Book Title: Sambodhi Author(s): Mahapragna Acharya Publisher: Anekant Bharati Prakashan View full book textPage 9
________________ હશે. સૂર્યોદય થતા. હું ભગવાન મહાવીરને જણાવીને મારા ઘેર પાછો ચાલ્યો જઈશ.” આવી માનસિક દુવિધાની જાળમાં ફસાયેલા મુનિ મેઘકુમારની રાત ખૂબ લાંબી થઈ ગઈ. જેમ-તેમ રાત વીતી. સૂર્યોદય થયો. મુનિ મેઘકુમાર, ભગવાન પાસે પહોંચ્યો. વંદન-નમસ્કાર કરીને મૌનપણે બેસી ગયો. ' ભગવાને તેની મનઃસ્થિતિને પારખતાં કહ્યું, “હે મેઘ ! તું એક રાતનાં આટલાં અલ્પ કષ્ટોથી વિચલિત થઈને ઘેર જવાની તૈયારી કરવા લાગ્યો?” મુનિ મેઘ બોલ્યો, ‘ભંતે ! આપ યથાર્થ કહી રહ્યા છો. મારું મન વિચલિત થઈ ગયું છે.' ભગવાન અતીન્દ્રિય દષ્ટા હતા. તેઓ સઘળું જાણતા હતા. જે બની ચૂક્યું છે, જે બની રહ્યું છે અને જે બનવાનું છે. તેમનું જ્ઞાન નિરાવરણ હતું, કાલાતીત અને ક્ષેત્રાતીત હતું. મેઘકુમારને તેના પૂર્વભવનું વૃત્તાંત જણાવતાં ભગવાન બોલ્યા, હે મેઘ ! સાંભળ, હું તારા પૂર્વભવનું વૃત્તાંત તને કહી રહ્યો છું. આજના આ રાજકુમારના ભવથી ત્રણ જન્મ પૂર્વે તું વૈતાઢચ પર્વતની તળેટીના સઘન જંગલમાં હાથી સ્વરૂપે હતો. તારું નામ સુમેરુપ્રભ હતું. તું યૂથપતિ હતો. તારા પરિવારમાં અનેક હાથી અને અનેક હાથિણીઓ હતાં. તું આનંદપૂર્વક દિવસો પસાર કરતો હતો. તે સર્વત્ર નિર્ભય બનીને ફરતો હતો. એક વખત ગ્રીષ્મઋતુનો સમય હતો. જેઠ મહિનો હતો. બળબળતો તાપ હતો. એકાએક પ્રચંડ તોફાન ઊમટયું અને વૃક્ષોનાં ઘર્ષણથી જંગલમાં દાવાનળ પ્રજળી ઊઠયો. ચારે તરફ પશુઓ દોડાદોડ કરવા લાગ્યાં. તું એ વખતે વૃદ્ધ થઈ ગયો હતો. તારું શરીર જર્જરિત હતું. તારું બળ ક્ષીણ થઈ ગયું હતું. સમગ્ર યૂથ આમ-તેમ વેર-વિખેર થઈ ગયું હતું. હું એકલો પડી ગયો હતો. તરસ લાગવાને કારણે તે પાણીની શોધમાં જઈ રહ્યો હતો. એવામાં તેં એક સરોવર જોયું. તેમાં પાણી ઓછું અને કીચડ વધુ હતો. પાણી પીવાની તૃષ્ણાથી તું તેમાં પ્રવેશ્યો અને કીચડમાં ફસાઈ ગયો. એ વખતે એક યુવાન હાથીએ તને જોયો. તેને પૂર્વવરની સ્મૃતિ થઈ. તે ક્રોધથી ચિત્કાર કરતો તારી નજીક આવ્યો અને પોતાના દંતશૂળ દ્વારા તારા ઉપર પ્રહાર કરવા લાગ્યો. તું શક્તિહીન હતો, તેથી પ્રતિકાર ન કરી શક્યો. તને મૃતપ્રાયઃ કરીને તે સંબોધિ ૨૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 264