________________
આ જ કાન પકડયા
,નું +
-
+
ર ા
# ૧
મુનિ મેઘકુમારના સંકલ્પ-વિકલ્પની અવઢવ વખતે જે જ્ઞાન આપ્યું તે “સંબોધિ તરીકે ઓળખાયું.
સંબોધિ'ના કુલ ૭૮૬ શ્લોકમાં સમ્યક્ જ્ઞાન, દર્શન અને ચારિત્રની વિસ્તૃત સમજ છે, અને એક રીતે જૈન દર્શનનો સાર પણ એ જ છે. ગીતાનો ઉપદેશ માત્રા હિન્દુઓ માટે નથી તેમ “સંબોધિ”નું જ્ઞાન માત્ર જેનો માટે જ નથી. કોઈપણ ધર્મની વ્યક્તિ, કોઈપણ યુગમાં આ બન્ને ગ્રંથોના બોધ-જ્ઞાનને આચરણમાં ઉતારીને આત્મકલ્યાણ કરી શકે છે. - આચાર્ય મહાપ્રજ્ઞ એવા અધ્યાત્મ-મનીષી છે કે જેઓ ઇતિહાસમાં વર્તમાનને અને વર્તમાનમાં ઈતિહાસને સમાવીને, ભવિષ્યની કેડી કંડારે છે. એમની શૈલી એમના વ્યાપક અભ્યાસ, ગહન ચિંતન અને પારદર્શક ચારિત્રમાંથી સ્વયં પ્રગટી રહે છે. તત્ત્વની ઉત્કૃષ્ટ સામગ્રીને તેઓ સહજ, સરળ અને લોકભોગ્ય શૈલીમાં પ્રસ્તુત કરી દે છે. તેઓ જેટલો આદર અધ્યાત્મનો કરે છે, એટલો જ વિવેક વિજ્ઞાન પ્રત્યે પણ દાખવે છે. સ્વસ્થ અને તટસ્થ વિચાર એટલે જ આચાર્ય મહાપ્રજ્ઞ !
“અનેકાન્ત ભારતી પ્રકાશન'ના સંસ્થાપક/ નિર્દેશક શ્રી શુભકરણજી સુરાણા ગુજરાતી જિજ્ઞાસુઓ માટે જે પુરષાર્થ કરી રહ્યા છે, જે નિષ્ઠા દાખવી રહ્યા છે, તે શબ્દોમાં વ્યક્ત કરવાનું મારે મન તો મુશ્કેલ છે જ. તેમની વત્સલ લાગણીનો હું ઋણી છું.
પાલિતાણાનિવાસી શ્રી વેણીભાઈ પી. દોશી અધ્યાત્મ સાહિત્યના અભ્યાસુ છે અને પોતાનાં સ્વજનોને પણ અવાર-નવાર અધ્યાત્મ સાહિત્યની રસલહાણ કરાવતા રહે છે. અનેકાન્ત ભારતી પ્રકાશન દ્વારા પ્રકાશિત કેટલાક અણમોલ ગ્રંથો જિજ્ઞાસુ ભાવકો સુધી પહોંચાડવાની લાગણી તેઓ સતત દાખવતા રહે છે. સંબોધિ' ગ્રંથ માટે પણ તેમના તરફથી મળેલો સહયોગ સ્મરણીય બની રહેશે. તેમની અધ્યાત્મસાહિત્યપ્રીતિને હું હૃદયપૂર્વક બિરદાવું છું.
પ્રત્યેક ગ્રંથના પ્રકાશન પછી, ભાવકોના પ્રતિભાવોની અમને તીવ્ર પ્રતીક્ષા રહે છે. આપનો કીમતી પ્રતિભાવ અમને માર્ગદર્શન આપશે તથા પ્રોત્સાહન પણ પૂરું પાડશે. મકરસંક્રાન્તિ, ૯૯
અનેકાન્ત' ડી-૧૧, રમણકલા એપાર્ટમેન્ટ, સંઘવી હાઈસ્કૂલ રેલવે ક્રોસિંગ પાસે, નારણપુરા, અમદાવાદ-૩૮૦૦૧૩.
ફોનઃ ૭૪૭૩૨૦૭ સંબોધિત, ૨૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org