________________
સુધી ઉત્થાન, કર્મ, બળ, વીર્ય અને પુરુષકાર-પરાક્રમ વિદ્યમાન છે ત્યાં સુધી મારે સંયમમાં વિશેષ પરાક્રમ કરવું છે. પ્રાતઃકાળ થતાં જ હું ભગવાન મહાવીરની અનુજ્ઞા મેળવીને ગણધર ગૌતમ વગેરે શ્રમણો તથા શ્રમણીઓ પાસે ક્ષમાયાચના કરીને વિપુલ પર્વત ઉપર ધીમે-ધીમે આરોહણ કરી, ત્યાં પૃથ્વી શિલાપટ્ટ ઉપર પ્રાયોપગમન અનશન સ્વીકારી લઈશ.” - પ્રાતઃકાળ થયો. તે ભગવાન મહાવીર પાસે ગયો. વંદના-નમસ્કાર કરીને, હાથ જોડી એક તરફ મૌનરૂપે ઉપાસનામાં બેસી ગયો. ભગવાને તેના મનની વાત અભિવ્યક્ત કરતાં કહ્યું, “મેઘ ! તેં જે વિચાર્યું છે એમ જ કરવાનું શ્રેયસ્કર છે. વિલંબ ન કરીશ.' મેઘે અનશન સ્વીકારી લીધું. અનેક નિર્ગળ્યો અગ્લાનભાવે તેમની પરિચર્યા કરવા લાગ્યા.
મુનિ મેઘ અગિયાર અંગ ભણી ચૂક્યો હતો. તેના સંયમપર્યાયનું બારમું વર્ષ સમાપ્ત થઈ રહ્યું હતું. એક માસના અનશન પૂરા કરીને મુનિ મેઘકુમાર મૃત્યુ પામ્યા. પરિચર્યામાં નિયુકત શ્રમણો તેનાં પાત્રો-ઉપકરણો લઈને ભગવાન પાસે પહોંચ્યા અને બોલ્યા, ભંતે! આ પાત્રો-ઉપકરણો અણગાર મેઘનાં છે. ભંતે! મેઘ અહીંથી મૃત્યુ પામીને ક્યાં ગયો છે?”
ભગવાને કહ્યું, તે અહીંથી મૃત્યુ પામીને વિજય નામના મહાવિમાનમાં દેવરૂપે ઉત્પન્ન થયો છે. તેનું આયુષ્ય તેત્રીસ સાગરનું છે. આયુષ્ય સમાપ્ત થતાં તે મહાવિદેહમાં ઉત્પન્ન થશે અને ત્યાં સમસ્ત કર્મોનો ક્ષય કરીને સિદ્ધ, બુદ્ધ અને મુક્ત થઈ જશે.'
----- મુનિ દુલહારાજ સંબોધિ ૧૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org