Book Title: Samipya 2000 Vol 17 Ank 03 04
Author(s): Bhartiben Shelat, R T Savalia
Publisher: Bholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan

View full book text
Previous | Next

Page 57
________________ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Shri Mahavir Jain Aradhana Kendra હ૭: ધ્રુવપંક્તિમાં તન ત્રણ: છો. ઉપ. ૬.૮-૧૬ માં આવતી પ્રસ્તુત ધ્રુવપંક્તિ, અને ખાસ તો તેમાં વણાયેલું આ તત્વમસિ વાક્ય અને તે ઉપરનાં વિવિધ ભાષ્યો કે અંગ્રેજી, હિંદી, ગુજરાતી , વગેરે ભાષાઓમાં થયેલાં તેનાં ભાષાંતરો સર્વત્ર એટલાં તો જાણીતાં થઈ ગયાં છે કે તેની વાક્યરચના કે વ્યાકરણની દૃષ્ટિએ ઉપસ્થિત થતી તેનાં વિવરણની આંટીઘૂંટી તરફ કોઈનું પણ ધ્યાન ખેંચાયું નથી. ઊલટું, આ ધ્રુવપંક્તિની પ્રચલિતતા અને તે પરનાં આવાં ભાષ્યો-ભાષાંતરોના પ્રવાહમાં તણાઈ જતા આજના ઘણા વિદ્વાનો પણ આ ધ્રુવપંક્તિ જેમ છે તેમ અને તે પરનાં ભાષ્યો-ભાષાંતરો જે કાંઈ જણાવે છે તે સ્વીકારી લે છે. આજે પણ આપણા ઘણા વિદ્વાનોને આ યુવપંક્તિના વિવરણમાં ઉપસ્થિત થતા વિકટ આંટીઘૂંટીવાળા પ્રશ્નો જ જ્યાં ઉદભવ્યા ન હોય - તેવા પ્રશ્નોની કલ્પના પણ ન ઉદ્ભવી હોય - ત્યાં તેમની પાસેથી તેવા પ્રશ્નોના યોગ્ય ઉકેલની આશા તો ક્યાંથી રખાય ? (૧) શંકરે આ ધ્રુવપંક્તિના ભાષ્યની શબ્દરચનાના પ્રવાહમાં અન્ય સર્વનામોની સાથે સાથે યુક્તિપૂર્વક તત્ત્વમસિ વિધાનમાં આવતા તત (નપું. એકવચન) સર્વનામને પણ સત્ (નપું. એકવચન)ના સંદર્ભમાં વણી લીધું (જુઓ ઉપર ૭૨). એક રીતે આવું અર્થઘટન સંભવી શકે. છા-ઉપ.૬.૮-૧૦ ની. આ ધ્રુવપંક્તિમાં પુરુષ/ખનાનાં વિવિધ પાસાંનું, તેમના કારણભૂત માં પર્યાવસન થતું હોય એવું વર્ણન આવે છે. અહીં વિશેષ તો ૬.૯.૩ (પા. ૩૪-૩૪૧) અને ૧૦.૨ (પા. ૩૪૨-૩૪૩) માં પ્રસ્તુત ધ્રુવપંક્તિની રજૂઆત થયા પહેલાં જ યોજવામાં આવતું તત્ સર્વનામ સત્ ના સંદર્ભમાં હોઈ શકે. અહીં એમ જણાવવામાં આવે છે કે, છા. ઉપ. ૬.૯.૩ =૬.૧૦.૨ (પા. ૩૪૦-૩૪૩) त इह व्याघ्रो वा सिंहो वा वृको वा वराहो वा कीटो वा पतङ्गो वा दंशो वा मशको वा यद् यद् भवन्ति तदाभवन्ति । તે પશુઓ અહીં : વાઘ કે સિંહ કે વરૂ કે વરાહ કે કીડો કે (ચારપાંખવાળું) પતંગિયું કે દેશ (બે પાંખવાળું, ડંખવાળું જંતુ) કે મચ્છર કે જે જે (તઓ) થાય છે, (તેઓ) તેમાં (તત્ =) લય પામે છે તે (તત્ =સત) તરફ પ્રયાણ કરે છે.” અહીં સર્વ ઠેકાણે સંતનું વર્ણન છે (જુઓ છા.ઉપ.૬ સતા...સમ્પન: છો.ઉપ. ૮.૧ સન્ના :... Vના: ૮.૪.૬; સતિ સંપર્શ ૯.૨, કત કાળ માછીમદે ૧૦.૩ વેગેરે) અને તેના જ સંદર્ભમાં ઉપર (૬.૯.૩. =૬.૧૦.૨માં) તદ્દાવનમાં તત્ સર્વનામ નું સૂચન કરે છે. (૨) આના અનુસંધાનમાં ઈક્લેરે (પા. ૧૭....) આ વાક્યની રચના વિષે વિવેચન કર્યું છે. હિલેબ્રાંટે (પા.૧૭૩, નોંધ ૩) આ પ્રસ્તુત વાક્યમાં તેને બદલે અન્ પાઠની સંભાવના પણ સ્વીકારી છે. પરંતુ જે ધ્રુવપંક્તિની અંતર્ગત વાક્યરચનાની અને તેના અનુસંધાનમાં વ્યાકરણની ચર્ચા અહીં પ્રસ્તુત છે, તે ધ્રુવપંક્તિ તો છા.ઉપ.માં ઉપર નિર્દેશેલાં વિધાનો (છા.ઉ૫.૬.૮-૧૦) પછી જ આવે છે. આ રીતે ધ્રુવપંક્તિના ક્ષેત્રની બહાર રહેલાં ઉપર્યુક્ત વિધાનોમાં આવતા તત્ સર્વનામના સંદર્ભમાં તેનું પ્રહણ યોગ્ય કે તર્કસંગત ગણી શકાય. અહીં ધ્રુવપંક્તિના આંતરિક વિશ્લેષણ સાથે આ આખો મુદ્દો વણાયેલો છે; તેથી આ મુદ્દો આગળ (હ૧૨) સ્પષ્ટ કરવામાં આવશે. (૩) ભ્રમે (પા. ૨૪) તેના અંગ્રેજી ભાષાંતરમાં અહીં બધાં; પ્રત- અને ત - સર્વનામો ગમનના સંદર્ભમાં લીધાં છે. પરંતુ, આ ધ્રુવપંક્તિના છેલ્લા - તત્વમસિ - વિધાનમાં ત–સર્વનામ નપું. છે, જયારે ગળા અને વમ બંને નપું.માં નથી. જો આ છેલ્લું વિધાન (તત્વમસિ) એવો ભાવ સૂચવતું હોય કે “તે (સૂક્ષ્મતમ તત્વ/અણિમા) તું છે” તો dવમસિ વિધાનને બદલે અહીં “ સ" વિધાન હોત–એટલે કે, અહીં તે- સર્વનામે વૈમ્ વિધેય પ્રથાવિભક્તિ (પુ.એકવચન)નાં જાતિ-વચન સ્વીકાર્યો હોત અને તે- સર્વનામ નપું.માં ન હોત ! (૪) મિનાર્ડના મતે તત્ત્વમસિ માં તત્ સર્વનામ ગુહ્યતમ દ્રહ્મ ના ગુહ્યતમ નામનું સૂચન કરે છે, એટલે કે, ૫૪] [સામીપ્ય : ઑકટોબર, ૨૦૦૦-માર્ચ, ૨૦૦૧ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84