Book Title: Samprat Sahchintan Part 11 Author(s): Ramanlal C Shah Publisher: Mumbai Jain Yuvak SanghPage 13
________________ સાંપ્રત સહચિંતન -- ભાગ ૧૧ દિવસે કામ” કે “પરોઢિયે નિત્ય ઊઠીને' કે “રાત્રે વહેલો સૂઈને વહેલો ઊઠે વીર” જેવાં ડાહ્યાં વચનો ચરિતાર્થ થતાં. ત્યારે કુદરતી અંધારું વધારે રહેતું. ચાંદની રાતનું ત્યારે ઘણું મહત્ત્વ ગણાતું. પૂનમની રાત એટલે ઉત્સવપૂર્વક જાગરણ કરવાની રાત. પરંતુ વીજળીના દીવાઓના પ્રકાશે પૃથ્વી પરથી અંધારાનું પ્રમાણ ઓછું કરી નાખ્યું છે. એથી ઊંઘની નિયમિતતા દુનિયાભરમાંથી ઓછી થઈ ગઈ છે. પર્યાવરણવાદીઓએ પૃથ્વી ઉપર અંધકારના ઘટેલા પ્રમાણ માટે હજુ બૂમરાણ મચાવી નથી. આંતરરાષ્ટ્રીય વિમાન વ્યવહાર વધતાં દુનિયાના એક ખંડમાંથી બીજા ખંડમાં, એક ગોળાર્ધમાંથી બીજા ગોળાર્ધમાં પ્રવાસ કરનારા પ્રવાસીઓ રોજ સહેજે પચાસ લાખ કરતાં વધુ હશે. તેઓ પોતાના સ્થાનિક સમયે નીકળી બીજે સ્થળે પહોંચે ત્યારે એ બે દેશો વચ્ચે સમયનું અંતર હોય છે. ભારતમાં સવાર હોય ત્યારે અમેરિકામાં રાત્રિ હોય. લંડનમાં સવાર હોય ત્યારે જાપાન કે ઓસ્ટ્રેલિયામાં રાત્રિ હોય, એટલે પ્રવાસીઓ પોતાના દેશમાંથી સવારે નીકળી બાર કલાકે બીજા દેશમાં પહોંચે ત્યારે તે દેશના સ્થાનિક સમય પ્રમાણે ત્યાં સવાર પડી ગઈ હોય. એટલે મુસાફરને દિવસને અંતે દિવસ મળે, રાત્રિ ન મળે. આ સમયાન્તરની-Time Differenceની- અસરને જેટ વિમાનોને કારણે જેટ-લેગ (Jet-lag) કહેવામાં આવે છે. આવા લાખો પ્રવાસીઓ રોજે રોજ બીજા દેશમાં જઈને દિવસે ઊંઘતા હોય છે અને રાત્રે જાગતા હોય છે. એમની ઊંઘ અને જાગૃતિનું ચક્ર અનિયમિત થઈ જાય છે. પછી દિવસે અનિચ્છાએ એમને ઝોકાં આવે એમાં એમનો વાંક નથી. દુનિયામાં પીડાશામક દવાઓનો વપરાશ વધતો ચાલ્યો છે. એવી દવાઓથી બેહોશી આવી જાય છે. જુદા જુદા રોગો પરની. ભારે દવાઓ પણ નિંદર લાવી દે છે. દવાઓના પેકિંગમાં આ ચેતવણી લખેલી જ હોય છે. વળી માનસિક તનાવને કારણે અશાન્ત બનેલા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 194