Book Title: Samprat Sahchintan Part 11 Author(s): Ramanlal C Shah Publisher: Mumbai Jain Yuvak SanghPage 16
________________ નિદ્રાદેવીનું અકળ આવાગમન ભર ઉનાળામાં બપોરે પેટ ભરીને કેરીનો રસ કે અન્ય ભારે ભોજન લીધા પછી માણસની, વિશેષતઃ પ્રૌઢો-વૃદ્ધોની આંખ ન ઘેરાય એવું બને નહિ. ઠંડા દેશોમાં એવું ઓછું બને. એક વખત જાપાનથી મારા એક મિત્ર ઉનાળામાં ભારત આવેલા. એમણે મને પ્રશ્ન કર્યો, ડો. શાહ, ઇન્ડિયામાં કેટલાક લોકો બપોરે જમીને સૂઈ જાય છે એ સાચી વાત છે ?' હા, કેમ ?' પણ દિવસે ઊંઘ આવે કેવી રીતે ? અમારા જાપાનમાં દિવસે લોકો સૂતા નથી.' એનું કારણ આબોહવા છે. માત્ર ભારતમાં જ નહિ યુરોપમાં સ્પેન, પોર્ટુગલ વગેરેમાં તથા લેટિન અમેરિકામાં લોકો બપોરે સૂઈ જાય છે. એને 'SIESTA (છા કલાકનો આરામ) કહે છે.” બપોરે ઊંઘવાની વાતથી એમને બહુ આશ્ચર્ય થયું. અમે એમને કેનેરીની બૌદ્ધ ગુફાઓ જોવા લઈ ગયા હતા. ત્યાંથી બોરીવલીમાં એક મિત્રને ત્યાં રસપૂરીનું ભોજન લઈ અમે પાછા ફર્યા. એ જાપાનીઝ મિત્રે આખે રસ્તે ઊંધ્યા કર્યું. હોટેલ આવી ત્યારે એમને જગાડ્યા. એમણે કહ્યું, “ભારતમાં લોકો બપોરે કેમ સૂઈ જાય છે તે હવે મને જાત અનુભવથી સમજાઈ ગયું.” કેટલાક લોકોને મન રાતની ઊંઘ કરતાં બપોરની ઊંઘનું મહત્ત્વ વધારે હોય છે. કોઈક લેખકે કહ્યું છે : “There is more refreshment and stimulation in a nap, even of the briefest, than in all the alcohol ever distiiied.' કેટલાક માણસોને ઊંઘમાંથી જગાડીએ તો ગમે છે અને કેટલાકને ગમતું નથી. કેટલાક વિફરે પણ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 ... 194