Book Title: Sambodhi
Author(s): Mahapragna Acharya
Publisher: Anekant Bharati Prakashan

View full book text
Previous | Next

Page 7
________________ મેઘકુમારનું મન ભગવાનના સમવસરણ (સભા)માં ઉપસ્થિત થવા માટે ઉત્સુક થઈ ઊઠયું. અશ્વ ઉપર આરૂઢ થઈને તે ભગવાનના સમવસરણમાં ગયો. ભગવાનની અમોઘ વાણી સાંભળીને તે અત્યંત પ્રસન્ન થયો. તેનું વૈરાગ્યબીજ અંકુરિત થઈ ઊઠવ્યું. પૂર્વસંચિત કર્મોની લઘુતા થકી તેના મનમાં પ્રવજ્યાની ભાવના ઉત્પન્ન થઈ. તે મહેલમાં પાછો આવ્યો. તેણે માતા-પિતાને કહ્યું, ‘હું પ્રવજ્યા ગ્રહણ કરવા માટે ઉત્સુક છું.’ આવો વિચાર સાંભળીને મહારાણી ધારિણી આકુળ-વ્યાકુળ થઈ ઊઠી. તે પોતાના પ્રિય પુત્રનો વિયોગ ઇચ્છતી નહોતી. માતા ધારિણી અને પુત્ર મેઘ વચ્ચે દીર્ઘ સંવાદ ચાલ્યો. માતાએ તેને સમજાવવાનો ખૂબ પ્રયત્ન કર્યો. મેઘનું મન મોક્ષાભિમુખ થઈ ચૂક્યું હતું. માતાની વાતોનો તેના પર કોઈ પ્રભાવ ન પડચો. તેણે માતાને સંસારની અસારતા તથા દુઃખપ્રચુરતાથી અવગત કરી. માતાએ અંતે કહ્યું, ‘હે પુત્ર, તું પ્રવજિત થવા ઇચ્છે છે, અમારા સૌથી અલગ થવા ઇચ્છે છે તો ભલે, સુખેથી પ્રવજિત થઈ થજે. પરંતુ, હે વત્સ ! અમારી પણ એક વાત તું માન. અમે તને અમારી આંખે એક વખત રાજા સ્વરૂપે જોવા ઇચ્છીએ છીએ. તું એક દિવસ માટે પણ રાજા બની જા. પછી તારી ઇચ્છા મુજબ કરજે.' મેઘકુમારે એક દિવસ માટે રાજા બનવાની વાતનો સ્વીકાર કર્યો. મેઘકુમારના રાજ્યાભિષેકની તૈયારીઓ શરૂ થઈ. શુભમુહૂર્તો રાજ્યાભિષેકની વિધિ સંપન્ન થઈ. મેઘકુમાર રાજા બની ગયો. સૌ કોઈએ તેને વધામણીઓ પાઠવી. રાજ્યસંપદા મેઘકુમારને લોભાવી ન શકી. એક દિવસ વીતી ગયો. મેઘકુમારની દીક્ષાની તૈયારીઓ થવા લાગી. આવશ્યક ઉપકરણો લાવવામાં આવ્યાં. પરિવાર અને નગરજનોથી પરિવૃત થઈને મેઘકુમાર ભગવાન મહાવીર પાસે પહોંચ્યો. માતા-પિતાએ ભગવાનને વિનંતી કરતાં કહ્યું, ‘હે દેવ, અમારો આ પુત્ર મેઘ આપનાં ચરણોમાં પ્રવર્જિત થવા ઇચ્છે છે. તે નવનીત (માખણ) જેવો સુકોમળ છે. તે ભરપૂર કામભોગોની વચ્ચે ઉછેર પામ્યો છે, છતાં કામરજોથી તે જરા પણ સ્પષ્ટ નથી, ભોગોમાં આસક્ત નથી. કાદવમાં ઉત્પન્ન થતું પંકજ કાદવથી લિપ્ત નથી થતું, એ જ રીતે આ કુમાર ભોગવિલાસથી નિર્લિપ્ત છે. આપ તેને આપનો શિષ્ય બનાવીને અમને કૃતાર્થ કરો.’ સંબોધિ ૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 264