Book Title: Samipya 2000 Vol 17 Ank 03 04
Author(s): Bhartiben Shelat, R T Savalia
Publisher: Bholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan

View full book text
Previous | Next

Page 69
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પૌરવ-નાગ-વિગ્રહ: એક અભ્યાસ કેશવરામ કા. શાસ્ત્રી* પ્રથમ મહાભારતના આદિપર્વના આસ્તિક પેટાપર્વમાં અને પછી ભાગવતના પ્રથમ સ્કંધના અંતભાગમાં પૌરવોના ભારતયુદ્ધ પતી ગયા પછી દસેક માસે જન્મેલા પરીક્ષિત રાજાનું તક્ષક નાગ દ્વારા અવસાન થયા વિષયમાં પૌરાણિક પદ્ધતિએ નિરૂપણ થયેલું જોવા મળે છે. એનો ઐતિહાસિક દૃષ્ટિએ પ્રથમ વિચાર ન કરતાં પૌરાણિક નિરૂપણ આપણે અહીં જોઈયે. (આદિ પર્વ ના અ. ૩૫ થી ૪૦ માં વિશદતાથી અને અ. ૪૫, ૪૬ માં સંક્ષિપ્ત રૂપ)માં જણાવ્યા પ્રમાણે પરીક્ષિત રાજા લાંબા સમય સુધી રાજ્યશાસન કરતાં સાઠ વર્ષનો થવા આવે છે ત્યારે હવે નિવૃત્તિ તરફ વળી રહ્યો હતો. મંત્રીઓને મોટા ભાગનો વહીવટ સોંપી હળવાશ ભોગવતો થયો ત્યારે એક દિવસે એ મૃગયા ખેલવા નીકળ્યો અને આગળ વધતાં વધતાં એક મૃગ જોવા મળ્યું. એને નિશાન કરી બાણથી જખમી કર્યું. મૃગ બાણ-સહિત દોડતું રહ્યું અને માર્ગમાં ક્યાંક ઝાડમાં છુપાઈ ગયું. રાજાએ ફાંફાં ખૂબ માર્યા, પણ નજરે ન આવ્યું. રાજા થાકી ગયો, તરસ્યો થયો અને ભૂખ્યો પણ થયો, ત્યાં નજીકમાં એણે શમીક ઋષિનો આશ્રમ જોયો. પાણીની આશાથી એ ઋષિના આશ્રમમાં ગયો. ત્યાં ઋષિ મૌનવ્રત ધારણ કરી ધ્યાનરત હતા. રાજાએ એમની પાસે યાચના કરી, પરંતુ ઋષિ તો ધ્યાનરત જ રહ્યા. રાજાને ક્રોધ ચડ્યો અને ક્રોધાવેશમાં નજીકમાં એક સાપ મરેલો પડ્યો હતો અને ધનુષના છેડાથી ઉપાડી શમીક ઋષિના કંઠમાં વીંટાળી દીધો અને પાછો ફરી રાજધાની તરફ ચાલ્યો ગયો. આશ્રમના બાળકોએ ઋષિને એવી સ્થિતિમાં જોયા તેથી એમાંના કૃશ નામના એક બાળકે થોડે દૂર રહેલા ઋષિપુત્ર શૃંગીને આ વાત કરી. વાત સાંભળતાં જ શૃંગી એકદમ ક્રોધે ભરાયો અને પિતાના કંઠમાં સાપ વીંટાળનાર વ્યક્તિનો સાતમે દિવસે તલક કરડી નાશ કરો એવો શાપ એણે ઉચ્ચાર્યો કહીને એ પિતા પાસે આવ્યો અને એવી સ્થિતિમાં રહેલા પિતાને જોઈ ધ્રુસ્કે ધ્રુસ્કે રોવા લાગ્યો. પિતા જાગ્રત થતાં શૃંગીએ કહ્યું કે મેં આ પાપકૃત્ય કરનારને સાતમે દિવસે તક્ષક નાગ કરડી એનો અંત લાવશે એવો શાપ આપ્યો - છે. શાપની વાત સાંભળી ઋષિએ કહ્યું કે આ તો આપણા આ વિશાળ પ્રદેશના ચક્રવર્તી રાજા છે. આપણે એમની પ્રજા છિયે. બહુ ખોટું થયું. ઋષિએ આ સમાચાર રાજાને પહોંચાડવા ગૌરમુખ નામના શિષ્યને હસ્તિનાપુર મોકલી આપ્યો. રાજાએ સમાચાર સાંભળ્યા. પશ્ચાત્તાપ થયો, પણ શાપ સ્વીકારી લીધો. તક્ષક પોતા સુધી પહોંચી ન શકે એ માટે રાજાએ સરોવરમાં પ્રાસાદ (મહેલ) તાકીદ બનાવરાવ્યો (વસ્તુતઃ લાકડાની માડણી) અને ચોગમ મજબૂત સુરક્ષાકવચ ગોઠવી દીધું. આ સમાચાર દેશમાં વાયુવેગે પ્રસરી ગયા. આ સાંભળવામાં આવતાં કાશ્યપ નામનો એક બ્રાહ્મણ વૈદ્ય રાજાને તલક કરડે તો તરત જ એનું ઝેર ઉતારી રાજા પાસેથી સારી દક્ષિણા મેળવવી એ આશાએ રાજના નિવાસે જવા નીકળી પડ્યો. તક્ષક માર્ગ શોધતો હતો કે રાજાને ત્યાં કેવી રીતે પહોંચવું. તક્ષક આગળ વધ્યે જાય છે, ત્યાં આ કાશ્યપ એના જોવામાં આવ્યો. વાત કરતાં જાણી લીધું કે પોતે કરડવાનો છે ને રાજાને ઝેર ચડશે, આ ઉતારવા એ બ્રાહ્મણ જઈ રહ્યો છે. કાશ્યપને એણે વિશ્વાસમાં લીધો અને ઝેર ઉતારવાની દક્ષિણા રાજા આપવાનો હોય એનાથી વધુ પોતે આપશે એમ જણાવી એણે કાશ્યપને આપી અને પાછો વાળ્યો. તક્ષકે એક યુક્તિ કરી : કેટલાક નાગ યુવકોને તાપસના સ્વાંગમાં રહી રાજાને આશીર્વાદ દેવા પાણી ફળો વગેરે સાથે મોકલ્યા. રાજા પાસે પહોંચેલા એ તાપસોએ રાજાને પાણી ફળ વગેરે ભેટ આપ્યાં અને આશીર્વાદ આપી પાછા ફર્યા. હાજર રહેલા મંત્રીઓને બોલાવી આ ફળો ખાવા આપ્યાં અને પોતે પણ એક ફળ હાથમાં લીધું. ફળ સુધારતાં એમાં એક “કૃમિ' (કીડો) કાળી આંખવાળો જોવામાં આવ્યો. રાજા મૃત્યુથી ડરતો તો નહોતો જ. તરત જ એણે કહ્યું કે આ કૃમિ જ મારો જીવ લેશે, ત્યાં તો કૃમિમાંથી નાગરૂપમાં આવેલો તક્ષક રાજાના શરીરે વીંટળાઈ ગયો અને અગ્નિની વાળાઓ બળે એ રીતે રાજા બળી ગયો. * મા. અધ્યાપક, ભો.જે.અધ્યયન સંશોધન વિદ્યાભવન, અમલવાદ ૬૬] [સામીપ્ય : ઑકટોબર, ૨૦૦૦માર્ચ, ૨૦૦૧ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84