Book Title: Samayadrushta Vijay Vallabhsuriji Author(s): Atmanandji Publisher: Z_Arvachin_Jain_Jyotirdharo_001288.pdf View full book textPage 4
________________ અર્વાચીન જૈન જ્યોતિર્ધરો જણાવી. આગળ ઉપર હજુ ઘણું જીવનકાર્ય કરવાનું બાકી છે; તેમ કહી દાદાગુરુએ સાંત્વના આપી ‘વલ્લભ’ને હૂંફથી ભરી દીધો. કર મેરુગુરુના ચરણમાં જીવનની આગેકૂચ : છેલ્લાં ત્રણ વર્ષમાં ગુરુની સાથે સાથે શાસ્ત્રોનો પણ ઠીક ઠીક અભ્યાસ થઈ ગયો હતો. આગળ પણ આ યુવાન મુનિ પાસે વધારે અભ્યાસ કરાવીને ધર્મ અને દર્શનના જુદાજુદા વિષયો પર તેને નિષ્ણાત અધિકારી બનાવવાની સમાજની ભાવના હતી. આ ભાવનાને સાકાર કરવા માટે ૧૯૪૬ના ચાતુર્માસ પછી ૧૯૪૭માં પટ્ટી ગામે ૫. ઉત્તમચંદજી પાસે અને અમૃતસર મુકામે ૫. કર્મચન્દ્રજી પાસે મુનિશ્રીને વિદ્યાભ્યાસ કરાવવાનો પ્રયત્ન થયો, પણ તેમાં અનેક કારણોને લીધે આંશિક સફળતા જ મળી. વિ. સં. ૧૯૪૮માં દાદાગુરુ સાથે ચાતુર્માસ અંબાલામાં થયું. આ સમય દરમિયાન પૂ. દાદાગુરુની યશોગાથા સમસ્ત ઉત્તર ભારતમાં અને દેશાવરોમાં પણ પહોંચી ગઈ હતી. તેઓની પ્રેરણાથી શિકાગોની વિશ્વધર્મપરિષદમાં વિદ્વાન વક્તા શ્રી વીરચંદ રાધવજી ગાંધીને મોકલવામાં આવ્યા. તેમણે અમેરિકા તથા યુરોપમાં ઠીક ઠીક ધર્મપ્રચાર કર્યો. વિજયવલ્લભજી આ બધી વાતો અને પ્રસંગોના પ્રત્યક્ષ સાક્ષી હતા, તેથી તેમનામાં શાનપ્રાપ્તિનું મહત્ત્વ વિશેષપણે દૃઢ થયું. ભારતના ઇતિહાર્સમાં આ કાળ સંક્રાંતિનો હતો. નવા જમાનાની હવા ધીમે ધીમે ચોમેર પ્રસરી રહી હતી. એક વાત સૌ કોઈના ખ્યાલમાં આવી ગઈ હતી કે જે સમાજ વિદ્યા—અધ્યયન અને સર્વાંગી કેળવણીમાં પછાત રહી જશે તે સમાજનો વિકાસ અટકી જશે. આ વાતને સંપૂર્ણ રીતે સમજનારી આત્મારામ વિજયવલ્લભની જોડીએ મનોમન વિચાર્યું કે હવે ઠેર ઠેર જિનમંદિરોને બદલે સરસ્વતી મંદિરોની સ્થાપના થવી જોઈએ. સમાજ સારી રીતે કેળવણી લેતો થાય તે માટે તેમણે એક સર્વાંગી યોજનાનો વિચાર કરી તેને મૂર્ત સ્વરૂપ આપવાનો નિર્ણય કર્યો. પણ એ જ અરસામાં એટલે કે વિ. સં. ૧૯૫૨માં વિધિએ ગુજરાનવાલા મુકામે દાદાગુરુના દેહનો કોળિયો કરી લીધો. પરંતુ તે પહેલાં સર્વે ધીમંતો અને શ્રીમંતોનો સહકાર મેળવીને આ મહાભારત કાર્યને આગળ ધપાવવાની મુખ્ય જવાબદારી દાદાગુરુએ વિજયવલ્લભજીને સોંપી દીધી હતી, દાદાગુરુના વિયોગનિત દુ:ખથી બહાર આવીને આચાર્યશ્રીએ પંજાબમાં નીચે જણાવેલી પ્રવૃત્તિઓ આદરવાનો સંકલ્પ કર્યો : (૧) આત્માનંદ જૈન સભાની પંજાબનાં અનેક નગરોમાં સ્થાપના. (૨) ગુજરાનવાલામાં સમાધિ-મંદિરની સ્થાપના. (૩) ઠેર-ઠેર જૈન પાઠશાળાઓની સ્થાપના. (૪) ‘આત્માનંદ (વિજયાનંદ)-પત્રિકા’નું પ્રકાશન, પોતાના જીવનકાળ દરમ્યાન વહેલા–મોડા બધા જ સંકલ્પો તેઓએ પૂરા કર્યા. ઉપરાંત, તેમની પ્રેરણાથી વિ. સં. ૧૯૯૪માં શ્રેષ્ઠીશ્રી કસ્તુરભાઈ લાલભાઈના હાથે શ્રી આત્માનંદ જૈન કૉલેજની સ્થાપના કરવામાં આવી હતી. પૂ. દાદાગુરુના સ્વર્ગારોહણ બાદ સતત તેર વર્ષ સુધી પંજાબના વિવિધ પ્રદેશોમાં વિહાર કરીને તેઓએ અનેક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8