Book Title: Sambodhi
Author(s): Mahapragna Acharya
Publisher: Anekant Bharati Prakashan

View full book text
Previous | Next

Page 5
________________ આમુખ Jain Education International લગભગ પચાસસો વર્ષ જૂના વાત છે. મગધસમ્રાટ શ્રેણિકની યશોગાથા દિગ્-દિગંતમાં વ્યાપ્ત હતી. તેમની પટરાણીનું નામ ધારિણી હતું. એક વખત તે પોતાના સુસજ્જિત શયનગૃહમાં સૂતી હતી. અપર રાત્રીના સમયે તેને એક સ્વપ્ન આવ્યું. સ્વપ્નમાં તેણે જોયું કે એક વિશાળકાય હાથી લીલા કરતો-કરતો તેનાં મુખમાં પ્રવેશી રહ્યો હતો. સ્વપ્ન જોઈને તે ઊઠી. મહારાજ શ્રેણિકને નિવેદન કરતાં તેણે કહ્યું, ‘પ્રભો, આ સ્વપ્નનું ફળ શું હશે ?' મહારાજ શ્રેણિકે સ્વપ્નવિદોને બોલાવીને સ્વપ્નફળ જાણવાની જિજ્ઞાસા વ્યક્ત કરી. સ્વપ્નવિદોએ કહ્યું, ‘રાજન, રાણીએ ઉત્તમ સ્વપ્ન નિહાળ્યું છે. તેના ફળસ્વરૂપ આપને અર્થલાભ થશે, પુત્રલાભ થશે; રાજ્યલાભ થશે અને ભોગસામગ્રીની પ્રાપ્તિ થશે.’ રાજા અને રાણી અત્યંત પ્રસન્ન થયાં. સમય પસાર થયો. મહારાણીએ ગર્ભ ધારણ કર્યો. બે મહિના વીતી ગયા. ત્રીજો મહિનો ચાલતો હતો. રાણીના મનમાં કલ્પના જાગી. એક દોહદ પેદા થયું. અકાળે વાદળો ઊમટી આવ્યાં હોય તથા તેમાં ક્રીડા કરવાની તક મળે એવું દોહદ ઉત્પન્ન થયું. તેણે વિચાર્યું કે, ‘એ માતા-પિતાને ધન્ય છે કે જે મેઘ ઋતુમાં, વરસતા વરસાદમાં, અત્ર-તંત્ર વિહરીને આનંદ પ્રાપ્ત કરે છે. જો હું પણ હાથી ૮ પર બેસીને ઝરમર-ઝરમર વરસતા વરસાદમાં જંગલમાં વિહાર કરવાનું મારું દોહદ પૂર્ણ કરી શકી હોત તો કેવું સારું !' રાણીએ આ દોહદની ચર્ચા રાજા શ્રેણિક સંબોધિત ૩ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 264