Book Title: Samipya 2000 Vol 17 Ank 03 04
Author(s): Bhartiben Shelat, R T Savalia
Publisher: Bholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan

View full book text
Previous | Next

Page 78
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જબરદસ્ત કલમના આરાધક, સાધક. કેકાનું પ્રોફાઈલ એટલે તેઓ પ્રોલિફિક લેખક અને તેમણે પ્રોક્યુઝલી લખ્યું છે. આયુની સંખ્યા કરતાં ગ્રંથોની સંખ્યા સવિશેષ. મૂળ સંસ્કૃતજ્ઞ અને તેથી બાંભણિયામાંથી શાસી થયા. વિહાર કર્યો સાહિત્ય પદારથના ક્ષેત્રે મનભર રીતે અને મનોહર દૃષ્ટિથી આ બે ક્ષેત્રની બુનિયાદમાંથી એમનું કાઠું ઘડાયું સ્વૈરવિહારી અન્વેષકનું; પણ ક્ષેત્રજ્ઞ તો ખરાજ, મેજલ્થ ઓછા. ઉત્સાહી અને બહુશ્રુત અને તેથી જ પ્રત્યેક ક્ષણને અન્વેષક તરીકે જીવી જનારા ઉદ્યમી પ્રાધ્યાપક. આ કારણે ઇતિહાસના અભ્યાસી થયા. શબ્દના આ ઉપાસક જીવનપુષ્ટિના આગ્રહી અને પુષ્ટિમાર્ગના અનંત આદરણીય સેવક. સર્વગ્રાહી પ્રવાહોથી સદાય પરિચિત એવા કેકાની કલમે લખાયેલા વિપુલ અને સત્વશીલ લખાણોથી ગુજરાતનાં ભાષા સાહિત્ય ઇતિહાસ સંસ્કૃતિ સમૃદ્ધ થયાં છે અને થતાં રહે છે. કેકા મૂળે સર્જકનો જીવ પણ આજીવન આરૂઢ શિક્ષકેય ખરાજ. જેવું એમનું પ્રસન્ન અને પ્રભાવી તથા મોહક વ્યક્તિત્વ એવું જ એમનાં લખાણો વિશે ખસૂસ કહી શકાય. સુહૃદય અને શ્રદ્ધાળુ અને તેથી તેઓ કહે : જયાં જઈયે ત્યાં સાથે સાથે ચાલનાર “હરિ! તું'. આવી શ્રદ્ધા જ એમનું પ્રેરક અને ચાલક બળ છે અને ગમે તેવી વિટંબણામાં પણ તેઓ ગીતોક્ત દૃષ્ટિએ સ્થિતપ્રજ્ઞ છે. શિક્ષક તરીકે સેવાભાવી, ભાવનાશાળી, દયાશીલ અને કર્મઠ. શરીરે નરવા તેમ લખાણેય નરવા. આથી સમાધાનકારી વૃત્તિથી યુક્ત. પ્રસન્ન બુદ્ધિ અને બૌદ્ધિક પ્રસન્નતા. સ્થળ અને કાળના સંદર્ભમાં બદલાતાં અનુભવનું સ્વરૂપ પણ બદલાય છે. કેકાનાં લખાણોનું આવું છે. આથી એમને મન લખાણ એ ખાદ્ય નથી, ખાતર છે અને સાહિત્યક્ષેત્રના ખેડૂત છે. આશ્ચર્ય થયું ને? કે ગ્રંથાવલોકનમાં વળી લેખકની કૃતિશીલ જામોતરીની વહી કયાં વંચાવવી શરૂ થઈ, બલકે થવી જોઈએ. કેમકે એમનાં સમગ્ર લખાણોનો આલેખ અહીં પ્રસ્તુત થયેલી કેકાની જનમોતરીથી આલેખી શકાય. એમનાં લખાણોમાં આ તો વિશેષ. ઘરમાં, પ્રવાસમાં, પરદેશમાં, કાર્યાલયમાં કે વર્ગખંડમાં જ્યાં જ્યાં નજર કેકાણી, યાદી રહે ત્યાં સર્જન-લેખન-અન્વેષણતણી, કેકાએ ઘણું લખ્યું છે, બલકે લખતા રહે છે. એટલે અહીં અવલોકિત ત્રિગ્રંથ એમના છેલ્લા ગ્રંથો નથી; ભલેને જીવનઆયુની શતાબ્દીની નજદીકતમ હોય. અવલોકન હેઠળ એમનો પહેલો ગ્રંથ છે : સારસ્વત પ્રવાસો. મોરનાં પીછાંની જેમ એમના પ્રવાસો પણ રળિયામણા અને ભાતીગળ. અહીં આપણને તેર પ્રકરણોમાં પ્રવાસોના પરિચય પમાય છે. અમેરિકા વિશે, કચ્છ પ્રદેશ વિશે, સૌરાષ્ટ્ર વિસ્તાર વિશે, જેસલમેર અંગે, ઓરિસ્સા વિશે. એમણે પ્રવાસ દરમ્યાન સાહિત્ય, ઇતિહાસ, સંસ્કૃતિ વિશે જે જોયું તે ઐતિહાસિક સંદર્ભે સાધક-બાધક પ્રમાણોથી મંડિત એવું વર્ણન આપણી પ્રત્યક્ષ કરે છે. ભલે કહેવાયું હોય કે ઇતિહાસ તો હમેશાં ઑક્ટિવ લખાય; પણ પ્રત્યેક ઇતિહાસ આપણને સજેક્ટિવ હાથવગા થયા છે. કે.કા. એમાં અપવાદ કેમ હોઈ શકે ? જેક્ટિવ એપ્રોચના આવરણ હેઠળ કેકા સજેક્ટિવ સંશોધનના સાહેદ રહ્યા છે. આથી જ અમેરિકાના પ્રથમ પ્રવાસના વર્ણનમાં બિનજરૂરી કૌટુંબિક વર્ણનોમાં કેકા સરી પડે છે. અમેરિકાનો ટૂંકો પ્રવાસ નામનું છેલ્લું પ્રકરણ આમેજ કરવા જેવું ન હતું. અમેરિકાનો પ્રથમ પ્રવાસ ઇતિહાસ, સંસ્કૃતિ, સાહિત્ય અને સમાજની દૃષ્ટિએ ઉપકારક છે, પ્રેરક છે અને પ્રવાસ દરમ્યાન આંખકાનમન કેવાં ખુલ્લાં રાખવા તેનો પાર પમાય * ૧. સારસ્વત પ્રવાસો, પહેલી આવૃત્તિ, ૨૦૦૦, પૃ.૩૬+૧૨૪, મૂ.૯૫, આકૃતિ ૬, પ્રકરણ ૧૩. ૨. નભોવાણી, પ્રથમ આવૃત્તિ, ૧૯૯૯, પૃ.૧૮+૧૫૦, મૂ.૯૫ - વાર્તાલાપ ૪૩, લઘુલેખ ૧૧. ૩. ઇતિહાસની આરસી, પહેલી આવૃત્તિ, ૨000, પૃ.૫+૧૧૨, ભૂ.૬૦/- પ્રકરણ ૩, પરિશિષ્ટ ૬. ત્રણેય ગ્રંથનાં લેખક કેશવરામ કાશીરામ શાસ્ત્રી (બાંભણીયા). ત્રણેય ગ્રંથની પ્રકાશન સંસ્થા : ડૉ. કૃષ્ણકાન્ત કડકિયા, એમ. ૮૨૩૮૫, “સ્વરૂપ', સરસ્વતીનગર, આઝાદ સોસાયટી પાસે, આંબાવાડી, અમદાવાદ૩૮૦૦૧૫. ત્રણેય ગ્રંથ માટેનો ડૉ. કણકાન્ત કડકિયા ટ્રસ્ટ પ્રકાશન ક્રમાંક અનુક્રમે ૭, ૮ અને ૯ ત્રણેય ગ્રંથ મિષેનાં સૌજન્ય-સ્મરણ અનુક્રમે આ મુજબ છે : (૧) ધી બરોડા સેન્ટ્રલ કો-ઓ. બેન્ક લિમિટેડનાં સૌજન્યથી. (૨) અ.સૌ. દિનાબહેન જે. સોલંકીના સ્મરણાર્થે. (૩) સ્વ. ઓચ્છવલાલ મયાચંદદાસ કડકિયાના સ્મરણાર્થે ગ્રંથ-સમીક્ષા] ૭િ૫ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 76 77 78 79 80 81 82 83 84