પૂ.પં.શ્રી મુક્તિવલ્લભ વિ.મ.સા અને પ.પૂ. ગણિવર્ય શ્રી પદ્મબોધિવિજયજી મ.સા. ના કે જેમણે અમને જ્ઞાનનો લાભ આપ્યો. અમે શ્રી સંજયભાઇ વોરા, ડો.સુભાષ જોષી ના પણ ઋણી છીએ કે જેમના લેખ પ્રકાશિત કરી શક્યા. આ સિવાય આ આખા પુસ્તકના સંપાદનમાં શ્રી જૈનમ્ સી. શાહ, ડો. હેતા શાહ, ડો. કિંજલ શાહ, ડો. ત્રિશલા ગાલા નો અભૂતપૂર્વ સહકાર પ્રાપ્ત થયો. આ સિવાય પણ અમે આભાર માનીએ છીએ તેઓનો કે જેમણે પ્રત્યક્ષ તેમજ પરોક્ષ રીતે અમારા આ કાર્યમાં સહાય કરી છે. અંતમાં આ પુસ્તકમાં જિનાજ્ઞા વિરુધ્ધ કાંઇ લખાયું હોય કે કોઇ શબ્દ કે શ્લોકમાં અશુધ્ધિ રહી હોય તો ત્રિવિધે ત્રિવિધે મન, વચન, કાયાથી મિચ્છામિદુક્કડમ્ nternational For Personal & Private Use Only www.jainelibrary. જય દાક

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 172