Book Title: Sambodhi
Author(s): Mahapragna Acharya
Publisher: Anekant Bharati Prakashan

View full book text
Previous | Next

Page 8
________________ ભગવાને મેઘને પ્રવજિત થવાની આજ્ઞા આપી. મેઘકુમાર પોતાનાં આભૂષણો ઉતારવા લાગ્યો. આ દશ્ય નિહાળીને માતાનું મન વિહ્વળ થઈ ઊઠડ્યું. તે પોતાના પુત્રને એક અકિંચન ભિન્ન તરીકે ઘેર-ઘેર ભિક્ષા માટે ભટકતો જોવા ઇચ્છતી નહોતી. તેનું મન આક્રંદ કરવા લાગ્યું. તેનું હૃદય ચીરાવા લાગ્યું, પરંતુ... ભગવાન મહાવીરે પોતે મેઘકુમારને પ્રવજિત કર્યો, તેનો કેશલોચ કર્યો. ભગવાને સ્વયં તેને સાધુચર્યાની જાણકારી આપતાં કહ્યું, 'હે વત્સ ! હવે તું (અપ્રમાદપણે) મુનિ બની ગયો છે. હવે તારા જીવનની દિશા બદલાઈ ગઈ છે. હવે તારે યતનાપૂર્વક ચાલવાનું છે, યતનાપૂર્વક બેસવાનું છે, યતનાપૂર્વક સૂવાનું છે, યતનાપૂર્વક ઊભા રહેવાનું છે, યતનાપૂર્વક બોલવાનું છે અને યતનાપૂર્વક જ ભોજન લેવાનું છે. આ ચર્યામાં લેશમાત્ર પણ પ્રમાદ ન થવો જોઈએ. યતના સંયમ છે, મોક્ષ છે. અયતના અસંયમ છે, બંધન છે.' પ્રથમ દિવસ પૂર્ણ થયો. રાત્રિ શરૂ થઈ. વિધિ અનુસાર તમામ શ્રમણોને સૂઈ જવાની જગા નિશ્ચિત થઈ. મુનિ મેઘકુમાર એક દિવસનો દીક્ષિત મુનિ હતો. તેનું શયનસ્થાન સૌથી છેલ્લે હતું. તે સ્થાન દરવાજાની તદ્દન નજીક હતું. શતાધિક મુનિ સ્વાધ્યાય વગેરે માટે રાત્રે બહાર આવવા-જવા લાગ્યા. કેટલાક મુનિ પ્રસવણ માટે બહાર ગયા. તે વખતે દરવાજા પાસે સૂતેલા મુનિ મેઘકુમારની નિદ્રા ઊડી ગઈ. સર્વત્ર અંધકાર વ્યાપેલો હતો. કશું જ સ્પષ્ટ દેખાતું નહોતું. બહાર જતાઆવતા મુનિઓના પગ-સ્પર્શ થકી મુનિ મેઘ વિચલિત થઈ ઊઠયો. તેનું શરીર ધૂળના રજકણવાળું થયું. તેણે નિદ્રા માટે ખૂબ પ્રયત્નો કર્યા, પરંતુ તમામ પ્રયત્નો વ્યર્થ રહ્યા. તેણે વિચાર્યું કે, હું રાજકુમાર હતો. કેવા સુખમાં હું ઉછર્યો હતો ! તમામ પ્રકારની સુવિધાઓ મને ઉપલબ્ધ હતી. તમામ શ્રમણો મારી સાથે વાત કરતા હતા, મારો આદર કરતા હતા. મારી સાથે મીઠી-મીઠી વાતો કરતા અને મને વિવિધ પ્રકારનાં રહસ્યો સમજાવતા હતા. આજે હું પ્રવજિત થયો છું. તેમના સમુદાયમાં જોડાઈ ગયો છું. હવે કોઈપણ શ્રમણ ન તો મારી સાથે વાતચીત કરે છે કે ન તો મારાં આદર-સન્માન કરે છે. તેઓ સૌ મને ઠોકરો મારી રહ્યા છે. હું નિદ્રા પણ લઈ શકતો નથી. આવા અનપેક્ષિત મુનિ-જીવન કરતાં તો હું ગૃહેવાસમાં પાછો વળી જાઉં એ જ સારું કહેવાશે. ત્યાં મારો પૂર્વવત્ ઠાઠ-માઠ સંબોધિત૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 264