Book Title: Sanskar Shakti Author(s): Sanskar Shakti Garbh Sanskaran Kendra Publisher: Sanskar Shakti Garbh Sanskaran Kendra View full book textPage 9
________________ - પ્રસ્તાવના : ઉત્તમ રાષ્ટ્ર બનાવવાનું સપનું ઘણા વર્ષોથી મનમાં હતું, પણ તેને કેવી રીતે અને ક્યારે સાર્થક કરશું તેનો સંશય હતો,પણ જ્યારે આ ગર્ભસંસ્કરણનો વિચાર ફૂર્યો ત્યારે એમ થયું કે બસ! આશાનું એક કિરણ મળી ગયું. આનાથી મૂળમાંથી કામ થશે કારણકે ગર્ભસંસ્કરણ દ્વારા બાળક તો ઉત્તમ થવાનું જ છે પણ માતા પિતાનું ચરિત્ર પણ ઉત્તમ થશે. આ રીતે આજની તેમજ ભાવિ પેઢી સંસ્કારી થશે. તેમાં પણ જ્યારે પ.પૂ.આચાર્ય શ્રીમદ્ વિજય રાજહંસ સૂરીશવરજી મ.સાની પ્રેરણા અને આશીર્વચન મળ્યા ત્યારથી આમારું આ કામ પર સંશોધન શરૂ થયું. આર્યાવર્તમાં મુખ્યત્વે બે સંસ્કૃતિ પ્રાચીનતમ છે ૧. વૈદિક પરંપરા ૨.જૈન પરંપરા. વૈદિક પરંપરામાં ગર્ભસંસ્કરણની માહિતી ખૂબ જ વિસ્તારપૂર્વક અને સુંદર રીતે આપી છે. આયુર્વેદમાં તો આ વિષય પર કેટલા બધા અધ્યાય છે. અરે !ગર્ભ ઉપર તો આખું ઉપનિષદ્ છે જે ગર્ભોપનિષદ્ તરીકે ઓળખાય છે. આ પરંપરા અનુસાર ઘણા બધા કેન્દ્રો અસ્તિત્વમાં છે. તેમાં પ્રમુખ કહી શકાય તેવું સમર્થ ભારત પ્રકલ્પ છે. તેઓ આ વિષય પર ઊંડું જ્ઞાન ધરાવે છે. અમે આ કેન્દ્રના મુખ્ય કાર્યવાહક ડો. શ્રી હિતેશ ભાઈ જાની અને ડો. કરિશ્માબેન નારવાણીને મળી અત્યંત પ્રભાવિત થયા. તેમાંથી અમને ઘણી પ્રેરણા અને અનુભવ મળ્યો. સુરતમાં કેન્દ્રનું કાર્ય સંભાળતા હીનાબેન પાસેથી ઘણો જ સહકાર પ્રાપ્ત થયો. અમે તે બધાનો અંત:કરણપૂર્વક આભાર માનીએ છીએ. આ બધો અભ્યાસ કર્યા પછી અમને થયું કે જરૂરથી જૈન શાસ્ત્રોમાં આનું વર્ણન અવશ્ય હોવું જોઇએ. વિવિધ ગુરૂભગવંતો અને સાધ્વીજી ભગવંતોને મળી જૈન ગ્રંથોમાંથી ગર્ભસંસ્કરણ અંગેનું જ્ઞાન મેળવ્યું. શ્રી જૈન સંઘ સમસ્ત ભારતમાં અને સમસ્ત વિશ્વભરમાં પ્રસરેલો છે પણ આધુનિક શિક્ષણ પધ્ધતિના કારણે આપણું શાસ્ત્રશુધ્ધ જ્ઞાન લુપ્ત થતું જાય છે. લોકોને તેમાં રસ ઓછો થતો જાય છે જેથી આ વિષયમાં પણ ઘણો જ અંધકાર પ્રવર્તે છે. તેથી અમે આ ભગીરથ કાર્ય હાથમાં લીધું. લગભગ અમને આ પુસ્તક તૈયાર કરવા માટે બે વર્ષ લાગ્યા.આ HIણ શકિત on Interational For Personal & Private Use Only www.jainelibraryPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 172