Book Title: Samipya 2000 Vol 17 Ank 03 04
Author(s): Bhartiben Shelat, R T Savalia
Publisher: Bholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan

View full book text
Previous | Next

Page 63
________________ Acharya Shri Kailassagarsuri Gyanmandir Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org દિ : “ઈદ્ર જયારે ત્વષ્ટ્રના પુત્ર વિશ્વરૂપને હણ્યો/માર્યો; તેમણે (એક્ત, દ્વિત,અને ત્રિત; ત્રણેએ જાણ્યું કે તે વધુ કરવા યોગ્ય હતો. કદાચ (=ાશ્વત + ) એને ત્રિતે જ હણ્યો. તે પ્રસંગે (ક) ઈંદ્ર (હણવાના દોષથી) સંપૂર્ણ રીતે મુક્ત થયો, (કારણ કે, તે દેવ છે.” અહીં મિનાડ (૧૯૪૯, હ ૫૮૯ ૯ પા. ૨૦૨) જણાવે છે કે એક તત્ સર્વનામ ક્રિયાપદ સાથે સંબંધિત છે; અને બીજું ક્રિયાવિશેષણ છે. આવા અર્થો ઉપરાંત, તત્ સર્વનામ “આના અનુસંધાનમાં” – એવો અર્થ પણ વાક્યમાં દર્શાવે છે. જેમ કે | (iii) શતપથ બ્રાહ્મણ (માધ્યદિન-શાખા) : ૧૦-૫-૨-૪ (પા. ૭૯૨); ૧૦-૫-૪-૧૯ (પા. ૮૭), સરખાવો : શતપથ બ્રાહ્મણ (માધ્યદિન-શાખા); ૧૧-૫.૫.૧૨ (પા. ૮૬૫); ૧૨.૩.૨.૭ (પા. ૯૧૨). | (iv) બૃ. ઉપ. ૨-૨-૩, ૪-૪-૬ વગેરે; સરખાવો : બૃ.૧પ : ૪-૩-૧૧, ૪-૪-૮. (v) છા.ઉપ. ૨.૨૧.૩, ૩.૧.૧૧, ૫-૨-૯, ૫-૧૦-૯, ૫-૨૪-૫, ૭-૨૬-૨ અને ૮.૬ ૬ વગેરેમાં તેષ શ્નો: “આના અનુસંધાનમાં (ત) આ શ્લોક છે”. ટૂંકમાં, આ બધાં ઉદાહરણોમાં તત્ સર્વનામ કોઈ પુરોવર્સી હેત કે પ્રસંગના સંદર્ભમાં યોજાયું હોય છે; અને એ પુરોવર્સી હેતુ/પ્રસંગ અને તત્ સર્વનામથી યુક્ત ઉત્તરવર્તી વિધાન; એ બંનેનો તત્ સર્વનામ સંબંધ દર્શાવે છે. વળી, તત્વમસિનું તત્વ દર્શક સર્વનામ પણ કોઈક આવા ક્રિયાવિશેષણના અર્થમાં રહ્યું હોય. આવા અર્થની સમાંતર જતું નીચે દર્શાવેલું ઉદાહરણ આ બાબત વધુ સ્પષ્ટ કરશે; જેમ કે (vi) તૈત્તિરીય સંહિત ૧-૫.૭.૬ (પા. ૬૧૯-૬૨૦) : सं त्वमग्ने सूर्यस्य वर्चसागथा, इत्याहैतत्त्वमसीदम॒हं भूयासमिति वावैतदाहु, त्वमग्ने सूर्यवर्चा असीत्याहाशिष मेवैतामाशास्ते। “તું, હે અગ્નિ, સૂર્યના પ્રકાશ (વર્ચ) સાથે અહીં આવ્યો છે. તે કહે છે તે રીતે (તત) તું છે, તે રીતે (મ) હું હોઉં . તે આમ કહે છે : તું, હે અગ્નિ, સૂર્યનો પ્રકાશ (વર્ષ) ધરાવે છે; એમ તે કહે છે તે આ આશિષ છે, જે તે જણાવે છે.” સરખાવો : તત્ત્વમસિ વિધાન; અને અહીં તત્વમસિ તથા માં મૂયાસ. અહીં તત્ અને ફ્લેમ, બંને સર્વનામો ન એ પ્રાપ્ત કરેલી સ્થિતિ ના (સૂર્યવર્વ) સંદર્ભમાં યોજાયાં છે. આ રીતે તત્વમસિ વિધાનમાં તત સર્વનામ પણ અગાઉ જણાવેલી સ્થિતિના -વડવૃક્ષ (ચુધ) અને સર્વજગતના (છા,ઉ૫. ૬-૧૨)- સંદર્ભમાં યોજાયું છે. જગતુ અને વડવૃક્ષ, બંને જમાથી સૂક્ષ્મતમ તત્ત્વથી વ્યાપ્ત છે, અને આ આંખમાં સત્ય છે; તેમનો માત્મા છે; તે રીતે, શ્વેતકેતુ પણ અળમાથી વ્યાપ્ત છે. આમ, પ્રસ્તુત ધ્રુવપંક્તિનો અનુવાદ આ રીતે સંભવી શકે : તે કે જે આ સૂક્ષ્મતમ તત્ત્વ છે; એ (સૂક્ષ્મતમ તત્ત્વ) કાવ્ય (વાળું) (આત્મસ્વરૂપ) આ આખું જગત છે. એ (સૂક્ષ્મતમ તત્ત્વ) સત્ય છે; એ (સૂક્ષ્મતમ તત્ત્વ) આત્મા છે, તે શ્વેતકેતુ, આ રીતે (77) તું છે.” છા.ઉપ.૬.૧૨ નો યથાર્થ ઉપસંહાર-અંત-આ યુવપંક્તિથી થયો છે. અહીં આ યુવપંક્તિનું અસ્તિત્વ મૂળ, યોગ્ય અને સ્વાભાવિક છે; અને તે અહીં ઉપદેશની પરાકાષ્ઠા દર્શાવે છે. આ ૧૨ મા ખંડની સમગ્ર વિચારધારા તર્કસંગત રહી છે. જેમ કે, પ્રથમ, વડવૃક્ષ અદશ્ય તત્ત્વમાંથી ઉદ્ભવે છે એમ સ્પષ્ટ કરી ધ્રુવપંક્તિ દ્વારા વ્યક્ત કર્યું કે આ સર્વજગત એ અદૃષ્ટ તત્ત્વથી અસ્તિત્વ ધરાવે છે. આ તત્ત્વ સત્ય છે, કારણ કે તે શાશ્વત છે, વાસ્તવિક છે. આ તત્વ વળી માત્મા છે; કારણકે તેના આધારે દરેક જીવી રહ્યું છે; અને અંતે ઉદાલક પોતાની આવી વિચારધારા -ઉપદેશ- વ્યક્તિગત રીતે સમેટે છે કે શ્વેતકેતુએ પોતાની જાતને આ રીતે (તત) વિચારવી જોઈએ. વડવૃક્ષ, આખું જગત, વગેરેની જેમ શ્વેતકેતુ પણ સૂક્ષ્મતત્ત્વથી વ્યાપ્ત છે, તે તેનું સત્ય છે, તેનો આત્મા છે. ૬૦] [સામીપ્ય : ઑકટોબર, ૨૦૦૦-માર્ચ, ૨૦૦૧ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84