Book Title: Samipya 2000 Vol 17 Ank 03 04
Author(s): Bhartiben Shelat, R T Savalia
Publisher: Bholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વગેરે એનાં ઉદાહરણો છે.
આ ગીતો તાલ અને લયનો સુમેળ સાધે છે તેથી ગેય છે. એમાં ભાવોની આર્દ્રતા સાથે સારા કંઠને મસ્તીમાં લાવે એવી સંગીતક્ષમતા પણ છે.
અહીં ગણપતિ, ગુરુ, શારદા, પાર્વતી, નારાયણ વગેરે દેવોની સ્તુતિઓ, ગાંધી, રવીન્દ્રનાથ, ભારતમાતા વગેરેની પ્રશંસાત્મક ગીતિઓ, રાષ્ટ્રભક્તિના છૂટાછવાયા શ્લોકો, સત્ય, ધર્મ સદાચાર જેવા ગુણોની પ્રશંસા વગેરે વિષયો કાવ્ય સર્જવામાં આલંબન વિભાવ બન્યા છે. ક્યાંક ઉપદેશાત્મક ગઝલોમાં હોય છે એવા લહેકાઓ પણ મળે છે :
स्वार्थे सदा बहुवर्षपर्यंतं भवद्यपि जीवनम् । yઘવીશઃ વિકૃતમ્ ? – ભવેત્રે દિ મ્િ ? (પૃ.૩૬) “સુભાષિતાનિ'માં કેટલાક (પૃ.૩૬) છંદોબદ્ધ શ્લોકો છે (પૃ.૩૯).
એકંદરે આ નાનકડું સંક્લન સંસ્કૃત સર્જનમાં કવિનું ઉત્સાહસભર પ્રયાણ છે. અહીં કૃતિઓની પ્રાસાદિકતા, સરળતા, સહજતા, હૃદયના કોમલ મધુર ભાવો, ભક્તિની શીતળ સરવાણી અને સ્વભાવોક્તિઓ, લયની ઉપસ્થિતિ, બોલચાલની નજીક રહે તેવી ભાષામાં રહેતી અભિવ્યક્તિ સંગ્રહને એકવાર વાંચવા જરૂર પ્રેરે તેમ છે. કવિને અભિનંદન તથા હવે વધુ ગીતોના સર્જનની અપેક્ષા રાખીએ.
હર્ષદેવ માધવ
જૈનધર્મમાં શ્રદ્ધા, મતિજ્ઞાન અને કેવળજ્ઞાનની વિભાવના : લે. નગીન જી. શાહ, પ્રકા. ભો.જે. અધ્યયન સંશોધન વિદ્યાભવન, અમદાવાદ, પૃ. ૮+૬૧, કિં. ૩૫-૦૦.
ગુજરાતના સંસ્કૃત-પ્રાકૃત વિદ્વાનોમાં ડૉ. નગીનભાઈનું નામ એક અભ્યાસી, સત્ત્વશીલ, ચિંતન-મનનશીલ બહુશ્રુત જિજ્ઞાસુ તરીકે જાણીતું છે. મિતભાષી અને તર્કપૂર્ણ વાફ રજૂ કરવાની એમની કલા એમનાં લેખન અને વ્યાખ્યાનોમાં જણાઈ આવે છે. પ્રકાશકીયમાં ડૉ. ભારતીબહેને નોંધ્યું છે તેમ પ્રસ્તુત ગ્રંથ એમના આ વિષય પરનાં વ્યાખ્યાનોનું મુદ્રિત સ્વરૂપ છે.
લેખકે જૈન ધર્મનું પરિશીલન સતત કર્યું હોવાથી તેમના સંદર્ભો વાંચન-વિસ્તાર બનાવી દે છે. જીવ, અજીવ, આમ્રવ, બંધ, સંવર, નિર્જરા, મોક્ષ, મતિજ્ઞાન, જ્ઞાનના વિષયોની વિવિધ ઇન્દ્રિયો દ્વારા પ્રાપ્ત થતી સમાજ, મતિજ્ઞાનના પ્રકારો વગેરે વિષયોમાં તેમનું ઊંડું ચિંતન પણ પ્રાપ્ત થાય છે.
લેખક ઉદારમતવાદી અને સર્વ સંકુચિતતાઓથી પર છે. તેથી જ તેઓ કહે છે “કોઈ પણ તત્ત્વજ્ઞાનને સમજવા માટે તેની સાથે અસ્તિત્વ ધરાવતાં રહેલાં બીજાં તત્ત્વજ્ઞાનોનું જ્ઞાન હોવું અત્યંત જરૂરી છે” (પૃ.૩). તેઓ આર્વાકની સાથે કાર્લ માર્કસને પણ યાદ કરે છે. વચ્ચે વચ્ચે સૂક્તિઓ મૂકવાની તેમની ટેવને લીધે ચિંતનનો પ્રવાહ ભાર વિનાનો બને છે. જેમ કે શાન્તરક્ષિતનું વચન વાંચવા જેવું “સોની સોનાને તપાવી, કાપી, કસોટી પર ઘસી સોનાની પરીક્ષા કરે છે તેવી જ રીતે હે ભિક્ષુઓ ! ડાહ્યા માણસોએ મારા ઉપદેશને પરીક્ષા કર્યા પછી જ સ્વીકારવો (પૃ.૭). લેખકની રજૂઆત મુદ્દાસર છે. તેઓ થોડામાં ઘણું સમજાવી દે છે (પૃ.૪૫). ચર્ચાને અંતે નિત્કર્ષ પણ જણાવે છે (પૃ.૫૯).
આ રીતે સમગ્રતયા તપાસતાં આ નાનકડું પુસ્તક આ વિષયમાં મુશ્કેલ જણાતા પ્રવેશને આસાન બનાવે છે. આ માટે લેખક અને પ્રકાશન સંસ્થા બંનેને અભિનંદન ઘટે છે. મુદ્રણ પણ સુઘડ છે એ એનું એક વધારાનું જમા પાસું છે.
હર્ષદેવ માધવ . ૮૦]
સિામીપ્ય : ઑકટોબર, ૨૦૦૦-માર્ચ, ૨૦૦૧
For Private and Personal Use Only