Book Title: Sambodhi
Author(s): Mahapragna Acharya
Publisher: Anekant Bharati Prakashan

View full book text
Previous | Next

Page 2
________________ ‘સંબોધિ”માં સમાયેલો છે. મેઘને આપવામાં આવેલો ભગવાન મહાવીરનો પ્રતિબોધ. આ પ્રતિબોધ પ્રત્યેક વ્યક્તિ માટેનો પ્રતિબોધ છે. મોહ-વિજય, અજ્ઞાન-વિલય તથા આત્માનુશાસનનો પ્રતિનિધિ ગ્રંથ એટલે ‘સંબોધિ'. સંબોધિની ઉપાસના કરીને અનેક આત્માઓ મેઘ બની ચૂક્યા છે, તેમજ અનેક આત્માઓ બની શકશે. આત્માનું શુદ્ધ સ્વરૂપ સચ્ચિદાનંદ છે. તે આત્મોપાસના દ્વારા પ્રબુદ્ધ બને છે. “ગીતા”નો અર્જુન કુરુક્ષેત્રના સમરાંગણમાં ગ્લાન બને છે, જ્યારે ‘સંબોધિ'નો મેઘકુમાર સાધનાની સમરભૂમિમાં ગ્લાન બને છે. ગીતાના ગાયક યોગીરાજ કૃષ્ણ છે, જ્યારે ‘સંબોધિ'ના ગાયક ભગવાન મહાવીર છે. અર્જુનનું પૌરુષ કૃષ્ણનો ઉપદેશ સાંભળીને જાગી ઊઠ્ય અને મહાવીરની સંબોધી સાંભળીને મેઘકુમારનો આત્મા ચૈતન્યથી ઝગમગી ઊઠ્યો. ગીતાદર્શનમાં ઇશ્વરાર્પણનો જે મહિમા છે, તે જ મહિમા જૈનદર્શનમાં આત્માર્પણનો છે. જૈનદર્શનના મત મુજબ આત્મા જ પરમાત્મા કે ઇશ્વર છે. સંબોધિની ઉપાસના જ For Private & Personal use

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 264