Book Title: Samprat Sahchintan Part 11
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

Previous | Next

Page 15
________________ સાંપ્રત સહચિંતન – ભાગ ૧૧ જો કે આ નિદ્રાપ્રિયા પણ સમયે સમયે આધુનિક બનતી રહી છે અને હવે તો તે મોટી પ્રચારસભાઓના મંચ પર કે આંતરરાષ્ટ્રીય સંમેલનોમાં પણ ભાગ લેવા લાગી છે. એક સમારંભમાં કાર્યક્રમ બહુ દીર્ઘસૂત્રી બની ગયો અને મધ્યાહુનના ભોજનનો સમય થયો છતાં વક્તાઓનાં વકતવ્યો ચાલુ રહ્યાં. એ સમયે થાકેલા શ્રોતાગણમાં એક વડીલની આંખો ઘેરાવા લાગી. થોડી વારમાં તો તેઓ બેઠાં બેઠાં ઘસઘસાટ ઊંઘવા લાગ્યા. કેટલીક વાર પછી આ પરિસ્થિતિ સહન ન થતાં બાજુમાં બેઠેલી એક યુવતીએ વડીલને હડબડાવીને કહ્યું, “એય કાકા, કેટલું ઊંધો છો ?' આંખો ચોળતાં કાકાએ કહ્યું, “બહેન માફ કરજો. એક તો મારે કાલનો ઉજાગરો છે અને એમાં આ વક્તાનું લાંબુ લચક ભાષણ, એટલે ઊંઘ ચડી ગઈ...પણ બહેન, તમે આટલા બધા રોષભર્યા અવાજે મને હડબડાવ્યો, તો હું એમ પૂછી શકું કે મારી બેઠકમાં હું ઊંઘતો હોઉં તો તમે તે સામે કાયદેસર કંઈ વાંધો લઈ શકો? શું મને ઊંઘવાનો અધિકાર નથી ?' “કાકા, તમે ઊંધો એનો વાંધો નથી લેતી, પણ તમે આ જોરશોરથી નસકોરાં બોલાવો છો એનો વાંધો છે.” ઓહ, માફ કરજો બહેન, મારાં નસકોરાંથી તમને સાંભળવામાં ખલેલ પહોંચી. મને ખબર નહિ કે તમને વક્તાના ભાષણમાં આટલો બધો રસ હશે !' “મને વક્તાના ભાષણમાં જરા પણ રસ નથી, કાકા! પણ તમારા આ જોરશોરથી બોલતાં નસકોરાંથી મારી ઊંઘમાં ખલેલ પહોંચે છે. તમને તમારી બેઠકમાં ઊંઘવાનો અધિકાર છે, તો મને પણ અધિકાર જાહેરમાં, સમુદાયમાં ઝોકાં ખાવાને લીધે ઝઘડા વારંવાર થતા રહે છે. પોતાનું મસ્તક બીજા અજાણ્યાના ખભા પર ઢળી પડતું હોય ત્યારે તો ઝઘડામાં ઉગ્રતા આવી જાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 ... 194